________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૧૩
આ વિશ્વધર્મ વિષે જેનેતર વિદ્વાનોનાં મંતવ્યો
સાધક વિનોબા ભાવે કહેતા કે, “હું ગર્વથી કહું છું કે હું પણ જૈન છું!” જૈનોનું સાહિત્ય હજ્જારો ગ્રંથોમાં એમણે જોતા એમને ખુબ આશ્ચર્ય અને અહોભાવ થતો કે જૈનોએ જીવનનું કોઈ ક્ષેત્ર એવું નહિ મળે, જેના ઉપર જૈનોએ કાંઈ લખ્યું ન હોય. અધ્યયન, તત્ત્વજ્ઞાનથી લઈ સંગીત, વૈદકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર સુધી કોઈ વિષય નથી છોડ્યો.
જૈન સાહિત્ય વાંચવાનો શોખ મેં ભર જુવાનીમાં શરૂ કર્યો. તે માટે અર્ધમાગધી શીખ્યો તેનો કોશ મેળવ્યો અને આચારાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર, સમયસાર વગેરે જેટલું શક્ય બન્યું તેટલું બધું જોઈ લીધું. છતાં તેમની સૂઝ ઘણી દાદ માંગે તેવી હતી.
મારી (એમની) પ્રેરણાથી વર્ણજી નામના કોઈ આરાધકે જૈન ધર્મસાર' નામનું એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું. જે પુસ્તક જૈનેતર ગ્રંથોની જેમ માનનીય બનાવવાનો આ પ્રયત્ન હતો. જેમકે વૈદિક ધર્મનો સાર ગીતામાં સાતસો શ્લોકોમાં મળી ગયો છે, બૌદ્ધોનો ધમ્મપદ'માં મળી ગયો છે, જેને કારણે અઢી હજાર વરસ પછી એ બુદ્ધના ધર્મ વિષે લોકો જાણી શકે છે, તેમ જૈનોનોય એક ગ્રંથ હોવો જોઈએ. જોકે જૈનો માટે અનેક ગ્રંથ અને અનેક પંથ હોવા છતાં શક્ય હતું. કારણ કે પ્રાયઃ જૈનોમાં કદાચ થોડા મતભેદ હશે પણ મનભેદ નથી અને પ્રકાંડ વિદ્વાન, સાધુ ભગવંતો, આચાર્ય ભગવંતો આજે થોડા હયાત છે જેજિનશાસન માટે બધું જ કરી છૂટે તેવા છે તેથી શ્વેતામ્બર, દિગંબર, તેરાપંથી કે સ્થાનકવાસી હોય બધામાંથી આરાધકવર્ગ અને ગીતાર્થ આચાર્યાદિ ભેળા થઈ ચર્ચા કરી અને જૈનોનો એક ઉત્તમ, સર્વમાન્ય ધર્મસાર રજુ થાય તો જૈનેતર પ્રજામાં પણ અહિંસાદિ ગુણો ખીલવામાં લોકભોગ્ય બની શકે. પછી આ જૈન-ધર્મસાર’ પુસ્તક જૈનોમાં પણ અહિંસાદિ ગુણો ખીલવવામાં લોકભોગ્ય બની શકે. પછી આ “જૈન-ધર્મસાર’ પુસ્તક જૈનોમાં– અજૈન વિદ્વાનોમાં મોકલાવાયું. વિદ્વાનો આ સૂચનો મુજબ તેમાં સુધારા-વધારા કરાયા પછી “જિણધર્મો’ પુસ્તક પ્રકાશિત કર્યું પછી તેના પર ચર્ચા કરવા માટે મારા આગ્રહથી એક સંગીતિ બેઠી, મુનિ, આચાર્ય અને બીજા વિદ્વાન, શ્રાવક મળીને લગભગ ૩૦૦ આરાધકોની હાજરીમાં વારંવાર ચર્ચા કરીને તેનું નામ બદલ્યું રૂપ પણ બદલ્યું છેવટે સર્વાનુમતે “શ્રમણ-સૂક્તમ્'—જેને અર્ધમાગધીમાં સમUIRપૂર કહે છે, તૈયાર થયું તેમાં કુલ ૭૫૬
ગાથાઓ છે. હજાર-પંદરસો વરસમાં એક અનોખું કાર્ય વિનોબાજીનાં પ્રયત્ન અને નિમિત્ત માત્રથી સાકાર થયું હતું; તેમાં તે પ્રભુ મહાવીર સ્વામીજીની કૃપા માને છે.
