________________
ઇતિહાસની કેડી વેદધ્વનિ અને સરસ્વતીની વીણાને ઝંકાર સંભળાય છે. વેદ અને સરસ્વતી વૈદિક ધર્મનું વિપ્લાન થયું હોવાની ફરિયાદ કરે છે. ધાર્મિક દંભો અને પાખંડોએ વૈદિક ધર્મની કેવી અવદશા કરી મૂકી હતી તે આમાંથી જણાય છે. કર્તાએ આમાં સરસ્વતી અને વેદ ઉપરાંત વિષ્ણુભક્તિ, ન્યાય, મીમાંસા, વેદાન્ત, પ્રશસ્ત પૌરાણિક, વિટાવતેસ વગેરે પાત્રો કલ્પીને વૈદિક ધર્મની સત્યતા પ્રતિપાદિત કરી છે. અંતમાં, પ્રશસ્ત પૈરાણિકના પ્રયત્નોથી પાખંડી ધૂર્તી નાસી જાય છે તથા નાસ્તિક આસ્તિક બને છે. કર્તાએ આ નાટક “ધારવતી–પતિના પ્રિયને માટે લખ્યું છે” એવો તેમાં ઉલ્લેખ છે, પણ તે ક્યારે લખાયું એ વિશે કંઈ જાણવા મળતું નથી. અલબત, તે ઘણું પ્રાચીન તો નથી જ. રામકૃષ્ણનું “ગોપાલકેલિચન્દ્રિકા”
રામકૃષ્ણ દેવનું “ગોપાલકેલિચન્દ્રિકા” નાટક શ્રીકૃષ્ણની વૃન્દાવનલીલાઓનું ભક્તિભાવપૂર્ણ નિરૂપણ કરે છે. આ નાટકનો પણ ચોકકસ સમય જાણવામાં નથી. અર્વાચીન કાળ
વધુ અર્વાચીન કાળમાં આવતાં, સં. ૧૮પરમાં પ્રશ્નોરા કવિ જગન્નાથકૃત “ભાગ્યમહોદયજુદા જુદા અલંકારને પાત્ર કપીને ભાવનગરના મહારાજા વખતસિંહ તથા તેમની સભાનું વર્ણન કરે છે.
આ પછી પણ ગુજરાતમાં સંસ્કૃત નાટકે નથી લખાયાં એમ નહિ. પચાસ-સાઠ વર્ષ પર લખાયેલાં મેરબીવાળા શાસ્ત્રી શંકરલાલ મહેશ્વરનાં “સાવિત્રીચરિત” આદિ તથા ઠેઠ હમણાં નડિયાદવાળા શ્રી મૂળશંકર માણેકલાલ યાજ્ઞિકનાં “સંયોગિતાસ્વયંવરમ,” “છત્રપતિ– સામ્રાજયમ્' આદિ સંસ્કૃત નાટયશાસ્ત્રના સિદ્ધાન્તને અનુસરીને લખાયેલાં નાટકે તેના ઉદાહરણરૂપ છે. પરંતુ એ કે એની કે પછી લખાયેલાં બીજા કેટલાંક નાટકોનું વિવરણ આ સ્થળે અપ્રસ્તુત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org