________________
::
યુવચન)
[સંપાદક-પ્રકાશકનું નમ્ર નિવેદન] 'ધન્યધરા : શાશ્વત સરભ)
નંદલાલ બી. દેવલુક વિશ્વમાં આજનું વિકસિત મનાતું વિજ્ઞાન બ્રહ્માંડના અતિ વિશાળ ગવાક્ષમાં તો પહોંચ્યું જ નથી. હમણાં સુધી ચન્દ્રની વાતો થતી હતી હવે મંગળ મંગળની વાતો સંભળાય છે.
પણ આ બ્રહ્માંડમાં ભારત ભલે પાંચ છ આંગળ જેવડું જ નકશામાં હોય ભારતનો અર્થ જ ભા = આત્મવિદ્યાના દિવ્ય પ્રકાશમાં નિરત રહેતાં અહંન્તો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો, સાધુસાધ્વીઓ ૨૪ કલાક બોલવામાં, બેસવામાં, આહાર લેવામાં, ચાલવામાં, દેહની નાની મોટી બધી જ ક્રિયાઓમાં અને વિશેષ વાણીવ્યવહારમાં, મનના ભાવજગતમાં પંચાસ્તિકાયને પીડા ન થાય, કોઈનો દ્રોહ ભૂલભૂલમાં યે ન થઈ જાય, પૂર્વભવમાં આવું બન્યું હોય તો તેનું પ્રાયશ્ચિત્તપૂર્વક ઉપશમન શી રીતે થાય એની સતત ખેવના અને કાળજી રાખનારા ગુણવૈભવી જૈન સમાજનો સોનેરી સૂર્ય આ ધરા ઉપર યુગોથી ઝળકી રહ્યો છે.
આ અહંન્તોની પરમ પવિત્ર ભૂમિ છે. અહંન્તના અતિ સુંદર તત્ત્વાભિગમિક અર્થો ખુદ તીર્થકર ભગવંતોએ સમજાવ્યા છે. અહં = પૂજવાયોગ્ય, ઉપાસવા યોગ્ય, અનુસરવા યોગ્ય-આ બધા અર્થો ભગવતીસૂત્રમાં જોવા મળે છે. વળી અહતું એટલે પ્રાણ, શરીર, ઇન્દ્રિયો, અંત:કરણ, આંતરકષાયો બધા પર દ્વેષ રાખ્યા વિના તેને જીતીને અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર્યની ઉપલબ્ધિ કરવી અને એવા પરમ પદે વિરાજવું જેનાથી વધુ જયેષ્ઠ, વધુ શ્રેષ્ઠ કશું નથી. હોઈ શકે પણ નહીં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org