________________
શાશ્વત સૌરભ ભાગ-૧
દ્રવ્યાનુયોગ:-(૧) પ્રવચનસાર (કુંદકુંદનું). (૨) સમયસાર (કુંદકુંદનું). (૩) નિયમસાર કુંદકુંદનું). (૪) પંચાસ્તિકાય (કુંદકુંદનું). (૫) તત્ત્વાર્થાધિગમસૂત્ર (ઉમાસ્વાતિનું) અને તેની સમંતભદ્ર, પૂજ્યપાદ, અકલંક, વિદ્યાનંદ આદિ કૃત ટીકાઓ. (૬) આપ્તમીમાંસા (સમંતભદ્રનું) તથા તેની અકલંક, વિદ્યાનંદ આદિ કૃત ટીકાઓ. ચરણાનુયોગ —(૧) મૂલાચાર (વટ્ટકેરનું). (૨) ત્રિવર્ણાચાર (અપ્રાપ્ય છે). (૩) રત્નકરેંડ શ્રાવકાચાર (અપ્રાપ્ય છે).
જૈન જ્ઞાનભંડારો
પ્રાચીન ભારતમાં જ્ઞાનપ્રસારની પદ્ધતિ મૌખિક હતી. મુનિઓ દ્વારા કંઠસ્થ કરાયેલા ધર્મશાસ્ત્રો શિષ્યો શ્રુત (=શ્રવણ) પરંપરાથી ગ્રહણ કરીને પેઢી દર પેઢી હસ્તાંતરિત કરતા. મૌખિક પ્રસારણની આ પદ્ધતિમાં સામાજિક, રાજકીય કે પ્રાકૃતિક કારણોથી ઊભા થતાં વિપરીત સંજોગો ઉપરાંત કાળાધીન પરિબળો શાસ્ત્રો માટે વિનાશક તથા તેના મૂળ સ્વરૂપની રક્ષામાં બાધક નીવડતાં. આ કારણે શાસ્ત્રોના શુદ્ધ સ્વરૂપની જાળવણી માટે જૈન આચાર્યોએ સમયાનુસાર ત્રણ વિદ્વત્પરિષદો ભરેલી, જેમાં જૈન શ્રુતને વ્યવસ્થિત રૂપ અપાતું રહેલું. જૈન ઇતિહાસમાં આને વાચનાઓ કહે છે. આવી પહેલી વાચના વીર નિર્વાણના ૧૬૦ વર્ષે પાટલીપુત્રમાં, બીજી વાચના આચાર્ય સ્કંદિલ (વીરનિર્વાણ સંવત ૮૨૭થી ૮૪૦)ની નિશ્રામાં મથુરામાં અને લગભગ એ જ ગાળામાં ત્રીજી વાચના નાગાર્જુનસૂરિની અધ્યક્ષતામાં વલભી (વર્તમાન વલભીપુર, જિલ્લો ભાવનગર)માં યોજાયેલી. ત્યારપછી શાસ્ત્રની સંઘટનાને સ્થાયિત્વ આપવા માટે વીર સંવત ૯૮૦ (ઈ.સ. ૪૫૩/૪૬૬)માં જૈન શ્રમણોની એક પરિષદ ફરી વલભીમાં મળી. આમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં જૈન સિદ્ધાંત (અંગ અને ઉપાંગ)ને લેખિત સ્વરૂપ આપવામાં આવ્યું. આ શકવર્તી ઘટના જૈન ઇતિહાસમાં આગમોના ‘પુસ્તકારોહણ' તરીકે નોંધાઈ છે.
