________________
૨૦
જ્યારે ધર્મ તો વિશાળ આકાશ છે. પંખીમાત્રને એમાં ઉડવાનો અધિકાર છે. ધર્મ તો નદીનું કલકલ વહેતું નિર્મલ જળ છે. જે દરેકની તરસ છીપાવે છે. ધર્મ તો વડલાનો વિશાળ વૃક્ષ છે જે પથમાં થાકેલાઓનું વિશ્રામસ્થળ છે.
ધન્ય ધ૧રા
મળતી સામગ્રીના આધારે એટલું તો ચોક્કસ કહી શકાય કે ભગવાન મહાવીરથી સમ્રાટ સંપ્રતિ અને મહામેઘવાહન કલિંગાધિપતિ ખારવેલ ચક્રવર્તીના સમયમાં જૈનધર્મ સોળેકળાએ વિકસેલો હતો. એ વખતે જૈનધર્મ રાષ્ટ્રધર્મ કહેવાતો હતો. અને ભારતના પ્રત્યેક પ્રાંતમાં જૈનધર્મનો તે સમયમાં ખૂબ ખૂબ પ્રસાર હતો. એટલું જ નહીં ભારત બહારના પ્રદેશોમાં પણ જૈનધર્મનો ઝંડો ફરકતો હતો. સમ્રાટ શ્રેણિક (બિંબસાર)એ પશ્ચિમના પ્રદેશોમાં ખાનગી માણસો મોકલી જૈનધર્મનો પ્રચાર કરાવ્યો. આજ કારણે અનાર્યદેશના આઇકપુરના રાજકુમાર આર્દકકુમારે ભગવાન મહાવીરના ચરણકમળોમાં ભાગવતી જૈનદીક્ષા અંગીકાર કરી. મગધાધિપતિ શ્રેણિક પુત્ર કોણિક, ઉદાયન આ બધા જૈન હતા. શ્રેણિક રાજા તો પ્રભુ મહાવીરનો એવો પરમ ભક્ત હતો કે આવતી ચૌવીસીમાં પ્રથમ તીર્થંકર પદ્મનાભ બનશે, એવી ભક્તિ એમણે કરેલી.
ત્યારબાદ નવનંદો આવ્યા એ'ય જૈન હતા. શકડાલ આદિ એના બુદ્ધિમાન મંત્રીશ્વરો પણ જૈન હતા. અપમાનિત થઈ નંદવંશના ઉત્થાપનની પ્રતિજ્ઞા કરનાર ચાણક્ય પણ જૈન બ્રાહ્મણ હતો. ચાણક્યનો જ્યારે જન્મ થયો ત્યારે એના પિતા ચણકે જૈનમુનિને દીકરો બતલાવ્યો. દાંતવાળો બાળક જોઈને મુનિથી બોલી જવાયું ‘આ રાજા બનશે' ચણકે કહ્યું ગુરુદેવ! બે મિનિટ ઊભા રહો. અંદર જઈ વિચારે ચઢ્યો ‘રાજેશ્વરી સો નરકેશ્વરી’ મારો દીકરો દુર્ગતિમાં જાય એ મને કેમ પાળવે? એના દાંત સાણસીથી ઘસી કાઢ્યા. ગુરુદેવે કહ્યું કે હવે
એ રાજા નહીં પણ છાયા રાજા બનશે.
મૌર્ય ચંદ્રગુપ્ત પણ ચાણક્યના પ્રભાવે જૈન બન્યો. બૃહત્કલ્પભાષ્યમાં પૌષધમાં રહેલ ચંદ્રગુપ્ત રાજાના સોળ સ્વપ્નાઓની ચર્ચા કરવામાં આવેલ છે. ચંદ્રગુપ્ત પુત્ર બિંબસાર પુત્ર અશોક સમ્રાટ પુત્ર કૃણાલ પુત્ર સમ્રાટ સંપ્રતિનો ઇતિહાસ તો ઘણો જ રોમાંચક છે. આચાર્ય સુસ્થિતસૂરિ મહારાજ પાસે ભોજનના અર્થી ભિક્ષુકે દીક્ષા લીધી. માત્ર એક જ દિવસનું દીક્ષાપાલન....પ્રભાવ એવો જબરદસ્ત કે મરીને કૃણાલનો પુત્ર થયો. એક મહિનાની ઉંમરે સંપૂર્ણ ભારતનું સામ્રાજ્ય મળ્યું. જૈનધર્મ પ્રત્યે કૃતજ્ઞભાવે સંપ્રતિરાજાએ સવા કરોડ જિનપ્રતિમાઓ ભરાવી અને સવાલાખ જિનમંદિરો બનાવ્યા. આ સમ્રાટે પોતાના માણસો મોકલી અનાર્યદેશોમાં પણ જૈનધર્મનો જોરદાર પ્રચાર કરાવ્યો. માટે જ ત્યાં ખોદકામ કરતાં એવા પદાર્થો નીકળી રહ્યા છે જેનાથી ત્યાં જૈનધર્મનો પ્રચાર હતો એમ સાબિત થાય છે.
આષ્ટ્રિયા પ્રાંતમાં હંગેરી શહેરમાં ભગવાન મહાવીરની અખંડ મૂર્તિ મળી છે. અમેરિકામાં તામ્રમય સિદ્ધચક્રના ગટા અને મંગોલિયા પ્રાંતમાં અનેક જૈનમંદિરોના સાવશેષો ઉપલબ્ધ થયા છે. આફ્રિકામાં જૈનાચાર્યની અધ્યક્ષતામાં શત્રુંજય ગિરનાર આદિ તીર્થોની રચના થઈ ત્યારે ત્યાં જૈનધર્મનો સારો પ્રભાવ પડેલો. આજ રીતે તિબ્બતમાં જરૂર પડ્યે જૈનાચાર્યશ્રીએ જઈ શાસ્ત્રાર્થ કરી જૈન શાસનનો ઝંડો ફરકાવ્યો.
ઓરિસ્સાના ભુવનેશ્વર નજીક આવેલી ખંડિગિરની હાથીગુફા ઉપર ઇસ્વી પૂર્વે ૨૦૦ વરસ ઉપર કલિંગાધિપતિ મહામેઘવાન જૈન રાજા ખારવેલે ગુફાઓના દરવાજા ઉપર પોતાની આત્મકથા લખાવી છે તેના પ્રારંભમાં જૈનધર્મનો સર્વશ્રેષ્ઠ નવકાર મહામંત્ર લખાવ્યો છે. “નમો અરિહંતાણં''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org