________________
ગુજરાતમાં સંસ્કૃત નાટક પ્રજાજીવનમાં સંસ્કૃત નાટક
મધ્યકાલીન ગૂજરાતમાં નાટક રાજાતિ અથવા ધનિકાધીન હતું. રાજાની આજ્ઞાથી જેમ વખતેવખત નાટકો ભજવાતાં તેમ ધનિક લોકે પણ નાટકે કરાવતા. ઉપરાંધેલાં નાટકો પૈકી ઘણાં રાજાજ્ઞાથી ભજવાયાં હતાં, એ આપણે જોઈ ગયા. રામભદ્રનું “ પ્રબુદ્ધરૌહિણેય’ નાટક જાલોરમાં બે વણિક ભાઈઓની સૂચનાથી ભજવાયું હતું. “પ્રબન્ધચિન્તામણિ'ના ભોજરાજ–પ્રબન્ધમાં એવો એક પ્રસંગ આવે છે કે–ભેજરાજા નગરચર્ચા જોવા ગયો હતો, ત્યાં એક સ્થળે શિવમંદિરમાં એક વાણિયાએ નાટક કરાવ્યું હતું, તેની સમૃદ્ધિ જોઈને વાણિયાને લૂંટી લેવાનો રાજાને વિચાર થયો. આ કથાનકમાં ભલે સત્યાંશ ન હોય, પરંતુ દેવમંદિરેમાં ધનિક લોકે પણ નાટકો કરાવતા, એટલી ઉપયોગી માહિતી તેમાંથી મળે છે. દેવમંદિરોમાં દેવોની વર્ષગાંઠ, વસન્તોત્સવ, યાત્રામહોત્સવ ઇત્યાદિ પ્રસંગોએ ખાસ નાટક ભજવાતાં.
પૂર્વકાળમાં નાટક માત્ર ઉચ્ચ વર્ગના–રાજા અને તેના દરબારીએના વિનોદનું સાધન હતું. પણ મધ્યકાલીન ગૂજરાતમાં ધાર્મિક પ્રચારાર્થે પણ નાટકનો ઉપયોગ થતે આપણે જોઈએ છીએ. એ રીતે નાટક જનસમૂહનો સ્પર્શ કરતું પણ બન્યું. “મોહરાજપરા,”
પ્રબુદ્ધરૌહિણેય “કરુણવયુધ” અને “ધર્માભ્યદય’ જૈનધર્મના પ્રચારાર્થે જ લખાયાં તથા ભજવાયાં હતાં. “કરુણવયુધ’ તો યાત્રાધામ શત્રુંજય ઉપર વસ્તુપાલે કાઢેલા સંઘના પરિતાપ અર્થે ભજવાયું હતું, એ પણ ઓછું સૂચક નથી. “ધર્મવિજ્ય, “પાખંડ–
૭. બંગાળમાં હજી પણ જાત્રાના પ્રયોગો થાય છે. મધ્યકાલીન તેમજ અર્વાચીન ગુજરાતમાં પણ “જાત્રા,” “જાતર ” એ શબ્દો “ભવાઈ'ના અર્થમાં વપરાય છે. સરખા “ચાચર ત્યાં જાતર.” કવિ લાવણ્યસમય “વિમલપ્રબંધમાં લખે છે: “ન ગણઈ ઘરમાંટી કુણમાત્ર, નારી જેવા જાઈ જાવ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org