________________
ઇતિહાસની કેડી વાત એ છે કે જે દેશનો ધર્મ પ્રવર્તકોએ કામેચ્છાની ભયંકરતા અને સંસારત્યાગના કલ્યાણપથને ઉપદેશ ખૂબ જ ભારપૂર્વક કર્યો છે તે દેશનાં દેવમન્દિરામાં આવાં શિલ્પો મળે છે.
ભોગાસનનાં શિલ્પ હિન્દના કેઈ એક પ્રાન્તનાં કે કોઈ એક ધર્મનાં મન્દિરમાં જ મળે છે એવું નથી. પ્રાયઃ સર્વ પ્રાન્ત અને સર્વ ધર્મનાં મન્દિરામાં તેમનું અસ્તિત્વ છે. પર્વતો કરીને બનાવેલાં એલોરાનાં સુરમન્દિર, જગન્નાથપુરીનું પ્રસિદ્ધ મન્દિર, પુરી પાસે ભુવનેશ્વરનાં અનેક મન્દિર, પુરીથી ઈશાન ખૂણે ચોવીસ માઈલ દૂર આવેલું કોણાર્કનું ભારતપ્રસિદ્ધ સૂર્યમન્દિર, બુંદેલખંડમાં ખજુરાહે ગામનાં સંખ્યાબંધ શૈવ, વૈષ્ણવ અને જૈન મન્દિરે, વિઝાગાપટ્ટમનાં કેટલાંક મન્દિર, કોયલી પર્વતમાં આવેલું હરસિદ્ધ માતાનું મન્દિર, સતારા અને પંઢરપુર વચ્ચે આવેલું કોટેશ્વરનું મન્દિર, બંગાલનાં કેટલાંક વૈષ્ણવ મન્દિરો, નેપાળમાં પશુપતિનાથનું મંદિર, મારવાડમાં રાણકપુરના પ્રસિદ્ધ જૈનમન્દિરની પાસેના જૂના મન્દિરનું ખંડેર તથા બીજા કેટલાંક દેવાલય, ગૂજરાતમાં આબુ ઉપર અચલેશ્વરની પાસે આવેલાં જૈન મન્દિરે, વસ્તુપાલ-તેજપાલે બંધાવેલ લૂણવસહ, વડનગરમાં હાટકેશ્વરનું પ્રસિદ્ધ મન્દિર, દ્વારકામાં દ્વારકાધીશના મન્દિરની બાજુમાં જ આવેલું ત્રીકમજીનું મંદિર તથા સમુદ્રકિનારે આવેલું રુકિમણીનું મન્દિર, દ્વારકાથી ત્રણેક માઈલ દૂર આવેલા વસઈ ગામમાં લગભગ દસમી સદી જેટલાં પ્રાચીન મન્દિરનાં અવશેષો છે તે પૈકીનું એક અવશેષ, પ્રભાસપાટણમાં સૂર્યમંદિરનું
૧. ઓખામંડળના પ્રાચીન અવશેષોના ઊંડા અભ્યાસી શ્રી કલ્યાણરાય જેથી આ ત્રીકમજીનું મંદિર જેમાં અત્યારે વૈષ્ણવ પ્રતિમા છે તે મૂળ સૂર્યનું મન્દિર હશે એમ માને છે. ત્રીકમ શબ્દ સૂર્યાવાચક ત્રિવિનામ પરથી આવેલો છે, તે જોતાં આ અનુમાન વાસ્તવિક લાગે છે. આ મન્દિર મૂળ ત્રિવિક્રમાદિત્ય નામના સૂર્યનું હોય એમ બને.
૮૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org