SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ જે આગ ભભૂકતી હતી તેની પાસે એ ત્યાગ નાની વસ્તુ બની જાય છે. રાજપાટ છોડીને ચાલી નીકળવાનું એમને કોઈ સબળ કારણ ન હતું, એટલે એમ માનવું પડે છે કે રાજપાટના ત્યાગ પાછળ કોઈ જબ્બર સિદ્ધાંતનું બળ જરૂર હોવું જોઈએ. વીર પુરુષો ગુસ્સામાં આવીને કોઈ કામ નથી કરી નાખતા. રાજપાટનો ત્યાગ- કરી નાખવો એ તો સામાન્ય વાત છે, પણ એ ત્યાગ નિભાવી રાખવો બહુ મુશ્કેલ છે, તો જ એ ત્યાગ નભે વળી, અહીં જે સિદ્ધાંતની વાત કરી તે કંઈ એકદમ અધ્ધરથી ટપકી પડતો નથી. સિદ્ધાંત વિકાસ માગે છે. સિદ્ધાંત જીવનનો એક ભાગ બની જવો જોઈએ. ત્યાગ પહેલાનાં વર્ષોમાં ભગવાન મહાવીરે કેટકેટલું મનોમંથન કર્યું હશે? કેટકેટલાંની ભ્રાંતિઓ ભાંગી હશે? કેટકેટલી નાની-મોટી મુશ્કેલીઓ વેઠી હશે? અને એ સિદ્ધાંતોને પોષવા કેટલું ધૈર્ય દાખવ્યું હશે? ત્યાગના માર્ગે પગલાં માંડનાર મહાવીરને માર્ગ સાફ કરતાં કેટલી વિટંબણા વેઠવી પડી હશે? સૌનાં સ્નેહબંધનો સ્વીકારવાં, પણ વખત આવ્યે એ બંધનોની ગાંઠ ઢીલી કરીને ચાલી નીકળવું એ શું જેવી તેવી તપસ્યા છે? બધાં લૂગડાં પહેરીને પાણીમાં ડૂબકી મારો, પણ બહાર નીકળો ત્યારે એક પણ લૂગડું ભીંજાયેલું ન હોવું જોઈએ, એના જેવી આ વાત છે. ભગવાન મહાવીરે સંસારસાગરમાં ડૂબકી તો મારી, પણ એમણે પોતાના એકે વસ્ત્રને ભીંજાવા ન દીધું : કોરે કપડે એ સંસારમાંથી ચાલી નીકળ્યા. -મહાત્મા ભગવાનદીનજી. શ્રમણ ભગવાન મહાવીરે વિચાર, વાણી અને વર્તનથી વિશ્વના પ્રાણીમાત્રના કલ્યાણ માટે જ પોતાની અમૂલ્ય જીવનયાત્રા સંપન્ન કરી હતી. આ આદર્શ વિભૂતિને આજે આપણે પોતાના જીવનના આધાર માટે, અભ્યુદય માટે અને અભ્યુત્થાન માટે યાદ કરવા અનિવાર્ય છે. જે વાસ્તવમાં જ પ્રાણીમાત્ર માટે પૂજનીય અને પરમોપકારી મહાપુરુષ હતા -સ્વામી ઋષભદાસજી. ભગવાન મહાવીર એક અગાધ સમુદ્ર હતા, માનવપ્રેમની ઊર્મિઓ જોરથી ઊછળતી હતી અને માત્ર માનવીની જ શા માટે, સંસારના પ્રાણીમાત્રની ભલાઈ માટે એમણે બધાંનો ત્યાગ કરી દીધો હતો. –મહાત્મા શિવવતલાલજી વર્મન. Jain Education Intemational ૧૦૯ અત્યાર સુધી જૈન ધર્મને જેટલું જાણી શક્યો છું. મારો વિશ્વાસ દૃઢ થઈ ગયો છે કે વિરોધી સજ્જન પણ જો જૈન સાહિત્યનું મનન કરે તો વિરોધ કરવાનું છોડી જ દે. ડૉ. ગંગાનાથ ઝા એમ.એ., ડી.લીટ્ જૈન ધર્મમાં મનુષ્યની ઉન્નતિ માટે સદાચારને વધુ મહત્ત્વ અપાયું છે. જૈનધર્મ અધિક મૌલિક, સ્વતંત્ર અને સુવ્યવસ્થિત છે. –ડૉ. એ. ગિરની હું મારા દેશવાસીઓને જણાવીશ કે કેવા ઉત્તમ નિયમ અને ઊંચા વિચાર જૈનધર્મ અને જૈનાચાર્યોમાં છે. જૈન સાહિત્ય બૌદ્ધસાહિત્ય કરતાં ઘણું ઊંચું છે. જેમ જેમ હું જૈનધર્મ તથા તેના સાહિત્યને સમજું છું. તેમ તેમ હું તેને વધુ ને વધુ પસંદ કરતો જાઉં છું. —ડૉ. હર્ટલ, જર્મની નવા ધાર્મિક આંદોલન ચલાવવાની જરૂરત નથી. કારણ કે જૈનધર્મમાં દુઃખી દુનિયાના હિત માટે બધું જ છે. ઉપરાંત ઐતિહાસિક આધાર પણ છે. જૈનધર્મે જ સર્વપ્રથમ અહિંસાનો પ્રચાર કર્યો. બીજા ધર્મોએ એને ત્યાંથી લીધું. —પ્રો. લુઈ રેનાડ, પી.એચ.ડી. પેરીસ મહાવીર સ્વામીએ માત્ર શબ્દો પૂરતું નહીં, અપિતું રચનાત્મક જીવનમાં એક મહાન આંદોલન કર્યું. તે આંદોલન નવીન અને સંપૂર્ણ જીવનમાં સુખ પામવા માટે નવો સ્રોત હતો. તેને જ આપણે ધર્મ તરીકે ઓળખીએ છીએ. —શ્રીમતી આઈસ ડેવિડ્સ ડી.લી. એમ.એ. The Jains have written great masterpieces only for the benefit of the world. ~Dr. Hurtel જો માનવતાને બચાવવી હોય તો મહાવીરના બતાવેલ માર્ગ સિવાય બીજો કોઈ રસ્તો નથી. છે. —ભારતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્. અહિંસાનું સૌથી વધુ વિવરણ પ્રભુ મહાવીરે પ્રસ્તુત કર્યું —રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy