________________
૭૨૪
નાનપણથી ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા-પિતા તરફથી મળ્યો ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રામાણિકતા જેવા સગુણોનો પણ વારસો મળ્યો હતો. તેથી ગામમાં કાપડની દુકાનમાં સર્વિસ કરી ત્યારપછી તેઓ મુંબઈ ખાતે આવેલ. | મુંબઈમાં ચૈતલિયા બ્રધર્સમાં સર્વિસમાં જોડાયા. તેમાં ખાસ કરી ટ્રાવેલિંગનું કામ સોંપવામાં આવ્યું. ટુરમાં કોલોબ્બો, કરાંચી, બૈહરીન (ગર્લરે) પોતાની હોશિયારીથી સુંદર યોગદાન આપતાં ટ્રસ્ટ, વિશ્વાસથી દરેકનું મન જીતી લીધું અને પ્રામાણિકતાનાં દર્શન કરાવેલ ત્યારે તેમની મદ્રાસ ખાતે બ્રાન્ચ શરૂ કરી ત્યાં મેનેજર તરીકે નિમણૂક કરી. જેમ જેમ પોતાની પ્રવીણતા, તમન્ના જોઈને બેંગ્લોર ખાતે બ્રાન્ચ શરૂ કરી તેમાં મેનેજરની પોસ્ટ આપી પોતે સુંદર રીતે કાર્યરત હોવાથી સુંદર રીતે કામગીરી નિભાવવા લાગ્યા.
ઈ.સ. ૧૯૫૦માં શ્રીમતી ચંપાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. પોતાની સુંદર રીતે સંસારરૂપી ગાડી ચાલી રહી હતી. સમય કોઈની રાહ જોતો નથી તેમ ધીરે ધીરે સંસારચક્ર ફરવા લાગ્યું. ઈ.સ. ૧૯૫ર તેમને ત્યાં સુપુત્ર પ્રફુલ્લભાઈનો જન્મ થયો અને ઈ.સ. ૧૯૬૬માં સુપુત્રી પ્રવીણાબહેનનો જન્મ થયો.
ઈ.સ. ૧૯૫૭માં ચૈતાલિયા બ્રધર્સમાંથી છૂટા થઈ પોતાનો અલગ વ્યવસાય કરવા તૈયાર થયા ત્યારે તેમના ભાઈ મહાસુખભાઈ સાથે રહી “ભારત ગ્લાસ વેર' નામની પેઢી શરૂ કરી હતી. ઈ.સ. ૧૯૬૩માં નામ બદલી ધંધાની લાઇન બદલી સલોત બ્રધર્સ'નામની પેઢી શરૂ કરી તેમાં ફેન્સી આઇટમ ચાલુ કરી. ધંધામાં પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા.
બેંગ્લોર જેવા શાંત રમણીય સ્થળના વાતાવરણમાં જૈન ધર્મના આચારપાલન અને આવશ્યક ક્રિયાઓ દ્વારા એક ધાર્મિક વ્યક્તિ તરીકે ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કર્યુ હતું.
દાઠામાં ભોજનશાળામાં ૧૮ પહેલાં ભોજનશાળાના હોલમાં માતુશ્રી હરકુંવરબહેનના નામથી નામકરણવિધિ સહિત સુંદર લાભ લીધો હતો.
બેંગ્લોર, રાજાજીનગર ખાતે પોતાના પિતાશ્રીના નામથી નામકરણ સાથે આરાધનાભવન સાથે નામ જોડવાનો લાભ લીધો હતો. શ્રી ચત્રભુજ ગુલાબચંદ સલોત જૈન આરાધનાભવન રાજાજીનગરમાં ખુલ્લું મૂકેલ.
આ સિવાય મંદિરની પ્રતિષ્ઠા, ઉપાશ્રય, ભવન,
સ્વપ્ન શિલ્પીઓ. ધ્વજારોપણ, શિલાલેખ, ભૂમિપૂજન વગેરે નાનીમોટી યોજનામાં સંપૂર્ણ સહકાર આપી સુંદર લાભ લેતા હતા.
ઈ.સ. ૨૦૦૫ની ડિસેમ્બર માસની ઓગણત્રીસમી તારીખે તેમનું પ્રાણપંખેરુ આ દુનિયામાંથી ઊડી ગયું. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે. સંકલન :–પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર
શ્રીકાન્ત એસ. મહેતા શ્રી શ્રીકાન્તભાઈનો જન્મ ૬-૯-૧૯૪૭ના રોજ હીરાઝવેરાતના વેપારી મે. બાપાલાલ એન્ડ કું., ચેન્નાઈના માલિકને ત્યાં થયો. તેમણે વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કુટુંબના કોફીના બગીચાઓના વ્યવસ્થાપનથી ધી. તેમણે “મધુકર” નામની કેળાંની જાતનો મબલખ પાક લીધો. તેમણે દક્ષિણમાં આમળાંનું વાવેતર શરૂ કરાવ્યું અને અન્ય ફળોનો ઉછેર પણ લોકપ્રિય બનાવ્યો. તેમણે આમળાં પરના ત્રણ રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર સલેમ (૨૦૦૩), મદુરાઈ (૨૦૦૫) અને અમદાવાદ (૨૦૦૬)માં યોજ્યા. સરકારે તેમને ભારતના આમળાં ઉછેર એસોસિએશનના પ્રમુખ અને નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના ડાયરેક્ટર તરીકે નીમ્યા. તેઓ કોન્ફડરેશન ઓફ ઇન્ડિયન હોર્ટિકલ્ચરના સેક્રેટરી તરીકે ચૂંટાયા. તેમણે પાંચ વર્ષ સુધી નાણામંત્રી સાથેની બજેટ પૂર્વેની મીટિંગમાં બાગાયત ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કર્યું. તેમણે લખનૌમાં “હોર્ટિકલ્ચર સમ્મીટ ૨૦૦૦ન આયોજન કર્યું. તેમને અનેક સંસ્થાઓ મળ્યા અને તેઓએ અનેક સંસ્થાઓના સભ્યપદે અને અગત્યના હોદાઓ પર રહી કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી. તેમણે શિક્ષણક્ષેત્રે પણ મહત્ત્વનું યોગદાન આપ્યું.
ડૉ. સી. બાલક્રિષ્નન છેલ્લાં અઢાર વર્ષથી બધી શાળા, મહાશાળાના વિદ્યાર્થીઓ વચ્ચે ગાંધીજીના આદર્શો અને અહિંસાના સિદ્ધાંતોનો પ્રચાર થઈ રહ્યો છે. દારૂના સેવન અને મટનના ઉપયોગથી ઊભાં થતાં દૂષણોની જાણકારી આપવામાં આવે છે અને મદ્યપાનના સંપૂર્ણ નિષેધ અંગે જાગૃતિ ઊભી કરવામાં આવે છે. - યુવા પેઢીને અને બાળકોને બધાં કાર્યોમાં સંયમ અને સ્વચ્છતાનું મહત્ત્વ શીખવવામાં આવે છે અને અસ્પૃશ્યતાનાં દૂષણો અંગેની માહિતી આપવામાં આવે છે. પ્રજાપિતા બ્રહ્મકુમારી સંગઠનના પ્રખર હિમાયતી તરીકે બધાં ગામડાંઓમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org