________________
દેવમદિરમાં ભેગાસનાં શિપ ખંડેર, મહેસાણા પ્રાંતના મોટપ ગામમાં અગિયારમી સદી જેટલું પ્રાચીન એક મન્દિરનું ખંડેર, ચાણસ્મા પાસેના દેલમાલ ગામમાં જયેષ્ટીમલ જ્ઞાતિની કુળદેવી લિબજા માતાનું મન્દિર, નગર ગામમાં સુર્યમંદિરનું ખંડેર, પાટણ પાસેના ભૂતિયાવાસણા ગામમાં મહાદેવનું મન્દિર, સિદ્ધપુર પાસેના કાંબળી ગામમાં બ્રહ્માણી માતાનું મન્દિર, ખેરાળુ પાસેના મન્કોપુર ગામમાં વાવ પાસેનું શિવમન્દિર, મોઢેરાનું ભારતપ્રસિદ્ધ સૂર્યમંદિર, તારંગાના ડુંગર ઉપરનું અજિતનાથનું વિખ્યાત જૈન મન્દિર –ઈત્યાદિ સ્થળોએ ભોગાસનનાં શિલ્પ મળે છે. કોઈ કઈ મન્દિરામાં આવી આકૃતિઓ માત્ર એક કે બે હોય છે, જ્યારે બીજા કેટલાંકમાં એક સાથે સંકડોની સંખ્યામાં આવાં શિલ્પો દેખાય છે. કોણાર્ક, પુરી અને મોઢેરાનાં મન્દિરોમાં આ શિલ્યોની સંખ્યા એટલી મોટી છે કે જેવા જનારનું ધ્યાન સૌથી પહેલું એ તરફ જ દોરાય છે. જેમાં મુખ્ય પ્રતિમા વિરાજે છે તે ગર્ભગૃહની બહાર નૃત્યમંડપ અથવા સભામંડપમાં તેમ જ મન્દિરની બહારની બાજુની દીવાલો ઉપર જ આવાં શિલ્પો હોય છે. મોટે ભાગે આવી પ્રતિમાઓ ખૂણા ઉપર નજરે પડે છે, પરંતુ મદિરની બહારની દીવાલ પર કોતરવામાં આવેલા “નરથર”—–જેમાં સમસ્ત લોકલીલાનું નાનકડી શિલ્પાકૃતિઓમાં ચિત્રણ હોય છે તેમાં પણ તે હોય છે.
ધાર્મિક સ્થાનોમાં આવાં શિલ્પ પહેલી નજરે અસંગત લાગતાં હેઈ અનેક વિદ્વાનોએ તેમની સૂચકતા વિષે વિવિધ તર્ક કર્યા છે, તેમ જ અજ્ઞાન લોકમાનસે પણ નગ્ન આકૃતિઓના નિરૂપણથી
૨. આ ઉપરાંત પણ બીજાં અનેક વણનોંધાયેલાં મન્દિર હશે, જેમાં આ પ્રકારનાં શિલ્પો હશે. ગયા વર્ષે જ અમદાવાદ મ્યુનિસિપાલિટીએ કેચરબ ગામ પાસેના ટેકરા રસ્તો બનાવવા માટે દાવ્યા હતા, તેમાંથી બીજા અવશે સાથે આસનના શિલ્પવાળો એક પત્થર પણ મળી આવ્યો હત, તે કોઈ પ્રાચીન મન્દિરનો હશે. મન્દિર સ્માર્ત હતું એમ આજુબાજુની બીજી મૂર્તિઓ ઉપરથી માનવા કારણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org