________________
૧૯૮
સુરેન્દ્રનગરથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલક સંઘ
૨૦૫૦માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં સુંદર રીતે થયું. ત્યારબાદ પૂજ્યશ્રીની શુભનિશ્રામાં ૧૫ દિવસનો ૪૦૦ યાત્રિકો સાથેનો યાદગાર સંઘ નીકળ્યો, જેના મુખ્ય સંઘપતિ બનવાનો લાભ સંઘવી ભેરમલ હુકમાજી (માલગાંવ) અને ઉપસંઘપતિ બનવાનો લાભ એસ. એમ. જ્વેલર્સ (મુંબઈ) તેમજ સુરેન્દ્રનગરાદિ સ્થળોના અનેક ઉદાર શ્રેષ્ઠીઓએ આ સામૂહિક સંઘમાં સંઘપતિ બનવાનો લાભ લીધો હતો. પૂ. પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ની નિશ્રામાં નીકળેલ
સં. ૨૦૫૫માં વલ્લભીપુરથી શત્રુંજયનો ગોળાવાળા શ્રીમતી લીલાબહેન હીરાલાલ પરિવાર તરફથી ભવ્ય સંઘ નીકળ્યો હતો, જેમાં ૨૫૦૦ યાત્રિકો હતાં. ભાવનગરથી શ્રી શત્રુંજય ગિરિરાજનો પ્રાચીન પદ્ધતિનો છ'રીપાલિત સંઘ
તણસાવાળા હાલ મુંબઈનિવાસી શ્રી અનિલકુમાર જગજીવન શાહ પરિવાર દ્વારા આયોજિત આ સંઘ પૂજ્યપાદ પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ આદિ વિશાળ શ્રમણવૃંદની નિશ્રામાં વિ.સં. ૨૦૫૫ના મહા વદ-૧૪, તા. ૧૫-૨-૯૯ના નીકળેલ. આ આદર્શ સંઘની વિશિષ્ટતા એ હતી કે ડિઝલનું કોઈ સાધન નહીં, માઇકોનો કોઈ ઘોંઘાટ નહીં, લાઇટના કૃત્રિમ ચળકાટને બદલે ઘીના દીવડાઓ અને મશાલોનો ઝળહળાટ. સંઘપતિ દ્વારા પોતાના પરિવારનાં સભ્યોની વિવિધ આરાધનાઓની અનુમોદના નિમિત્તે આ છ'રીપાલિત સંઘનું આયોજન થયું હતું.
પૂ. વયોવૃદ્ધ મુનિશ્રી યોગીન્દ્રવિજયજી મ.સા. ઉપરના સંઘોમાં સાથે હતા.
૫.પૂ. આ.દેવશ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં થયેલ છ'રી પાલિત સંઘની યાદી.
(૧) સં. ૨૦૩૯ ગિરધરનગર, અમદાવાદથી પાલિતાણા શા મિલાપચંદજી હીરાચંદજી પિંડવાડાવાળા (૨) સં. ૨૦૪૦ શિવગંજથી રાણકપુર, સં. ૨૦૪૧ પિંડવાડાથી પાલિતાણા
Jain Education International
ધન્ય ધરાઃ
સંઘવી રીખબદાસ અમીચંદજી (સાથે પૂ. આ. શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. હતા) મહેતા પરિવાર (૩) ૨૦૫૩ ઉદયપુરથી પાલિતાણા-દોશી પ્રભુલાલ ગોરધનદાસ. પૂ. આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો
સાંચોરથી શત્રુંજય મહાતીર્થનો સંઘ : સાંચોર (સત્યપુર) નગરથી શત્રુંજય મહાતીર્થનો સંઘ કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં સંઘવી ચંદાજી અમીચંદજી કટારિયા પરિવારે કાઢેલ. સંઘવીની વિનંતીથી ચાણસ્માથી શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. સામે પધારી નિશ્રા પ્રદાન કરેલ. આ સંઘવી પરિવારને તિલક કરવાનો ચઢાવો રૂા. ૧૦ લાખમાં બોથરા ઘમંડીરામજી જગમાલજી પરિવારે લીધેલ. આ સંઘમાં કુલ ૪૫૦ સંઘપૂજનો થયેલાં. દરેક જગ્યાએ સામૈયામાં જે બહેનો બેડાં લઈને આવતાં તેમાં રૂા. ૧૦૧ નાખતા. કુલ ૩૪ દિવસનો સંઘ હતો. દરેક ગામે સારી એવી રકમ સાધારણ ખાતામાં લખાવેલ. આ સંઘમાં ૨૩ સાધુ મહાત્મા અને ૧૦૦ ઉપરાંત સાધ્વીજી મહારાજો હતાં. કુલ ૭૧૦ યાત્રિકો હતાં. દરેકને સંઘવી તરફથી ચાંદીની થાળી અને વાટકી અર્પણ કરવામાં આવેલ. માળ વખતે શત્રુંજય ગિરિરાજ ઉપર એમના સમાજની ૭૦૦૦ની પબ્લિક હતી. સંઘવી પરિવાર સંઘમાળા પહેરી સાંચોર આવેલ ત્યારે સાંચોરવાસીઓએ ભવ્ય સ્વાગત કરેલ. સમસ્ત સાંચોર નગરને (જૈન-જૈન) ભોજન કરાવવામાં આવેલ. એમના સમાજનાં ૧૫૦૦ ઘર; દરેક ઘરે તાંબાનાં બેડાં ને સાકર ભેટ કરેલ. દરરોજ આરતી-મંગલ દીવાના ચઢાવા ગજબના થયા હતા. ધોબી હજામ જેવા સેવકો યાત્રિકોની સેવા માટે હાજર હતા. એકંદરે સેવા-ભક્તિ તેમજ શાસનપ્રભાવના અદ્ભુત થયેલ. પૂજ્યશ્રીની નિશ્રામાં સમ્મેતશિખરનો સંઘ નીકળ્યો હતો. શત્રુંજયનો પણ અનુમોદનીય સંઘો નીકળેલ.
તવાવનગરથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ :
સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન આચાર્યદેવશ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં તવાવનિવાસી (હાલ બેંગ્લોર) શા. દલીચંદજી ધીરાજી સાકરિયા પરિવારે વાવથી શત્રુંજય મહાતીર્થનો
For Private & Personal Use Only
www.jainelibrary.org