________________
ગુજરાતમાં સંસ્કૃત નાટક ચમત્કારે એણે શક્ય તેટલે અંશે કાઢી નાખ્યા છે. હંસનું દૂતીકાર્ય, નલરાજાના શરીરમાં કલિપ્રવેશ, પક્ષીઓ તેનું વસ્ત્ર ઉપાડી જાય છે ઈત્યાદિ ચમત્કારિક પ્રસંગો રંગભૂમિ ઉપર દર્શાવવાનું અશક્ય છે અને તે સર્વે કથનદ્વારા વર્ણવવામાં આવે તો એમાં પૂરી ચમત્કૃતિ ન આવે; આથી એ પ્રસંગે રામચન્ટે કાઢી નાખ્યા છે. હંસના દૂતીકાર્યને સ્થાને કલચૂરીપતિ ચિત્રસેનના ચાર પાસેથી નળને દમયંતીની છબી મળે છે અને તે પ્રેમાસ બને છે, એમ બતાવ્યું છે. કલિનું કામ ચિત્રસેન કરાવે છે અર્થાત એનો કાપાલિક વનમાં સ્ત્રીને સાથે રાખીને કરવામાં મુશ્કેલીઓ અને સ્ત્રીને પિયર આશ્રય લેવા જવામાં પતિની માનહાનિ વર્ણવી નળ પાસે દમયંતીનો ત્યાગ કરાવે છે. નળનું બાહુક બની જવું એ પ્રસંગ કથાને મર્મભાગ હોવાથી તે કાયમ રાખ્યો છે. નળને બાપે સર્પનું રૂપ લઈ એ પરિવર્તન કરી આપ્યું હતું અને શું કરવું એ પિતાના પુત્રને સમજાવ્યું હતું. પૂર્વજ સર્પ થાય છે એ ગૂજરાતની એક જૂની માન્યતા છે, અને તેનો અહીં રામચન્ટે ઉપયોગ કર્યો છે.
રામચન્દ્રના “ કૌમુદીમિત્રાણંદ ' પ્રકરણમાં કૌમુદી નામે ઠગકન્યા અને મિત્રાણંદ નામે વણિકની અદ્ભુતરસિક પ્રણયકથા વર્ણવેલી છે.
અગિયાર નાટકો પૈકી માત્ર ગણતર નાટકે જ હજી પ્રસિદ્ધ થયેલાં હોવાથી રામચન્દ્રના નાટ્યલેખનનું સાંગોપાંગ અવલોકન હજી થઈ શકે એમ નથી. છતાં જે ચારેક નાટક પ્રસિદ્ધ થયાં છે તે ઉપરથી પણ કવિના સ્વતંત્ર, મસ્ત અને ઉત્સાહપૂર્ણ વ્યક્તિત્વ ઉપર સારે પ્રકાશ પડે છે. “તું રસ્તાને કૂતરે ભલે થજે, પણ સ્વતંત્ર રહેજે; ત્રિલોકનો નાયક બનીને પણ પરતંત્ર ન રહીશ”–આવા વિલક્ષણ શબ્દોમાં જિનેશ્વરની સ્તુતિ કરનાર અને રાજા અજ્યપાલની સજાને સ્વીકાર કરવાને બદલે જીભ કરડીને હર્ષભેર મૃત્યુનો સ્વીકાર
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org