SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ તર્કશિરોમણિ યશોવિજયજી (હિરવિજયકલ્યાણવિજય-લાભવિજય-જિતવિજય, નયવિજયના શિષ્ય) થઈ ગયા. એવું પ્રમાણ છે કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પછી જિનશાસનમાં આટલા સર્વશાસ્ત્રવિદ્વાન થયા નથી. ગુજરાતના મહમૂદશાહ (બેગડો)એ થિરપાલને લાલપુર ગામ ભેટ આપ્યું હતું અને એ જ ગામમાં થિરપાલે દહેરું બંધાવ્યું હતું. એ થિરપાલના પૌત્ર હરખાશાને ત્યાં પુત્ર અવતર્યો અને તેનું નામ ઠાકરશી રાખવામાં આવ્યું હતું. ઠાકરશીનો જન્મ સંવત ૧૬૦૧ના આસો વદ પાંચમે સોમવારે થયો હતો. પંદર વર્ષ પછી ઠાકરશીએ સંવત ૧૬૧૬) હીરવિજયજીના હાથે મહેસાણામાં દીક્ષા લીધી હતી અને તેમનું નામ કલ્યાણવિજય રાખ્યું હતું ત્યારે દિલ્હીમાં અકબરનું શાસન હતું. યશોવિજયજી વિશે ઘણું કહી શકાય અને જેટલું કહીએ તેટલું ઓછું છે. પાટણના એક જ્ઞાનભંડારમાંથી મળેલી માહિતી પ્રમાણે યશોવિજયજીએ અનેકગ્રંથોની રચના કરી હતી : વીરસ્તવટીકા, ‘સિદ્ધાંતમંજરીટીકા’, ‘અલંકાર ચૂડામણિટીકા', ‘કાવ્યપ્રકાશટીકા’, ‘અનેકાંતવ્યવસ્થા', ‘તત્ત્વલોકવિવરણ', ‘જ્ઞાનાર્ણવ', ‘વેદાંતનિર્ણવ’, ‘તત્ત્વાર્થટીકા’, દૃષ્ટાંતવિશદીકરણ', ‘કૃપ ‘આનંદઘન બાવીસી’, ‘બાલાવબોધ’, ‘અધ્યાત્મોપદેશ’, ‘આત્મખ્યાતિ’, ‘છંદચૂડામણિટીકા', ‘જ્ઞાનસારચૂર્ણિ ’, ‘તત્ત્વવિવેક', ‘ત્રિસૂત્યાલોકવિધિ', ‘પ્રમારરહસ્ય’, ‘સ્યાદવાદરહસ્ય’, ‘માર્ગ પરિશુદ્ધિ’, ‘વિચારબિંદુ’, ‘વિધિવાદ’, ‘શઠપ્રકરણ’, ‘મંગલવાદ’, ‘દ્રવ્યાલોક’, ‘પાતંજલિ-યોગસૂત્રચતુર્થપાદવૃત્તિ’, ‘સિદ્ધાન્તતર્કપરિષાહ’, ‘ચતુર્વિશતિજિન (એંદ્ર) સ્તુત્ય' : જેવા અનેક ગ્રંથોની યાદી મળે છે. (એ જ, પા. ૧૯૭-૧૯૮). યશોવિજયજીએ ‘સીમંધર સ્વામી વિનતિરૂપ' નામે સ્તવન લખેલું એ સ્તવન ૫૨ તેમના સમકાલીન જ્ઞાનવિમલસૂરિએ પદ્યમાં બાલાવબોધ (ટબો) લખ્યો છે. તેમાં, આપેલા ગદ્યનું એક ઉદાહરણ લઈએ ઃ .........શ્રી જસવિજય નામા તેણઈ પોતાની રૂચિ આત્માનો ભાવ સંવિજ્ઞમાર્ગનો અનુભવ પ્રકટ કીધો, પરના ઉપગારને કીજઈ એ સ્તવન સાંભલે તેહનઈ કુમિત પરાભવ ન થાઈ. પોતાની મતિ સારૂ શાસ્રમર્યાદાની રીતિ સાંભળી ઘણા લોક લોકસંજ્ઞાના ગહિલા છે તે ડાહ્યા થઈ.......'' (એ જ, પા. ૨૦૩). અંચલગચ્છના કલ્યાણસાગરસૂરિ થઈ ગયા. સંસારી જિનદાસ તેમના શિષ્ય હતા. તેમણે વ્યાપારી રાસ’, ‘જોગી રાસ’, ‘પુણ્યવિલાસ રાસ' જેવી પદ્યકૃતિઓ રચી છે. ‘વ્યાપારી Jain Education International રાસ'નો રચનાકાળ સંવત ૧૭૧૯ છે. બદલાતી જતી ગુજરાતી ભાષાના સ્વરૂપનું એક ઉદાહરણ તેમાંથી જોઈએ (એ જ, પા. ૨૮૫) : સ્વર્ગ તણાં સુખ તે લહે, જે કરે જીવ યતન; આપ સમાવેડ લેખવે, તે પ્રાણી ધન્યધન્ય. ૧ યુગ વ્યાપારી જીવડો, બંદર ચોરાશી લાખ; પોઠીડા શું પરવર્યો, નવનવ નવલિ ભાખ. ૨ ૩૩૧ અઢારમી સદીમાં જૈન કવિઓ-સાહિત્યકારોએ ઘણું પ્રદાન કર્યું છે. તેમાંના ઘણા સંસારી પણ હતા. એટલું અવશ્ય સ્વીકારવું જોઈએ કે, જૈનસમાજમાં એક આગવી વ્યવસ્થા હતી, રચાતાં સાહિત્યને આવનારી પેઢીઓ માટે જાળવી રાખવાની કાળજી હતી અને તે થકી, આપણને ગુજરાતના અને ગુજરાત બહારના જ્ઞાનભંડારોમાંથી આવી સચવાયેલી અનેક કૃતિઓ મળે છે. ખરેખર તો, આવી સાહિત્યિક કૃતિઓને જતનથી સાચવનારા અનેક જ્ઞાનભંડારો પર જ લખાણ થઈ શકે તેમ છે. વિક્રમ સંવત ઓગણીસમી સદીમાં પણ અનેક આવી રચનાઓ થઈ છે. વીરવીમલસૂરિના શિષ્ય વિશુદ્ધવિમલે સંવત ૧૭૮૧માં મૌન એકાદશી સ્તવન'ની રચના કરી. તેના અંતે તેમણે લખ્યું છે (એ જ, ભાગ ૬, પા. ૧) સંવત સતર સીકા એકાસીઆ વરસે તવન રચું તેજી, જંગ અનુસારે જોઈ કીધી, બારે ગાથા મેં તંતેંજી....... એ જ શતકમાં મુનિ જિનવિજયજીના શિષ્ય ઉત્તમવિજય થઈ ગયા. તેમનો જન્મ અમદાવાદની શામળાની પોળમાં થયો હતો. જન્મ સંવત ૧૭૬૦માં અને દેહાવસાન સંવત ૧૮૨૭માં થયું. તેમણે ‘સંયમશ્રણીગર્ભિત મહાવીર સ્તવન સ્વોપશ'ની રચના કરી છે. સૂરત માંહે સૂરજમંડણ શ્રી જિનવિજય પસાયો, વિજયદયાસૂરિરાજે જગપતિ, ઉત્તમવિજય મલ્હારો રે..... (24 g, 41. 4) ઓગણીસમાં શતકમાં હિંદીમાં પણ જૈનસાહિત્યની રચનાઓ જોવા મળે છે ‘કેવળ સતાવની’, ‘લઘુ બ્રહ્મબાવની’ જેવી અનેક કૃતિઓ ત્યારે રચાઈ હતી. તો, ત્યારે પણ છંદ અને રાગમાં પણ પદ્યરચનાઓ થતી હતી. વૃદ્ધિવિજયજીએ સંવત ૧૮૦૯માં, આજના મહુવા (ત્યારે મધુમતિ)માં ‘ચિત્રાસેન પદ્માવતી રાસ’ની રચના કરી હતી અને રચનાનો રાગ ધન્યાસી હતો : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy