________________
ગૂજરાતમાં સંસ્કૃત નાટક મળે, છતાં ગૂજરાત કાઠિયાવાડના હિન્દુ રાજાઓ અને ધનિકોએ વિદ્યાને યથાશક્તિ પિષણ આપ્યાં કર્યું. પરિણામે મુસ્લિમ સત્તાની સ્થાપના પછી પણ ગૂજરાતમાં સંસ્કૃતના સારસ્વતપ્રવાહનું સાતત્ય જળવાઈ રહ્યું. જૈન સાધુઓની લેખનપ્રવૃત્તિઓ પણ સંસ્કૃત સાહિત્યની રચનામાં ઘણે મોટો ફાળો આપ્યો હતો. એ કાળમાં રચાયેલા સંસ્કૃત સાહિત્યમાં કેટલાંક સંસ્કૃત નાટકે પણ મળે છે. ગંગાધરનું ગંગાદાસપ્રતાપવિલાસ
સં. ૧૫૦૫ આસપાસમાં આપણને “ગંગાદાસપ્રતાપવિલાસ” નામનું નવાંકી નાટક મળે છે. ચાંપાનેરના રાજા ગંગાદાસે અમદાવાદના સુલ્તાન મહમ્મદ તથા તેના આશ્રિત ઈડરના રાજાને હરાવ્યા, તે પ્રસંગને અનુલક્ષીને લખાયેલું એ વીરરસપ્રધાન નાટક છે. ચાંપાનેરનો રાજકવિ ગંગાધર તેનો કર્તા છે. પાવાગઢ અને ચાંપાનેરની સમૃદ્ધિ, પ્રજાની મહાકાલી પ્રત્યેની ભક્તિ અને ગંગાદાસનો અડગ ટેક એ બધાનો એમાંથી સારો ખ્યાલ મળે છે. ચાંપાનેરમાં મહાકાલીના મન્દિરના સભાગૃહમાં એ નાટક ભજવાયું હતું. ભૂદેવ શુકલનું “ધર્મવિજય
ધર્મવિજય’ નામનું પંચાંકી નાટક દિલ્હીપતિના દાનવેનાધ્યક્ષ કાયસ્થ કેશવદાસ માટે લખાયેલું છે. તેનો કર્તા ભૂદેવ શુકલ છે.
સ્માર્ત આચરેથી યુક્ત જીવનના પારલૌકિક ફાયદાઓ” દર્શાવતું એ રૂપક છે. એની હાથપ્રત સં. ૧૮૩૨ ની મળે છે, એટલે ત્યાર પહેલાં એ રચાયેલું હોવું જોઈએ. રવિદાસનું પાખંડખંડન
રવિદાસનું “પાખંડ ખંડન” પણ દંભ અને પાખંડનું ખંડન કરી વેદધર્મનું પ્રતિપાદન કરતું રૂપક છે. નાન્દીમાં શ્રીદેવી, સૂર્ય, પાર્વતી, વાદેવી, રામ, શિવ અને ગણેશનું આવાહન કર્યું છે. નેપથ્યમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org