________________
ઇતિહાસની કેડી યશશ્ચન્દ્રકૃત “મુકિતકુમુદચન્દ્રપ્રકરણ અને બીજાં નાટકો
આ પછીના સમ્યમાં, સિદ્ધરાજ સિંહના દરબારમાં ગૂજરાતના ધાર્મિક અને સામાજિક ઈતિહાસમાં યાદગાર એવો એક બનાવ બન્યો હતો. એ કાળમાં જુદા જુદા સંપ્રદાયો અને મતમતાનરેના આચાર્યો વચ્ચે વાદવિવાદો ચાલ્યા કરતા હતા. આવો એક વાદ સિદ્ધરાજની સભામાં દિગંબર કુમુદચન્દ્ર અને શ્વેતાંબર વાદી દેવસૂરિ વચ્ચે સં. ૧૧૮૧માં થયો હતો. “રત્રીઓને મોક્ષ મળે કે નહિ?” તથા “શ્વેતાંબરને મોક્ષ મળે કે નહિ ?” એ વાદનો વિષય હતો. દેવસૂરિના મત મુજબ સ્ત્રીઓને મોક્ષ મળી શકે, કારણ સ્ત્રીઓ પણ “સ”શાલી હોય છે. આ માટે શાસ્ત્રોમાંથી સીતા આદિ સતીઓનાં નામ ટાંકવામાં આવ્યાં હતાં, પણ સમકાલીન વ્યક્તિ તરીકે રાજમાતા મયણલ્લાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સોળ દિવસ ચાલેલા આ વાદવિવાદને વિષય બનાવતું સંપાદલક્ષના રાજાના આશ્રિત મોઢ વણિક યશશ્ચન્દ્રનું “મુકિતકુમુદચન્દ્રપ્રકરણ મળે છે. વાદવિવાદમાં છેવટે કુમુદચન્દ્રની હાર થઈ. છેલ્લા ઉપાય તરીકે, કુમુદચન્દ્ર દેવસૂરિના ટારોટ શબ્દપ્રયોગમાં વ્યાકરણની ભૂલ કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પ્રયોગ પાણિનિ વ્યાકરણ પ્રમાણે છે એમ મધ્યાએ જણાવ્યું હતું.
આ નાટક ગૂજરાતના ધાર્મિક અને સામાજિક ઈતિહાસ માટે ઘણું મહત્ત્વનું છે. રાજાઓની ન્યાયપ્રિયતા અને વિદ્યાપ્રેમ, ધર્મચાર્યોની પરમતઅસહિષ્ણુતા અને વાદપ્રિયતા વગેરેનો પરિચય આમાંથી થાય છે. આ વાદવિવાદમાં સિદ્ધરાજ પોતે જ અધ્યક્ષસ્થાને હતો તથા મહર્ષિ, ઉત્સાહ, સાગર અને રામ એ ચાર પંડિત તેની સહાયમાં હતા. સિદ્ધરાજની સભાનું તથા તેની વિદ્વત્તાનું પણ સરસ વર્ણન આ નાટકમાંથી આપણને પ્રાપ્ત થાય છે.
આ નાટકના કર્તા યશશ્ચન્દ્રનું “રાજિમતીપ્રધ’ નામનું બીજું
'
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org