વિનોબા ભાવે પોતાના શબ્દોમાં કહે છે કે, મારી નજરે તો શ્રી મહાવીર સ્વામી “સર્વધર્મ-સમન્વયાચાર્ય છે.' સત્યનું એક-એક પાસુ લઈને લોકો સામે ભિન્ન ભિન્ન પંથના રૂપમાં એક-એક નય રજૂ કરાય છે. પરંતુ પૂર્ણ સત્ય એ બધા સત્યાંશો ગ્રહણ કરવાથી જ હાથમાં આવે છે.
જૈનોનાં મુખ્ય ત્રણ સિદ્ધાંત મનાય છે–અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહ. આમાંથી અહિંસાનો સિદ્ધાંત વ્યાપક છે, ઉંડો છે પણ તેનો ઓછામાં ઓછો અર્થ કરવામાં આવે, તો તે છે, માંસાહાર–મુક્તિ એટલે કે માંસ, માછલી, ઈંડા ન ખાવા. કંદમૂળો એટલે બત્રીસ અનંતકાય અને બાવીશ અભક્ષ્ય વસ્તુઓ ન ખાવી. અહિંસામાં જેનોએ માંસાહાર ત્યાગનું પાલન ઉત્તમ કર્યું છે. આખી દુનિયાને જૈનોની આ એક બહુ મોટી દેણ છે. જૈનધર્મે આપણને શિખવ્યું છે કે મનુષ્યની માનવતા બીજા પ્રાણીઓની રક્ષા કરવામાં છે, એમને આપણો આહાર બનાવવો એ બિલકુલ ખોટું છે.
સામુદાયિક માંસાહાર-ત્યાગનું સૌથી વધારે શ્રેય જૈનોને જ આપવું પડે. એમનાં પછી વૈષ્ણવ, બ્રાહ્મણ વગેરે તે વિચાર ઉપાડી લીધો. આજે આ દેશમાં કરોડો લોકો માંસાહારથી મુક્ત છે, અને જેઓ માંસાહાર કરે છે, તેઓ પણ તેને સારો માનીને નથી કરતા. આ જૈન-વિચારનો વિજય છે. આજે વિજ્ઞાનપણ માંસાહાર-ત્યાગની જરૂર ઉપર ભાર મૂકે છે. વિજ્ઞાન કહે છે કે આખી દુનિયાને અનાજ પહોંચાડવું હશે તો માંસાહાર છોડવો પડશે. તેનું એક ગણિત છે. સાર એજ છે કે માંસાહાર છોડવો જ પડશે, તોજ આખી દુનિયાની ભૂખ ભાંગશે આનો અર્થ એ થયો કે જૈનોનો આ સિદ્ધાંત આજે હવે સર્વમાન્ય થઈ ગયો.
શ્રી મહાવીર સ્વામીની દષ્ટિ સર્વ દર્શનીઓમાં રહેલા ગુણ તરફ જ હતી તેથી તેઓશ્રી “અનેકાન્તવાદ', ‘સ્યાવાથી કોઈ એક મતનો જ આગ્રહ ન રાખતા. અનેકાન્તવાદ એ કોઈ વાદ નથી, એક ઓળખ છે, એક દૃષ્ટિ છે. પ્રાણીઓની કે સૂક્ષ્મ જીવોની પણ હિંસા ન કરવી, એ બરાબર જ છે. પણ વિચારોનો આગ્રહ ન રાખવો.
આગ્રહ રાખવાથી વધુ હિરાઓ-કષાયો ભડકે છે. માટે અહિંસાનું મૂળ પકડવું હોય, તો મધ્યસ્થ દૃષ્ટિ, સમન્વયની દૃષ્ટિ
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org