SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી ચમકીને તેની કપોલકલ્પિત સમજતીઓ આપવાના પ્રયાસો કર્યા છે. આ પ્રકારની જે સમજૂતીઓ બહાર આવી છે તેનું અહીં અનુક્રમે પરીક્ષણ કરીએ. (૧) સૂર્યનાં મન્દિરામાં ભોગાસનનાં શિલ્પની બહુલતા જોઈને જાણીતા કલાવિદ ડે. કુમારસ્વામીએ તેમાં સૂર્યની જીવનશક્તિ આપનાર દેવતા તરીકેની શક્તિનું નિરૂપણ થયું હોવાની કલ્પના કરી છે. પરંતુ જૈન, શૈવ તેમ જ વૈષ્ણવ મન્દિરામાં પણ, આપણે આગળ જોઈ ગયા તેમ, આસનોનાં શિલ્પ છે, તે ધ્યાનમાં લેતાં આ સમજતી પૂરતી વ્યાપક નથી એ માલુમ પડશે. વળી કાઠિયાવાડમાં થાનમાં તથા પોરબંદર પાસેના શ્રીનગરમાં પ્રાચીન સૂર્યમન્દિરો છે, પણ તેમાં આવાં શિલ્પ મુદ્દલ નથી, એમ તે મન્દિરોનું અવલોકન કરનાર શ્રી ભગવાનલાલ માંકડ મને તા. ૨૪–૮–૩૯ના પત્રમાં લખી જણાવે છે. એટલે જીવનશક્તિદાતા સૂર્યને મહિમા આ પ્રકારનાં શિમાં પ્રતિબિંબિત કરવામાં આવ્યો હોવાની કલ્પના વાસ્તવિક લાગતી નથી. ૩. પરંતુ સ્વ. રાખાલદાસ બેનરજી જેવા વિદ્વાને "The presence of indecent figures on religious edifices is still a puzzle" (vide History of Orissa, Vol. II, pp. 400) એમ લખીને આ બધી સમજૂતીઓ સંપૂર્ણ રીતે સન્તોષકારક નહીં હોવાનો પર્યાયે સ્વીકાર ૪. કોણાર્કના સૂર્યમંદિરમાં ભોગાસનોની બહુલતા વિષે લખતાં તેઓ જણાવે છે: “The temple was dedicated to the Sun, and closely connected with cults of Višņu...... Much of the sculpture may be described as a detailed illustration of the Kāma Šāstra. This rich external decoration reflects the life of the world and the energizing power of the Sun" ----Introduction to Indian Art, pp. 86-87. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy