SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ધન્ય ધરાઃ લીંબડી, વઢવાણ, માંગરોળ, જામનગર, કોડાય, છાણી, વડોદરા, પાદરા, દરાપરા, ડભોઈ, સિનોર, ભરૂચ અને સુરત (બધા ગુજરાતમાં) તથા જાલોર, બાડમેર, જૈસલમેર, પાલી, આહોર, ઉદયપુર, મુંડારા, નાગૌર અને બિકાનેર (બધા રાજસ્થાનમાં). આ ઉપરાંત મુંબઈ (મહારાષ્ટ્ર); રતલામ અને શિવપુરી (મધ્યપ્રદેશ); આગરા અને વારાણસી (ઉત્તરપ્રદેશ); કોલકતા અને બાઉચર (પશ્ચિમબંગાળ) તથા હોશિયારપુર, ગુજરાનવાલા અને ગ્રંડિયાલા (પંજાબ). આ તમામમાં પાટણનો હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર (મૂળ સંઘવીના પાડાનો) જ્ઞાનભંડાર, ખંભાતનો શાંતિનાથ દેરાસરનો અને જેસલમેરનો કિલ્લામાંનો જ્ઞાનભંડાર તેમાંની ઈ.સ.ની ૧૧મીથી ૧૫મી સદી સુધીની તાડપત્રીય હસ્તપ્રતો માટે જાણીતા છે. દિગંબર સંપ્રદાયનો મુખ્ય જ્ઞાનભંડાર કર્ણાટકના મૂડબિદ્રીના “સિદ્ધાંત મંદિર'માં છે. ' જન પ્રાકૃત સાહિત્ય ભગવાન મહાવીરે તેમનો ઉપદેશ સ્ત્રીઓ, આબાલવૃદ્ધ અને નિરક્ષરો સમજી શકે તે માટે લોકભાષા પ્રાકૃતમાં આપેલો. પ્રાકૃતની જે લોકભાષાનો તેમણે ઉપયોગ કરેલો તે અર્ધમાગધી (મગધ અને શૂરસેન=વર્તમાન વ્રજમંડલ-વચ્ચે બોલાતી લોકભાષા) હતી. તેમને અનુસરીને બધા જૈનશ્રમણોએ પણ અર્ધમાગધી પ્રાકૃતમાં જ ધર્મપ્રચાર કરેલો. આથી પ્રાચીનતમ જૈન સાહિત્ય (આગમ અને આગામેતર) પ્રાકૃતની શાખા અર્ધમાગધીમાં લખાયેલું છે. આ સિવાયનું જૈન સાહિત્ય પ્રાકૃતના ઉત્કૃષ્ટ રૂપ મહારાષ્ટ્ર પ્રાકૃતમાં છે, જે સમયાંતરે જૈનધર્મનું કેન્દ્ર પશ્ચિમ ભારતમાં ખસતાં અર્ધમાગધી પર થયેલી પશ્ચિમ ભારતની ભાષા અને બોલીઓની અસરમાંથી ઉદ્ભવેલી હતી. જૈન મતના પ્રચાર માટે શ્રમણોએ વિવિધ કથાઓ અને આખ્યાનોની રચના કરીને પ્રાકૃત સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આ કથાગ્રંથોમાં ધર્મને કેન્દ્રમાં રાખીને આખ્યાનો લખવામાં આવ્યાં છે. કથા ભલે અર્થોપાર્જન વિષયક કે કામવિષયક હોય, પણ તેનો મુખ્ય ઉદ્દેશ ધર્મસ્થાપનાનો જ રહ્યો છે. સંઘદાસ ગણિની સુખ્યાત વસુદેવહિંડી’માં શૃંગારકથાને નિમિત્તે ધર્મકથાનું જ નિરૂપણ થયું છે. આગમ રચનાકાળના સાહિત્યમાં નોંધપાત્ર પ્રાકૃત ગ્રંથો રચાયા છે. તેમાંનો જૈન કથાસાહિત્યનો સર્વપ્રથમ ગ્રંથ, જે આજે અનુપલબ્ધ છે, તે “ણાયાધમ્મકહાઓ' (= જ્ઞાતૃધર્મકથા) છે. આમાં ૧૯ અધ્યયનોમાં જ્ઞાતૃપુત્ર મહાવીરના મુખે કહેવાયેલી