________________
દેવમન્દિરમાં ભોગાસનનાં શિલ્પ
હિન્દુસ્તાનના જે પ્રદેશમાં પ્રાચીન કાળનાં દેવાલયો ખંડિત અથવા અખંડિત સ્વરૂપમાં જળવાઈ રહ્યાં છે તે પ્રદેશોનું પરિભ્રમણ કરનારને આપણું શિલ્પકલા અને સ્થાપત્ય કયી કોટિની ઉચ્ચતાએ પહોંચ્યાં હતાં એની ઝાંખી થાય છે. હિન્દની શિલ્પકલાનો ઉદ્દેશ વિવિધ આકૃતિઓ કે પ્રતિકૃતિઓને કલામય રીતે કેવળ દશ્યમાન બનાવવાનું નથી, પણ વિશ્વવ્યાપી આત્માના એકત્વનું દર્શન કરાવવાન છે, એવું એ વિષયના તજજ્ઞોનું એક સામાન્ય વિધાન છે. પ્રાચીન શિલ્પકલાની પાછળ લેકપકારકતાને એક હેતુ જાણે-અજાણે પણ કાર્ય કરી રહ્યો હતો એ જણાઈ આવે છે. અત્યંત સૂક્ષ્મ કોતરણી અને એ સૂક્ષ્મતામાં પણ સળંગસૂત્રતાની સફળ રીતે પરવણી એ તે કલાની એક વિશિષ્ટતા છે.
તે એક સામાન્ય કથન તરીકે, એ પ્રાચીન મન્દિરાની શિલ્પકલા અનેક રીતે દર્શનીય હોય છે. માત્ર દેશી નહીં, પણ વિદેશી ગુણગ્રાહકેએ પણ તેની જે પ્રશંસા કરી છે તે એ પ્રાફકાલીન સિદ્ધિઓ માટે વાજબીપણે ગર્વ લઈ શકાય એવી છે. પરન્તુ એવાં મન્દિરોમાં પણ આપણું સ્થાપિત થઈ ચૂકેલી ધર્મભાવના અને નીતિભાવનાને વિઘાતક લાગતી એવી શિલ્પાકૃતિઓ ઘણી વાર જોવામાં આવે છે. આવી શિલ્પાકૃતિઓ તે કામશાસ્ત્રોક્ત ભોગાસનની પ્રતિમાઓ. આજે પણ કલાવિદોમાં કેવળ નગ્ન શિલ્પાકૃતિનું પ્રદર્શન લગભગ સર્વસંમત ગણાય છે, પરંતુ આવાં આસનોની પ્રતિમાઓ તૈયાર કરવાનો તો વિચાર પણ કઈ ભાગ્યે જ કરે. આમ છતાં આશ્ચર્યની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org