SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ તાજેતરમાં ૫૦ વર્ષની ગોલ્ડન મેરેજ એનીવર્સરીનો પ્રોગ્રામ સમાજના મહાનુભાવોની વિશાળ હાજરીમાં ઊજવી તે સમયે તેમના જીવનના ચડાવ—ઉતારના પ્રસંગોની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ રજૂ કરી સમાજનાં લોકોને પ્રેણાદાયી ભાથું પૂરું પાડેલ. તેઓના સુપુત્ર રાજેશભાઈ પણ વ્યવસાયિક જવાબદારીઓ સાથે શ્રી મેમનગર સ્થા. જૈન યુવક મંડળના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓએ મહિનાના પ્રથમ રવિવારે તથા ત્રીજા રવિવારે સંઘના સભ્યો માટે સમૂહ સામાયિકનું તથા નૌકારશીનું આયોજન દાતાઓના સહકારથી કરેલ છે, જેમાં ૨૦૦થી ૨૫૦ વ્યક્તિની હાજરી સવારે ૭૩૦ વાગે જોવા મળે છે, જેનાથી સંત-સતીજીઓ પણ અત્યંત પ્રભાવિત થયેલ છે. દુઃખમાં હારી ન જનાર સુખમાં છકી ન જનાર...સૌના મિત્ર એવા શ્રી અરવિંદભાઈ સી. સંઘવી વ્યક્તિના જીવનમાં માનવીય ગુણો જ્યારે સુરેખ અને વ્યાપક બની ખીલી ઊઠે છે, ત્યારે તે સર્વત્ર છવાઈ જાય છે. એમાંય અર્થપ્રધાન સંસારમાં વ્યવસાયિક કુનેહનું મૂલ્ય અનેરું હોય છે. આવા માનવીય ગુણોની ફોરમ અને વ્યવસાયિક કુનેહના ફળનો જવલ્લેજ જોવા મળતો સુભગ સુમેળ જોવો હોય તો આપણે શ્રી અરવિંદભાઈ સંઘવીની જીવનકિતાબનાં પાનાં ઉથલાવવા પડે. આ સદ્ગુણો અને કુનેહના ખીલવનારનું મૂળ તેમની જન્મભૂમિ સુરેન્દ્રનગરના ખોબા જેવડા એક ગુંદિયાળા ગામની ધૂળમાં છે? કે પછી તેમના પિતાશ્રી ચિમનભાઈ અને માતુશ્રી કાંતાબહેનના અમીભર્યા સંસ્કારસિંચનમાં છે? કે પછી નાની વયે ફરજિયાત વ્યવસાયમાં જોતરાઈને કાલાકપાસના નાનકડા વેપારથી શરૂ કરી કોટનના કદાવર વ્યાપાર અને તે પછી લઘુ ઉદ્યોગથી શરૂ કરી છેક ટેક્ષટાઇલ મિલ જેવા મોટા ઉદ્યોગ અને આખરે રીયલ એસ્ટેટના ક્ષેત્ર જેવા અનેક વિવિધક્ષેત્રોમાં કરેલા ખેડાણના અનુભવથી થયેલા ઘડતરમાં છે? કે પછી બે ભાઈ Jain Education Intemational ૩૭૯ અને છ બહેનોના પરિવાર સાથે બે પેઢીના કાકા દાદાના પણ પરિવારો સહિતના વિશાળ સંયુક્ત પરિવારના બહોળા કાફલામાં સૌને સાથે રાખી જીવવાની બેનમૂન પ્રેમાળ કુટુંબભાવનાની ફેફસામાં ભરાયેલી હવામાં છે? કે પછી બૃહદ્ મિત્રવૃંદ, વિસ્તૃત વ્યવસાયિક વર્તુળ, સ્થાનકવાસી જૈન સમાજની સાધર્મિક સેવા ભાવનાની નિષ્ઠામાંથી જાગેલી નમ્રતામાં છે? કે પછી જન્મના સંસ્કાર અને પરિવારના ધર્મનિષ્ઠ આચારને લીધે સાધુ, સાધ્વીજી, આચાર્ય ભગવંતોનાં વૈયાવચ્ચ તથા સત્સંગ માટે સદા તત્પર ભાવથી હૃદયે ઉદિત ધર્માનુરાગ, ચિંતનના ફળ સ્વરૂપમાં છે? તે કહેવું અઘરું અવશ્ય છે. પરંતુ એટલું જરૂર કહી શકાય કે જીવનની ઘટમાળનાં હરેક પાસાંઓને અંતે તેઓ વધુ ને વધુ નીખર્યા છે. પરંતુ સત્ય હકીકત એ છે કે આ બધાના મૂળમાં તો માત્ર અને માત્ર જીવન પ્રત્યેનો એમનો હકારાત્મક અભિગમ જ છે. જીવનના અનેક ચઢાવ-ઉતારમાં પણ ક્યારેય કોઈ પણ ક્ષણે તેમણે નકારાત્મકતાને નજીક ફૂંકવા દીધી નથી, એટલું જ નહીં એમણે દોષનો ટોપલો પ્રારબ્ધ ઉપર નાખ્યો નથી કે પ્રારબ્ધને પણ ક્યારેય નકારાત્મક દૃષ્ટિથી જોયું પણ નથી. ઊલ્ટાનું હંમેશ સસ્મિત વદને સદાયુવા સ્ફૂર્તિથી પુરુષાર્થમાં દૃઢ વિશ્વાસ જ રાખી જીવનની હરક્ષણ, હરેક સ્થિતિમાં કેવળ જિંદગીને ભરપૂર માણી જ છે. દુનિયાએ જેને સુખ કહ્યું તેમાં તેઓ છકી ગયા નથી. દુનિયાએ જેને દુઃખ કહ્યું તેને હંમેશ સુખ સમજીને જ વધુ માણ્યું છે, એટલું જ નહીં આ જ જીવનશેલી દ્વારા અનેક મિત્રો, સંબંધીઓને એક જીવનમંત્ર આપી એ લોકોના જીવનમાં પ્રેરણાસ્રોત બન્યા છે. એમના આ હકારાત્મક અભિગમના કારણે પોતાની સમસ્યાઓને ઘડીભર બાજુએ રાખી અન્યની તકલીફોને અગ્રિમતા આપેલ હોય એવું અનેકવાર બનતું રહ્યું છે. એમાં ખૂંપી જતાં પણ અચકાયા નથી અને તેનો ઉકેલ મેળવીને જંપે છે. સવારના પાંચથી લઈને મોડી રાત સુધીની સતત વ્યસ્તતામાં પણ તેઓ જીવનના, સંસારના, સમાજના, વ્યવસાયના અથવા આધ્યાત્મિકનાં અનેક પાસાંઓને વ્યાજબી ન્યાય આપી હરેકને ઉપયોગી થવાના જીવનમંત્રને અથાકપણે નિભાવી રહ્યા છે. તેમના બંને સંસ્કારી, સુશીલ, નમ્ર અને નિપુણ પુત્રો, પુત્રવધૂઓ અને બંને પરિણીત પુત્રીઓએ પણ આ જ જીવનમંત્રને હોંશ અને દિલથી સ્વીકારી એમની તમામ સામાજિક, સાંસારિક પ્રવૃત્તિઓને બળ પૂરું પાડ્યું છે. અલબત્ત સફળતાના યશના ખરાં અધિકારી તો એમનાં ધર્મપત્ની શ્રીમતિ ઇન્દીરાબહેનની ધર્મપરાયણતા, પરિવારપ્રેમાળતા અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy