________________
૨૪૦
ધન્ય ધરાઃ
મંદિરો બંધાયાં. રાજનૈતિક કેન્દ્ર હોવાથી ઘણી જગ્યાએ હિંદુજૈન મંદિરોનું નિર્માણ થયું-વ્યાપારના રસ્તા ઉપર પણ મંદિરો બંધાયાં.
જૈનમંદિરોનો વિચાર કરતાં જ નજર સામે વિશ્વવિખ્યાત દેલવાડા, રાણકપુર કે કુંભારિયાનાં મંદિરો જ કરે છે અને એ સાથે જ મનમાં પ્રશ્નોની હારમાળા શરૂ થાય છે–પશ્ચિમ ભારતનું જૈન મંદિર શું છે ? એની રચના શું છે ? અને એમાં ખાસ જૈન એવું શું છે ? આગળ જણાવ્યા પ્રમાણે શરૂઆતનાં બધાં જ મંદિરો લગભગ સરખાં જ હતાં. ૮મી સદીમાં જૈન આગમની લીપિમાં રચના થઈ પરંતુ હજી શિલ્પનો વિકાસ થયો ન હતો. સમયની સાથે સાથે જૈન લોકો અને ધાર્મિક વિધિની જરૂરિયાત પ્રમાણે શિલ્પશાસ્ત્રનો વિકાસ થતો ગયો અને ૧૩મી સદીની પછી આપણને જૈન મંદિરની જદી રચના નજર સામે આવી કે જે જૈન શિલ્પ તરીકે ઓળખાણી.
પશ્ચિમ ભારતનાં જૈન મંદિરો શિલ્પ અને સુશોભનમાં સમૃદ્ધિથી છલકાય છે. લગભગ બધાં જ મંદિરો અંદરથી તો ખૂબજ સુંદર રીતે કોતરણી અને નકશીથી શણગારેલાં છે. આ
શિલ્પો–એની શૈલીથી આપણને એ મંદિરનો સમયકાળ ઠરાવવામાં મદદ કરે છે. દેલવાડા, રાણકપુર, કંઈક અંશે કુંભારિયા આ બધાં મંદિરોની કોતરણી અને શિલ્પકામ-કોઈ પણ પ્રવાસી માટે આનંદદાયક છે. આ શિલ્પો ધાર્મિક અને પરંપરાગત મૂર્તિઓ તો છે જ પરંતુ સાથે એની નાજુક કોતરણીખાસ કરીને એના ગોળાકાર શરીરના ઝીણા વળાંકમાં કલાકારનું કૌશલ્ય ખરેખર વખાણવાલાયક છે. આરસપહાણનાં મંદિરો ઘણી વાર એકધારા નીરસ લાગે છે અને ઘણીવાર વિપરીત ટીકા પામેલ આ મંદિરો આપણા ભવ્ય ભૂતકાળનાં અજાયબીભર્યા સુંદર વાસ્તુ હતાં. ઘણી જગ્યાએ સ્થપતિએ જુદા શેડવાળા પથ્થરને પસંદ કર્યા જેનાથી શિલ્પની સુંદરતામાં તો વધારો થાય છે પરંતુ પ્રકાશ અને અંધારા (લાઇટ એન્ડ શેડ)ની રચનાથી આ મૂર્તિની સુંદરતામાં જાણે ચાર ચાંદ લાગે છે. સુંદર નાજુક નકશીવાળાં તોરણ, ઝીણવટભર્યું કોતરણીકામ, સુંદર શિલ્પ અને મનને શાંતિ આપતું શાંત આહલાદક વાતાવરણ આ બધાની અસરથી પ્રવાસી પોતાનો થાક વિસારી મનમાં એક પ્રકારનો સંતોષ લઈને જ પાછો ફરે છે.
પશ્ચિમ ભારતનાં જૈન મંદિરોમાં જુદા જુદા પ્રકારનાં શિલ્પો મળે છે. આ શિલ્પોને આપણે ૬ વિભાગોમાં વિભાજિત કિલ્લો મળે છે. આ કિલ્લોને આપણે તે વિભાગો કરી શકીએ છીએ. - પહેલા વિભાગમાં આપણે જિનમૂર્તિઓનો સમાવેશ કરશું–જૈનમંદિર પણ હિંદુધર્મની જેમ જ એક અથવા એનાથી વધારે તીર્થકરને અર્પણ કરેલ હોય છે. આ તીર્થકરો-જે ખૂબ પૂજ્ય અને પ્રિય છે એ શાસ્ત્રોમાં વર્ણવેલ વર્ણન પ્રમાણે જ પૂર્ણ ગોળાકારમાં એ સમયની પ્રાદેશિકશૈલી અને ધાર્મિક મત પ્રમાણે જ કોતરાય છે. જિન ભગવંતની મૂર્તિઓ ફક્ત ગર્ભગૃહમાં જ મળે એવું નથી. મંડપોમાં, દેવકુલિકાઓમાં, લલાટબિંબ કે લિન્ટેલમાં, છત કે છજ્જા ઉપર પણ જિન ભગવંતની મૂર્તિ હોઈ શકે છે. ગોખલામાં તો લગભગ જિનભગવંતની જ મૂર્તિ હોય છે. શિખર કે થાંભલાઓ ઉપર તો જિન મૂર્તિ નથી હોતી પણ અપવાદરૂપે કોઈવાર મળે છે એવી જ રીતે પરસાળની દીવાલ ઉપર કોઈક વાર જિનમૂર્તિઓ મળે છે. જિન ભગવંત લગભગ પદ્માસનમાં બેઠેલા કે પછી એકદમ સીધા અને ધ્યાનમુદ્રામાં હાથ અથવા તો કાયોત્સર્ગ મુદ્રામાં ઊભેલા મળે છે. જિનભગવાનની મૂર્તિ શ્વેતાંબરની હોય તો ફક્ત નીચેનું જ વસ્ત્ર હોય છે અને દિગંબરની હોય તો પૂર્ણ વિવસ્ત્ર જ હોય છે. મૂર્તિ ઉપર કોઈવાર છત્ર હોય, શણગારેલ પરિકર-પ્રભાચક્ર હોય છે, જેમાં
હઠીભાઈની વાડીના દેરાસરો આગળનો
ભાગ–અમદાવાદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org