અનેક કથાઓ અને ઉપકથાઓ સંગ્રહાયેલી હતી. આ કાળની અન્ય કૃતિઓમાં ‘ઉપાસકદશા' (શ્રી મહાવીરના દશ ઉપાસકોની કથા), “અંતકૃશા’ (અહંતોની કથા), “વિપાકસૂત્ર' (શુભ અને અશુભ કર્મોનાં ફળ સંબંધી કથાઓ), ‘ઉત્તરાધ્યયનસૂત્ર' (ત્યાગવૈરાગ્યની સંવાદાત્મક કથા) ઉલ્લેખનીય છે. પ્રાકૃત આગમોત્તર સાહિત્યમાં ચરિત્રગ્રંથોનું સ્થાન અગત્યનું છે. “તરેસઠશલાકાપુરુષચરિત'માં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બલદેવો અને ૯ પ્રતિવાસુદેવોનું ચરિત્રચિત્રણ છે. “કલ્પસૂત્ર'માં તીર્થકરોનાં જીવનનું વર્ણન છે. વિમલસૂરિના “પહેમચરિય’માં જૈન રામાયણ અને ‘હરિવંસચરિય’માં (અનુપલબ્ધ) કૃષ્ણકથાનું વર્ણન છે. આ ઉપરાંતના કથાગ્રંથોમાં ‘તરંગવઇકહા', ‘સમરાઈકહા' અને કુવલયમાલા’ મુખ્ય છે. પ્રાકૃતમાં લખાયેલા કથાકોષો પણ જાણીતા છે. તેમાં જિનેશ્વરસૂરિનું ‘કહાણયકોસ' (= કથાનકકોષ), ગુણચંદ્રગણિનું ‘કહારયણકોસ' (= કથાનકોષ), વિનયચંદ્રનું “ધમ્મકહાણયકોસ' (= ધર્મકથાનકકોષ), અને ભદ્રેશ્વરનું “કહાવલિ' (= કથાવલિ)ના નામોલ્લેખ કરી શકાય. પ્રાકૃત કથાસાહિત્યમાં શ્રમણોએ રચેલા લૌકિક સાહિત્યનો પણ નિર્દેશ કરવો જરૂરી છે, જેવી કે લોકકથાઓ, નીતિકથાઓ, દંતકથાઓ, પરીકથાઓ, પ્રાણીકથાઓ, લઘુકથાઓ, આખ્યાનો આદિ. | દિગંબર પરંપરાના પ્રાકૃત સાહિત્યમાં આગળ જેમનો ધાર્મિક સાહિત્યમાં ઉલ્લેખ કર્યો છે તે સિવાય શિવરાયનું આરાધના', યતિવૃષભનું ‘તિલોયપષ્ણત્તી’ અને નેમિચંદ ચક્રવર્તીના ‘ગોમ્મટસાર’ અને ‘લબ્ધિસાર–ક્ષપણાસાર’ નોંધપાત્ર છે. જૈન સંસ્કૃત સાહિત્ય જૈનોનું આરંભિક સાહિત્ય એક માત્ર લોકભાષા પ્રાકૃતમાં છે, પણ સંસ્કૃતનું વિદ્વાન્સમાજની ભાષા તરીકે સમ્માનનીય સ્થાન હોવાથી ઈસુની આઠમી સદીથી જૈનોએ લેખનપ્રવૃત્તિ માટે પ્રાકૃતની સાથે સંસ્કૃતને પણ અપનાવવી શરૂ કરી. જૈન ગ્રંથોની સંસ્કૃત ભાષાની એ વિલક્ષણતા છે કે તે શુદ્ધ સંસ્કૃત નથી પણ જૂની ગુજરાતી અને રાજસ્થાની બોલીઓની છાંટવાળી સંસ્કૃત છે. આમ તેમાં સંસ્કૃત અને તળપદી ભાષાનું મિશ્રણ હોઈ તેને ‘દેશી સંસ્કૃત' યા “લોકસંસ્કૃત’ કહી શકાય. ઈસુની આઠમી અને અઢારમી સદી વચ્ચેના જૈન ચરિત્ર-ગ્રંથો, ટીકાઓ, ધર્મગ્રંથો, સર્જનાત્મક કૃતિઓ અને ઐતિહાસિક ઘટનાઓ નિરૂપતા પ્રબંધો આ ‘જૈન સંસ્કૃતિ'માં Jain Education Intemational Jain Education Interational www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy