________________
ધન્ય ધરાઃ
માટે
"કો
કહS
વૈભવી કલા સંસ્કૃતિનું
નંદનવન આત્માની મલિનતાને ધોઈ નાખનારી તરણતારણ આ ધરાને લાખ લાખ વંદના.
જૈનોની સાંસ્કૃતિક સંપત્તિસ્વરૂપ જૈન શિલાલેખો, શિલ્પ–સ્થાપત્યો અને પૂર્વજોની પરંપરા પ્રમાણે શિલ્પશાસ્ત્રને આજ સુધી સાચવી વિવિધ કલાકૃતિયુક્ત જિનાલયો, જિનબિંબો તથા જેન આર્ટ ગેલેરીની શોભા વધારનાર સોમપુરા પરિવારોએ શિલ્પકળાની પ્રસરાવેલી શાશ્વત સોંદર્ય સુગંધ યુગો સુધી અવિચળ અને અમર રહેશે. ઓરિસ્સાના
ગુફામંદિરો અને ગુફાગૃહો, સમૃદ્ધ કોતરણીવાળા ગોમટેશ્વર, શ્રવણ બેલગોડા, બેંગલોર
કેવાળો, મથુરાના પ્રાચીન અવશેષોમાં સુંદર રીતે
શણગારલા તોરણો અને આયાગપટો એ બધા માત્ર અવશેષો જ નહિ પણ કલાલક્ષ્મીજીના જીવંત દશ્યો છે. મથુરાના કંકાલી ટીલાનું પૂ. મુનિશ્રીઓનું સંશોધન દાદ માંગી ભે તેવું છે. આ ધરા ઉપરના જિનપ્રસાદોના સન્મુખદર્શનો, શિલ્પોના મનોહર દશ્યો, જિનેશ્વરદેવોની વિરાટકાય પ્રતિમાઓ, મંદિરોના સોહામણા પ્રવેશદ્વારો, પ્રાચીન પુરાવશેષો, ચિત્રશૈલી, ચિત્રપટ્ટો, વાસ્તુકલાનો અનેરો વૈભવ, અર્વાચીન ધર્મસ્થાનકો, કલાકારીગરીથી શોભતા જિનમંદિરોના વિવિધ અંગોના દર્શન વંદનથી ધર્મ પરત્વેની આપણી શ્રદ્ધાભક્તિમાં વધારો થાય છે. આ પ્રકાશનગ્રંથમાં જ શિલ્પસ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂના જોવા મળશે. ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળ્યું છે તેમ શિલ્પમાં પણ પાર્શ્વનાથની વિલક્ષણતા આગવી તરી આવે છે. મહારાષ્ટ્રના શીરપુરમાં, ભદ્રાવતી ભાંડકમાં, સિકન્દ્રાબાદની બાજુમાં અલીરમાં, પ્રસિદ્ધ કુલપાકજી તીર્થમાં, તામીલનાડમાં ગુડીવાડા સ્ટેશન પાસે એ જ પ્રદેશમાં એક મ્યુઝીયમમાં અને એમ અનેક સ્થળે અર્ધ પદ્માસનવાળી તથા કાયોત્સર્ગ મુદ્રામાં એક જ તીર્થંકરની આટલી મોટી સંખ્યામાં પ્રતિમાજી બીજા કોઈ તીર્થકરની જાણમાં નથી. વિશ્વનું શ્રેષ્ઠ દર્શન
સનાતન સત્યના આધારભૂત આ વિશ્વધર્મનું બિરુદ પામેલા જૈન ધર્મ માટે જૈનેતર વિદ્વાનોનાં મંતવ્યો અત્રે પીરસાયાં છે. જેનેતરો આ ધર્મને ક્યા ભાવથી જુએ છે. અન્ય ધર્મોની હરોળમાં જૈન ધર્મ ક્યાં ઊભો છે એનું વિશિષ્ટ વિહંગાવલોકન આ ગ્રંથમાં કેન્દ્ર સાથે છે. પૂ. પં.શ્રી રશ્મિરત્નવિજયજી મહારાજશ્રીનો આ સંબંધી વિસ્તૃત લેખ ખરેખર અભ્યાસનીય બન્યો છે, પ્રાચીન અભિલેખો સંબંધી પણ ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત વિદ્યાના સાક્ષર શ્રી ભારતીબહેન શેલતનું યોગદાન નોંધપાત્ર બન્યું છે.
હિન્દુસ્તાનના અને જગતભરના તમામ ધર્મોમાં જૈન ધર્મ અતિ પ્રાચીન છે એવી ઉદ્ઘોષણાને પશ્ચિમના વિચારકો અને સાક્ષરો વારંવાર અને ભારોભાર સ્વીકારતા રહ્યા છે. વૈદિક અને આર્યસંસ્કૃતિનો મધ્યાહ્ન ભારતમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org