શ્રુતિ-સ્મૃતિ પદ્ધતિમાં જ્ઞાનના અર્જુન અને પ્રસાર જે કષ્ટસાધ્ય હતાં તે લિખિત પદ્ધતિના આરંભથી ઘણા સરળ બની ગયા. આમ થતાં વધુ ને વધુ શ્રમણો વિદ્યાવ્યાસંગ તરફ વળ્યા અને જૈનોમાં જ્ઞાનક્ષેત્રે સર્જનાત્મક પ્રવૃત્તિએ વેગ પકડ્યો, પરંતુ તેની જ સાથે લખાતા ગ્રંથોને રાખવા-સાચવવાની નવી સમસ્યા
Jain Education International
૨૦૧
ઊભી થઈ. કારણ એ હતું કે જૈન સાધુઓ માટેનાં મહાવ્રતોમાં અપરિગ્રહનો સમાવેશ થતો હોવાથી તેઓ અન્ય ચીજવસ્તુઓની જેમ પુસ્તકો પણ રાખી શકતા નથી. જ્ઞાનપ્રધાન જૈન ધર્મમાં આ અનિવાર્ય સમસ્યાના ઉકેલરૂપે શાસ્ત્રગ્રંથોના સંગ્રહ અને સંરક્ષણની જવાબદારી જૈન ધર્મસંઘે ઉપાડી લીધી. પરિણામે જ્ઞાનભંડારો ઊભા થયા. વળી પુસ્તકો લખાવીને સાધુ-સાધ્વીને અર્પણ કરવાં તે શ્રાવકો માટેનાં સાત ક્ષેત્રોમાંનું એક ગણાયું હોવાથી જૈન રાજવીઓ, મંત્રીઓ અને ધનિક ગૃહસ્થો જૈન આગમોના શ્રવણ કે તપશ્ચર્યાના ઉદ્યાપન કે પોતાનાં પાપોની આલોચના નિમિત્તે અથવા સ્વજનના કલ્યાણાર્થે પુસ્તકો લખાવીને અર્પણ કરતા.
ચૌલુક્ય નરેશ સિદ્ધરાજ જયસિંહે ૩૦૦ લહિયાઓ પાસે બધાં દર્શનોની પ્રત્યેક શાખાને લગતાં પુસ્તકો લખાવીને અણહિલવાડ પાટણમાં રાજકીય ગ્રંથાલયની સ્થાપના કરેલી તથા આચાર્ય હેમચંદ્રના ‘સિદ્ધહેમશબ્દાનુશાસન'ની સવા લાખ નકલો કરાવીને અન્ય રાજાઓ તથા વિદ્વાનોને ભેટ મોકલાવી હતી. સિદ્ધરાજનો અનુગામી રાજા કુમારપાળ જૈનધર્મી હોઈ તેણે ૨૧ જ્ઞાનભંડારો સ્થાપ્યા હતા. જૈન મંત્રીઓમાં વસ્તુપાલ (તેના શ્રેષ્ઠીબંધુ તેજપાલ સાથે), પેથડશાહ અને મંડન જ્ઞાનભંડારોની સ્થાપના માટે જાણીતા છે. આ ઉપરાંત સંખ્યાબંધ ધનવાન શ્રાવકોએ જ્ઞાનભંડારોની સ્થાપના અને વિસ્તાર કરીને ધર્મલાભ મેળવ્યો છે. વિવિધ પ્રદેશોમાં વિહાર કરતા સાધુઓ માટે વિવિધ પ્રજાઓની ભાષા, સંસ્કૃતિ, ધર્મ, રીતરિવાજો વગેરેનો અભ્યાસ જૈન સિદ્ધાંતોના પ્રચાર માટે, શાસ્ત્રાર્થ માટે અને પોતાની વિચારધારાને વધુ સમૃદ્ધ કરવા માટે જરૂરી હોવાથી જૈન જ્ઞાનભંડારોમાં અન્ય ભારતીય ધર્મસંપ્રદાયોના તથા ધર્મનિરપેક્ષી વિષયોના ગ્રંથો પણ સંદર્ભ માટે રાખવામાં આવતા. આ કારણે ૧૦૦૦ વર્ષ જૂની તાડપત્રની પોથીઓ કે કાગળ પર લખેલી હસ્તપ્રતો પણ તેમાં સચવાઈ શકી છે. આવાં અલભ્ય પુસ્તકોમાં રાજશેખરનું ‘કાવ્યમીમાંસા', લોકાયત દર્શનનું એકમાત્ર ઉપલબ્ધ પુસ્તક જયરાશિનું ‘તત્ત્વોપપ્લવ', બૌદ્ધ દર્શન અંગેનું શાંતરક્ષિત અને કમલશીલ રચિત ‘તત્ત્વસંગ્રહ', વત્સરાજનાં નાટકો આદિનો સમાવેશ થાય છે.
શ્વેતાંબર પંથમાં જ્ઞાનભંડારોનું પ્રમાણ વધુ હોવાથી ગુજરાત અને રાજસ્થાનમાં અનેક ગામો અને નગરોમાં તે જોવા મળે છે. તેમાંના મુખ્ય નીચે પ્રમાણે છે : અમદાવાદ, પાટણ, પાલણપુર, રાધનપુર, ખંભાત, ભાવનગર, ઘોઘા, પાલિતાણા,
For Private & Personal Use Only
www.jainelibrary.org