________________
ધન્ય ધરાઃ
ધન્યધરાનાં તેજવલયો : ચિરંજીવી સુવાસ
‘ધરતીતિ ઘરા’ જે પ્રાણીમાત્રને પોતાની ગોદમાં ધારણ કરે તે ધરા. ભારતવર્ષની ભોમકા ખરેખર ધન્યધરા છે, કારણ અહીંની સાડાપચ્ચીશ આર્યભૂમિના ક્ષેત્રવિસ્તારમાં આર્યો ઉત્પન્ન થયાં અને થશે. આ આર્યક્ષેત્રમાં ધર્મમાર્ગની શાશ્વત સૌરભ પ્રસરાવતા તીર્થપતિઓ દરેક ઉત્સર્પિણી–અવત્સર્પિણીકાળમાં ૨૪-૨૪ની સંખ્યામાં જન્મધારણ કરે છે, ચારિત્રપૂત મંગલ જીવન જીવે છે અને નિર્વાણ પામી ગયા પછી પણ જેમની પ્રભાવક પરંપરામાં અનેક આરાધકોએ પ્રભુજીની આજ્ઞાઓને શિરોધાર્ય કરી જૈનશાસનને
જયવંતું અને ઝળહળતું રાખ્યું છે. વિક્રમની શ્રમણ પરંપરાને લાખ લાખ વંદનાઓ
| અગીયારમી સદીમાં પ્રદ્યુમ્નસૂરિ, ધનંજયસૂરિ, ગોવિંદાચાર્ય, સૂરાચાર્ય, વાદીતાલશાંતસૂરિ, મહેન્દ્રસૂરિ, જિનેશ્વરસૂરિ અને મહારાજા નાગાર્જુન અને બારમી સદીમાં માલધારી અભયદેવસૂરિ, મલધારી હેમચન્દ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, આનંદસૂરિ, અમરચંદ્રસૂરિ, જિનદત્તસૂરિ વગેરેએ શાસન પ્રભાવનાનું ગજબનું કામ કર્યું છે.
આ પુનિતપાવન ધર્મધારાની ચિરંજીવી સુગંધી તો જૂઓ! આજે પણ અનેક એકાંતવાદી ધર્મોના એકાગ્રહથી મુક્ત સર્વધર્મમાં ગુણાનુરાગ તથા સ્યાદ્વાદથી પોતાનું આગવું સ્થાન પામનાર જગન્ને કોઈ ધર્મ હોય તો તે છે જૈનધર્મ અને શાશ્વત સિદ્ધાંતોની સુવિશુદ્ધ પ્રરૂપણા કરનાર જો કાંઈ હોય તો તે જૈનદર્શન છે. જેનદર્શન એ મોક્ષદર્શન છે. મોક્ષ જ સૌનું ચરમ લક્ષ્ય છે. મોક્ષ માટેનો ઉપાય યોગ છે. એમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય એ રત્નત્રયી છે. પૂર્વના સંસ્કારો અને ભવિતવ્યતાના યોગે આ રત્નત્રયીની આરાધના અલગ રૂપોવાળી બને છે. કોઈને ધ્યાન, કોઈને જપ, કોઈને તીવ્ર તપ ફાવે છે, અને આ બધા સાધનોમાંથી છેવટે મુક્તિ જ ચરમ ધ્યેય છે.
શુદ્ધ વૈજ્ઞાનિક કોટીના તર્ક અને યુક્તિની સરાણે ચઢાવીને પરખાયેલા સત્યાન્વેષણની ગહન મીમાંસા આ જૈનદર્શને જ આપી છે, માટે જ કહેવાયું છે કે એક સારો વિચાર કે એક સુંદર આચાર એ બધું જ ખરેખર તો તીર્થકર દેવોનું પ્રભાવ–ઐશ્વર્ય જ સમજવું. આ ધર્મનું સ્વરૂપ, એનું તત્ત્વજ્ઞાન, તેના આચાર વિચાર, એના અપ્રતિમ સિદ્ધાંતો કોઈને પણ અપીલ કર્યા વગર રહી શકતા નથી.
આ ધરા ઉપર જૈનોના આચારવિચારનો મજબૂત બાંધો કોઈ ખાસ વિકૃતિ વગર હજારો વર્ષથી અકબંધ જળવાઈ રહ્યો છે, તેનાં કારણોમાં આ ધર્મની સર્વાગ સંપૂર્ણ દોષરહિત માંડણી જોવા મળે છે. જૈનશાસનની આ અપ્રતિમ દેણગી છે. જેમ વનસ્પતિ-વૃક્ષો જીવ છે તેમ પાણી પણ જીવ છે આ વાત જૈનોની મહાન દેન છે. આ ધરા વિષે એમ પણ કહેવાય છે કે વિશ્વના સાંસ્કૃતિક ઉત્થાન માટે જ્યોતિર્ધરો યુગે યુગે અવતાર ધારણ કરે છે ત્યારે એવા યુગપુરુષને સહાયરૂપ થવા માટે સત્યરુષો આકર્ષણથી આપોઆપ તેમની પાસે ખેંચાઈને આવે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org