SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ જૈન ધર્મની અદભૂતતા એના ત્રિકાલાબાધિત સિદ્ધાંતોને આભારી છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પાંચ મહાવ્રતો સાધુઓ પાળે....શ્રાવકો આજ પાંચ વ્રતો અણુરૂપે પાળે. આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંતવાદ-સ્યાદ્વાદ અને વ્યવહારમાં કર્મવાદ આ જીવન જીવવાની એક ઉત્તમ શૈલી માનવમાત્રને જૈનધર્મે ભેટ ધરી છે. અહિંસાને તો વિશ્વવ્યાપી પ્રતિસાદ મળી જ ગયો છે. જૈનધર્મના આ અને આવા પ્રકારના અનેકવિધ પાસાઓના કારણે શાશ્વત સૌરભે પ્રથમ ભાગમાં જૈનધર્મની સુવાસ ફેલાવવાનું મુનાસિબ માન્યું છે. જૈન ધર્મના તત્ત્વો ઉપર અપાર શ્રદ્ધા ધરાવનારા સાહિત્યપ્રેમી શ્રી નંદલાલભાઈ દેવલુકને અમે છેલ્લા કેટલાય વર્ષોથી ઓળખીએ છીએ. જન્મના જૈન ન હોવા છતાં કર્મણા જૈન એવા આ મહાનુભાવના હૈયામાં એક ધગશ મેં રમતી જોઈ. મારે જૈનધર્મની મહાનતાને ઘેર ઘેર પહોંચાડવી છે. બસ આ એક ખેવનાના સથવારે તેઓ સાહિત્યના પ્રવાસે નીકળી પડ્યા અને એક પછી એક મહાકાય ગ્રંથો પ્રગટ કરતાં ગયા. પાંચ-પચીશ પાનાની પુસ્તિકા પણ છાપવી હોય તો કેટકેટલીય મથામણો ને પળોજણોમાંથી પસાર થવું પડે જાણે અભિમન્યુના સાત કોઠા ન હોય! સર્વપ્રથમ વિષય પસંદગી, તેને અનુરૂપ મેટર, પ્રિન્ટીંગ, પ્રફરીડિંગ, અર્થવ્યવસ્થા, યોગ્ય વ્યક્તિના હાથમાં પહોંચાડવી આદિ ઘણા ઘણા કાર્યો રહેતા હોય છે અને સૌથી મોટી વાત વાચકોનો પ્રતિભાવ! એ જો સાનુકૂળ હોય તો એ સાહિત્યયાત્રા આગળ ચાલે નહીંતર અચ્છા અચ્છા રૂસ્તમો થાકી જતાં હોય છે. . નંદલાલભાઈ એકલા હાથે આ બધું કરતાં કરતાં આ સૌરભ પ્રસારમાળા તૈયાર થઈ છે. જિનશાસનની સેવાની એમની ભાવનાની ખરેખર અનુમોદના કરવાનું મન થઈ જાય છે. આ પ્રથમ ભાગમાં આપેલ ગુણવાનોની ગુણગરિમાને પીછાણી ગુણવાન બનાશે તો આ પ્રયત્ન લેખે ગણાશે. “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ ભાગ-૧' ગ્રંથના મુખ્ય વિભાગો અને એના દ્વારા આવરી લેવાયેલા અનેક વિષયો તરફ એક નજર કરીશું તો ખ્યાલ આવશે કે જૈન શાસનના કેટકેટલા વિષયો આમાં આવરી લેવાયા છે. અહંત ગુણવૈભવ દર્શનમાં નમો સિદ્ધાણં : સિદ્ધોનો જીવન બોધ, શ્રુતસંપદા : અનેકોનું આદાનપ્રદાન, અહો જૈનદર્શનમ્, વિહરમાન વંદુ જિંન વીશ, અહંતોએ કોના માટે મુક્તિદ્વાર ખોલી આપ્યા? જૈનદર્શનના શ્રતધરો, આત્માનુભૂતિના જેન જ્યોર્તિધરો, જિનદર્શનના પ્રખર દાર્શનિકો, આગમ સાહિત્યનો તત્ત્વબોધ, Research in Religion! વિભાગના નામ અનુસાર આમાં અરિહંત પરમાત્માના સ્વભાવ અને પ્રભાવનું અચિંત્યરૂપ જોવા મળશે. ચાવી નાની હોય પણ ખજાનો પાર વિનાનો હોય. ચાવી તિજોરી જેટલી ન હોય પણ માલ નાની ચાવીને અધીન હોય છે. આ વિભાગ એવી ચાવીઓનો ઝૂમખો છે. માંગલિક ભક્તિદર્શન વિભાગમાં શત્રુંજય ગિરિરાજના પુણ્યપ્રભાવક ભક્તો, સમાધિમરણના પ્રાપ્તકર્તાઓ, વિશિષ્ટ બ્રહ્મચર્યવ્રતધારીઓ, જિનદર્શનના મુહૂર્ત જ્યોતિર્વિદો. આખું વિશ્વ તીર્થકરોની સ્તુતિ કરે, સ્તવના કરે, પ્રશંસા કરે અને તીર્થકરો જે ગિરિરાજની બે મોઢે પ્રશંસા કરે. “કોઈ અનેરુ જગ નહીં, એ તીરથ તોલે, એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે મહાવિદેહમાં વિચરતા ભગવાન સીમંધરસ્વામી પણ જેના વખાણ કરે એવું મહાન તીરથ ભારતભૂમિને અરે! ગરવી ગુર્જર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy