________________
૧૨૪
ધન્ય ધરા:
શ્રુતસાગરનાં રહસ્યો ભા. ૧-૨' વગેરે પુસ્તકો સમાજમાં સારી જાગૃતિ લાવ્યાં છે. પુસ્તકોને સચિત્ર બનાવી તેઓએ સારી જ્ઞાનચાહના મેળવી છે. પૂ. મુનિશ્રી પોતાનાં માતુશ્રી (સાધ્વી શ્રી ચંદ્રયશાશ્રીજી) સાથે સં. ૨૦૦૫માં સંયમી થયા છે. તેઓશ્રીના નજીક-દૂરના સંસારી પ-૬ સંબંધી પણ સંયમધર્મની ઉત્તમ આરાધના કરી ધન્ય બન્યા છે. પૂજ્ય મુનિશ્રી હરીશભદ્રવિજયજી મ.ની સંયમયાત્રામાં સાત્ત્વિકતા જ રેલાય સાવ નિર્મળ, નર્યું પારદર્શક જીવન જીવી બતાવ્યું છે અને જીવતર જીવવાની જડીબુટ્ટી પણ આપણને બતાવી છે.
પૂજ્યશ્રીએ દર્શન-જ્ઞાન–ચારિત્રની આરાધનામાં શ્રીસંઘને આગળ વધવા પ્રેરણા આપી હતી. તેઓના ઉપદેશથી પ્રભાવક શ્રી વાસુપૂજ્ય ભ.નું દેરાસર તથા મહાપ્રભાવક શ્રી માણિભદ્ર યક્ષરાજનું દેરાસર કાંદિવલી (આનંદનગર), પોતાના પૂ. ગુરુદેવની સ્મૃતિમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર કુકરેજા-ભાંડુપ સુપ્રસિદ્ધિને પામ્યાં છે. પાઠશાળાના વિકાસ, અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રતગંગાને ગામડેગામડે, ઘેર ઘેર પહોંચાડે એ જ અભ્યર્થના.
– સંપાદક
T
આ જગકારક છે
-
- " કરી
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org