________________
શાશ્વત સૌરભ ભાગ-૧
જ્યારે તપી રહ્યો હતો, ત્યારે પણ જૈનદર્શન-ચિંતન ઘણાં આગળ નીકળી ગયાં હતાં. જૈનધર્મના બે મજબૂત પાયા એક સાહિત્ય અને બીજું તીર્થો, જૈનધર્મની ઇમારત તેના ઉપર જ ટકી રહી છે. જૈનોના જેટલો સમૃદ્ધ સાહિત્ય વારસો કોઈની પણ પાસે નથી.
ભારત તો આર્યદેશ હતો જ આર્યોના આ ભારતમાં એક સમયે જેનધર્મ પૂરબહાર ખીલ્યો હતો. ભારતમાં તો અતિ પ્રાચીન કાળથીજ “સર્વમંગલ માંગલ્ય, સર્વકલ્યાણ કારણ;” “પ્રધાન સર્વ ધમણાં, જેન જયતિ શાસનમ” એવી પ્રચંડ સિંહગર્જનાના આભ ગજવતાં ગગનભેદી પડછંદાઓ દેશ-વિદેશોની દશે દિશામાં ગાજતા રહ્યા છે. અને યુગો સુધી ગાજતા રહેશે.
જૈન પરંપરા તો ચોવીશે તીર્થકરોને ભક્તિભાવથી પૂજે છે, પરંતુ અન્ય પરંપરાઓમાં પણ ઋષભદેવ, નેમનાથ, પાર્શ્વનાથ વગેરે નામોલ્લેખ મળે છે. ઋગ્વદ, યજુર્વેદ વગેરે ગ્રંથોમાં પણ ઋષભ, અરિષ્ટનેમિ વગેરે જૈન તીર્થકરોના ઉલ્લેખો મળે છે. શ્રીમદ્ ભાગવતમાં તો ભગવાન ઋષભદેવને આઠમા અવતાર તરીકે સ્વીકાર્યા છે. આ બધા જૈનધર્મની પ્રાચીનતાના પ્રબળ પુરાવા છે. જૈનધર્મ એ કોઈ ચોક્કસ જાતિ કે સંપ્રદાયનો ધર્મ નથી પણ જીવમાત્રનો એ ધર્મ છે, સમગ્ર વિશ્વનો એ ધર્મ છે. જૈન સંસ્કૃતિના કારણે જ આજે દુનિયા ભારતને શાકાહારી, તપસ્વી અને અપરિગ્રહી પ્રજા તરીકે ઓળખે છે. જન ઉપર દેવ-ગુરુના સ્વીકારની બે માત્રા લાગે તે જેના માટે તો જૈનધર્મ એ જનધર્મ છે એમ કહી શકાય, પાળે તેનો ધર્મ.
જૈનશાસનની બાગડોરને સુપેરે સંભાળનારા શ્રુતસંપન્ન સૂરિવરો સાથે શ્રુતધરો, શ્રુતાનુરાગીઓ, અસિધારાવ્રતને પ્રતિક્ષણ નિભાવનારા હૃતોપાસકોના આ ગ્રંથમાં સુપેરે પરિચય કરાવ્યા છે. જૈન જ્યોતિર્વિદો, દાર્શનિકો, પંડિતો, પૂ. સાધ્વી ભગવંતો, પ્રાચીન હસ્તપ્રતોના સર્જકો, સમાધિમરણ પ્રાપ્ત કરનારા સાત્ત્વિક ઘરદીવડાઓ, વિવિધ તીર્થોના પુનઃ પ્રતિષ્ઠાકારો, નિર્માતાઓ, છ'રિપાલક સંઘ યાત્રાઓના સંઘપતિઓ, ધરદેરાસરોના આરાધકો, અર્ધમાગધીના કાવ્યારાધકો, જિનદર્શને પ્રેરેલ મહાજન-શ્રેષ્ઠી પરંપરા જૈન ચિત્રકલા વગેરે કલ્યાણમિત્ર બન્યા. ભૂતકાળના એ ભવ્યાતિભવ્ય વારસાને અંતરની અનંત વંદનાઓ!
આ ધન્ય ધરાની મંગલ ધર્મધારા વિશ્વશાંતિની વિરાટ ગંગોત્રી બની શાશ્વત વહેતી રહે, એક અનોખી સૌરભ પ્રસરાવતી રહે, અનેક જીવોને આત્મકલ્યાણનો શાશ્વતો માર્ગ અસ્મલિત પ્રવાહરૂપે અર્પતી રહે તેવી શુભકામના અને મંગલ શુભભાવના.
આ બધાની ધરા, આ તીર્થકર ભગવંતોને ધન્ય છે અને ધરાની શાશ્વતી સૌરભ ક્ષણિક નહીં શાશ્વતી ચેતનાને ભજનારની, પામનારની છે. પ્રથમ ભાગ સ્વભાવિક રીતે જ જિનદર્શનના વિવિધ અભિગમો અને આરાધનાને સિદ્ધાન્તપક્ષથી અને દૃષ્ટાન્તપક્ષથી સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીં આ વિભાગમાં વિહરમાન વીશ તીર્થકરોની વંદના, વ્યક્તિત્વ, તેમનાં પરમ પ્રબોધક ચરિત્રોથી લઈને ઝળહળતા અરિહંતના આરાધકોની માંગણી કરી છે. પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજશ્રીએ આ ગ્રંથમાંજ અનેક વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે. પૂજ્યશ્રીની જ્ઞાનસંપદા અજોડ છે. તેમની તેજસ્વી કલમે રજૂ થયેલી ઘણી બધી સચોટ માહિતી એકીસાથે જ આપણને સાંપડે છે. સૂચિત ગ્રંથમાં શાસનના જ્યોતિર્વિદો લેખમાં વર્તમાન સમયના કેટલાક પ્રખર જ્યોતિર્વિદોના પરિચયો સંજોગોવશાત્ મૂકી શકાયા નથી જેને હવે પછી અનુકૂળતાએ જરૂર ન્યાય આપશું. ખાસ કરીને ભક્તિસૂરિ સમુદાયના જ્યોતિર્વિદ્ આચાર્ય શ્રી વિજય લબ્ધિસૂરિજી મહારાજની જ્યોતિષ વિદ્યામાં જ્ઞાનસંપદા અજોડ હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org