________________
ઇતિહાસની કેડી ઉદાહરણ આપવા માટે રામચન્દ્ર એમાં કુલ ગુમાલીશ સંસ્કૃત નાટકોમાંથી અવતરણ આપ્યાં છે અથવા એ નાટકના પ્રસ્તુત ઉલેખે કર્યા છે. આ નાટકો પૈકી કેટલાંક તો આજે અપ્રાપ્ય છે. વિશાખદત્તનું “દેવીચન્દ્રગુપ્ત’ નાટક જે અત્યારે મળતું નથી, તેનાં સંખ્યાબંધ અવતરણે નાટયદર્પણમાં જળવાઈ રહ્યાં છે અને તેથી ગુપ્તકાળના ઇતિહાસ ઉપર કેટલાક પ્રકાશ પડે છે. સમ્રાટ સમુદ્રગુપ્ત અને તેના પુત્ર ચન્દ્રગુપ્તની વચ્ચે સમુદ્રગુપ્તને ભેટે પુત્ર રામગુપ્ત થોડા વખત માટે ગાદીએ આવ્યો હતો, એવી શોધ એ ઉપરથી થઈ છે. એ રામગુપ્ત કેવો હતો, તેણે કેવાં નીચ કૃત્યો કર્યા હતાં અને છેવટે તે કેવી રીતે ભૂંડે હાલે મર્યો–એ વૃત્તાંતનું નિરૂપણ “દેવીચન્દ્રગુપ્ત” નાટકમાં કરવામાં આવ્યું હતું. રામચન્ટે આપેલાં અવતરણદ્વારા બચેલા એ નાટકના ટુકડાઓને આધાર લઈ શ્રી કનૈયાલાલ મુનશીએ ધ્રુવસ્વામિની દેવીઃ એક બેવાયેલા નાટકનું નવદર્શન” એ નામે ઐતિહાસિક નાટક લખ્યું છે. રામચન્દ્રનાં અગિયાર નાટકે
રામચન્દ્ર નલવિલાસ, રઘુવિલાસ, યદુવિલાસ, સત્યહરિશ્ચન્દ્ર, નિર્ભયભીમવ્યાયાગ, મલ્લિકામકરન્દપ્રકરણ, રાઘવાક્યુદય, રોહિણમૃગાંક પ્રકરણ, વનમાલાનાટિકા, કૌમુદીમિત્રાણંદ અને યાદવાળ્યુદય એ પ્રમાણે અગિયાર નાટકો લખ્યાં છે, જેમાંનાં કેટલાંક એ જમાનામાં ભજવાયાં પણ હશે.
વસ્તુને નાટયોચિત બનાવવાની રામચન્દ્રની કુશળતા પર એનું નલવિલાસ' નાટક જોવા જેવું છે. નળદમયંતીની મૂળ કથામાંના
૪. રામચન્દ્ર “નાટથદર્પણ”માં નાટયશાસ્ત્ર અને અભિનયકલા પર કેટલાંક મહત્ત્વનાં અને તે કાળને લક્ષ્યમાં લેતાં તો પ્રણાલિકાભંજક ગણું શકાય એવાં વિધાન કર્યા છે. એ સંબંધી વિશેષ માટે જુઓ આ સંગ્રહના “હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ એ લેખમાં “નાટ્યશાસ્ત્રી રામચન્દ્ર”.
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org