________________
ગુજરાતમાં સંસ્કૃત નાટક એક નાટક પણ મળે છે. નેમિનાથ–રાજિમતીનું સુપ્રસિદ્ધ કથાનક એ જ આ નાટકનો વિષય છે. તેની પ્રસ્તાવનામાં સૂત્રધારના કથન ઉપરથી જણાય છે કે ચશશ્ચન્ટે બે મહાકાવ્ય તથા ચાર નાટક લખ્યાં હતાં, પણ આ બીજ એ નાટકને પત્તો હાલમાં લાગતો નથી. કવિ રામચન્દ્ર
આ પછી, કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના પટ્ટશિષ્ય અને ગૂજરાતના પ્રધાન નાટકકાર અને નાટયશાસ્ત્રી રામચન્દ્રની કૃતિઓ ખાસ ઉલ્લેખ માગી લે છે. ગૂજરાતમાં લખાયેલાં આશરે અઢી ડઝન સંસ્કૃત નાટકે આજ સુધી જાણવામાં આવ્યાં છે, તેમાંથી અગિયાર તે એકલા રામચને જ લખેલાં છે. ગૂજરાતના નાટકસાહિત્યમાં રામચન્દ્રની કૃતિઓનું વિશિષ્ટ સ્થાન છે. નાટયશાસ્ત્રનો કવિને અભ્યાસ, ભાષા પરનું પ્રભુત્વ, નાટકમાં છંટાયેલો મર્માળો વિનોદ, સરળ, વિશદ અને મધુર સુતિઓ, કથાનકના પ્રસંગોને નાટચાનુરૂપ બનાવવાની આવડત—એ બધું સંસ્કૃત નાટયલેખકેના ભલે પહેલા વર્ગમાં નહિ, પણ બીજા વર્ગમાં તો રામચન્દ્રને સહેજે સ્થાન અપાવે તેમ છે. રામચન્દ્રનું “નાટયદર્પણ”
નાટયશાસ્ત્ર અને રસશાસ્ત્રના પણ રામચન્દ્ર એક ઉત્તમ જ્ઞાતા હતા. પોતાના ગુરૂભાઈ ગુણચન્દ્ર સાથે મળી તેમણે ‘નાદર્પણ” નામનો નાટયશાસ્ત્રનો ગ્રન્થ તેમ જ તે ઉપરની વૃત્તિ લખી છે. આ ‘નાદર્પણ” અત્યંત મહત્વનો ગ્રન્થ છે, કેમકે નાટયશાસ્ત્રના સંસ્કૃત ગ્રન્થા માત્ર આંગળીના વેઢે ગણાય એટલા છે. નાટયશાસ્ત્ર ઉપરાંત બીજી રીતે પણ “નાટયદર્પણ”ની અગત્ય છે. વિવિધ વિષયોનાં
* ૩. રામચન્દ્રના જીવન અને લેખનકાર્ય વિષે સવિસ્તર ચર્ચા માટે જુઓ “હૈમસારસ્વત સત્ર એમાં મારો નિબંધ “હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ”.
૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org