________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ઓરમાયા પુત્ર જેવું જ વલણ જોવાય છે. હજારો વર્ષથી જીવતા જૈનધર્મના જ્ઞાનના અભાવે ગુજરાતના શિક્ષણજગતમાં ચાલતા ગુજરાતી આદિ ભાષાના પુસ્તકોમાં અને અન્ય સાહિત્યમાં પણ જ્યાં જ્યાં ભગવાન મહાવીર કે જૈનધર્મ વિષે લખ્યું છે ત્યાં ત્યાં દમ વિનાનું, છીછરું લખાયું છે અને કેટલીક વાર તો ધર્મના મર્મની સમજણના અભાવે ખોટા વિધાનો કરીને જાણે-અજાણે ખોટી હકીકતો રજૂ થઈ ગઈ છે. આ બધાના કારણોની સમીક્ષાઓનું આ સ્થાન નથી, પરંતુ વિદ્વાનોને મારી સાનુરોધ પ્રાર્થના છે કે તેઓ ઊંડા ઊતરે અને લખવા પહેલા જૈન વિદ્વાનોને બતાવીને પછી મુદ્રિત કરે, તો અભાવ થવા નહીં પામે. આશા રાખીએ કે હવે તેઓ પોતાની જ્ઞાનસાધનામાં જૈન વિદ્વાનો, કવિઓ, ગ્રંથકારોને જરૂર સ્થાન આપશે.”
કદાચ વિ.સં. ૨૦૧૩માં લખાયેલી આ વાતના જવાબમાં શ્રી નંદલાલભાઈ દેવલુકે જન્મે જેન ન - હોવા છતાં કર્મણા પાકા જૈન બની જૈન સાહિત્યની વણથંભી યાત્રા આરંભી. સદ્દભાવનાની સંપત્તિ લઈ એકવાર તેઓ મળ્યા ત્યારે તેમણે મને વિનંતી કરી.
ગુરુદેવ! મારી એક ઇચ્છા છે આપ “ધન્યધરા શાશ્વત સૌરભ ભાગ-૧” જોઈ લો તો મને સંતોષ થશે. વિહાર-પાઠ-પ્રવચન-પ્રસંગોની જવાબદારી હોવા છતાં એમની સદ્ભાવના જોઈ ‘હા’ પાડી.
જેમ જેમ પ્રફો જોતો ગયો તેમ તેમ એક વાત હૈયામાં સ્થિર થતી ગઈ. ઘણા લોકો “જૈનમ્ જયતિ શાસનમુ”ના જયનાદો બોલી જાય છે. જ્યારે અહીં એના ઢગલાબંધ પુરાવાઓ ભેગા કરવાની જેહમત ઉઠાવવામાં આવી છે. જે માનવ મનને તંદુરસ્તી અને પુષ્ટિને બક્ષે છે. આધ્યાત્મિક સૌરભથી મઘમઘતા સુમન સમી રચનાઓના સતત વાંચનથી માનવ મન દુર્વિચારથી બચે છે અને આત્મા શુભ ધ્યાનમાં સ્થાપિત થાય છે. પુરુષાર્થ માટે તેમને ધન્યવાદ આપવો ઘટે-આજ રીતે તેઓ ભવિષ્યમાં પણ જિનશાસનની સેવા કરતા રહે તેવી શુભેચ્છા.
જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ્ તા. ૧૭-૮-૨૦૦૮
પૂજ્યપાદ, તપાગચ્છાચાર્ય, અઠવાલાઈન્સ, લાલબંગલો
સૂરિપ્રેમભુવનભાનુજિતેન્દ્રસૂરીશ્વરજી પટ્ટધર, અનેક તીર્થોદ્ધારક, ૨૭૧ દીક્ષાદાનેશ્વરી આ.ભ. શ્રી
ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના વિનેય પંન્યાસ રસિમરત્નવિજયજી મ.સા.
સુરત
(
ક
Fી .
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org