________________
સ્વપ્ન શિલ્પીઓ
પરિણામે દુલાભાઈનું મન મુંબઈ પરથી ઊઠી ગયું. દેશમાં જામનગર જઈને ઠરીઠામ થવાનો સંકલ્પ કર્યો.
જામનગર નિવાસ દરમિયાન પણ દુલાભાઈનો વેપારઉદ્યોગ પરત્વેનો ધમધમાટ ચાલુ રહ્યો. જેમાં, પ્લાસ્ટિક ઉદ્યોગ, મિનરલ્સ, ખનીજ વગેરે અને જામનગરમાં બેડી બંદરનો વિકાસ મુખ્ય છે. ઈ.સ. ૧૯૪૩-૪૪માં વિશ્વયુદ્ધને લીધે યુરોપ, અમેરિકા ખુવાર થઈ ગયા હતા અને બેઠા થવા પ્રયત્નો કરતા હતા, ત્યારે દુલાભાઈની સૂઝ અને આવડતથી પ્લાસ્ટિક ફાઇબરની વસ્તુઓના ઉત્પાદન કોલોબ્રેશનમાં શરૂ કરવાની દરખાસ્તો તે રાષ્ટ્રોની હતી. જામનગર જિલ્લાની આસપાસની બોક્સાઇટની ખાણોમાંથી જામનગર મિનરલ્સ રિસન્ડિકેટ ડેવલોપમેન્ટના નામે ચાંદી, બોક્સાઇટ વ. અને અન્ય ખનીજો બનાવવાનો ધમધમાટ પણ ચાલુ કર્યો. જામનગર શહેરમાં જામનગરમાં બુલિયન દ્વારા ચાંદીનો સટ્ટો (ખેલો) શરૂ કર્યો. પરિણામે તે વખતના ગવર્નર જનરલ વોવેલના સૂચનથી દુર્લભજીભાઈને ‘રાજરત્ન’ કે ‘નગરરત્ન’નો ખિતાબ આપવાનું ઠરાવાયું. વિજયાદશમીના દિવસે સમગ્ર જામદરબાર વચ્ચે દુર્લભજી કે. શેઠને સમ્માનવામાં આવ્યા. બહુ ઓછી વ્યક્તિને મળે એવું સમ્માન પામવાના અને એ પણ નાની ઉંમરે તેઓ સદ્ભાગી થયા. બેડી બંદરે રાજકીય ઠાઠમાઠથી એમનું સ્વાગત થયેલું. રાત્રે જામસાહેબના પેલેસ પર ડિનર ગોઠવાયેલું. રાજા પણ પ્રજાના ઉત્કર્ષથી ખૂબ ખુશ થયેલા. પોતાના રાજ્યમાં આવાં નરરત્નો પાકે છે એનું ગૌરવ લેતા હતા.
પરંતુ વિધિનું નિર્માણ કંઈક જુદું જ હોય છે. દુર્લભજી શેઠ લાંબુ જીવ્યા હોત તો કાઠિયાવાડ-ગુજરાતની સિકલ બદલી નાખવામાં એમણે શું શું ઉદ્યોગો ન કર્યા હોત તેની કલ્પના થઈ શકે છે, પરંતુ ૪૫ વર્ષની વયે મેનેન્ઝાઇટીસની બિમારીમાં એકાએક એમનું અવસાન થયું. પોતે એક કુશળ વેપારી ઉદ્યોગપતિ ધનવાન વ્યક્તિ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હતા. અવસાનના ખબર મળતાં જ દેશ-વિદેશમાંથી ૭૫-૧૦૦ ટેલિગ્રામ જામનગર આવી ગયા હતા. ભારતના મુખ્ય મુખ્ય શહેરોની બજારો બંધ રહી હતી. અંતિમયાત્રામાં ૧૫૦૦૨૦૦૦ વ્યક્તિઓ હાજર હતી. બેસણું–ઉઠમણું વખતે ૩૦૦૦-૩૫૦૦ માણસો આવ્યા હતા. એમના કાર્યક્ષેત્રો જેવાં કે શેરબજાર, ફિલ્મ સ્ટુડિયો, સુગર માર્કેટ, કાપડ બજાર, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટ વગેરેને કારમો આઘાત લાગ્યો હતો. દેશનાં દરેક છાપાંઓએ પાનાં ભરીને આ વિરલ વ્યક્તિને શોકાંજલિઓ આપી હતી.
Jain Education Intemational
૬૮૭
આમ, નાની ઉંમરે સાગર જેવું વિશાળ સામ્રાજ્ય ઊભું કરીને શ્રી દુર્લભજી કરસનજી શેઠ વિરલ જીવન જીવી ગયા. અનેકોને જે પ્રેરણા આપી ગયા, તેમાંથી નિરંતર એક ગેબી અવાજ સંભળાયા કરે છે કે પુરુષાર્થ અને લાંબા રઝળપાટ વગર જિંદગીના જામ ઉપર ક્યારેય નકશી નથી થઈ શકતી. એક કર્મઠ વ્યક્તિમત્તા કેટલી મહાન હોઈ શકે એનો એક આદર્શ નમૂનો તે દુર્લભજી શેઠ. એમનું નામસ્મરણ માત્ર જીવનમાં વિદ્યુતસંચાર કરે એવું હતું. એવા પ્રાતઃ સ્મરણીય કર્મવીરને કોટિ કોટિ પ્રણામ!
શેઠ પરિવારે ઊભી
કરેલી એ પગદંડી ઉપર ચાલવા મનોરંજનના મહારથી શ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ પ્રયત્ન કરી રહ્યા છે. ભણવામાં હોશિયાર શ્રી
દિગ્વિજયસિંહજી ન્યુ મિડલ સ્કૂલમાં ત્યારે એકથી પાંચ ક્રમાંકમાં તો હોય જ!! ભણતા હોય પહેલી પણ ચોથા ધોરણ સુધીના ગુજરાતી, હિન્દી, ભૂગોળ,
ઇતિહાસ, જનરલ નોલેજ
તેમને આવડતાં જ હોય! આ બધા વિષયોમાં ૬૦ ટકાથી ૭૦ ટકા માર્કશીટમાં વગર વાચને આવેલ હોય!? મિડલ સ્કૂલના બધાં ધોરણ ઉત્તીર્ણ થયા બાદ ફરજીયાત ઘરથી દૂર નવાનગર હાઇસ્કૂલમાં ભણવા જવાનું થયું. અભ્યાસી વાતાવરણ બરોબર નહીં મોટાભાગના વિધાર્થીઓમાં ‘આવાસ-ડોન' સ્ટાઇલમાં જ હોય ! હાઇસ્કૂલમાં મહિનો નહીં થયો ત્યાં ઘર નજીક ખંભાતિયા ગેઇટ પાસે નેશનલ હાઇસ્કૂલ શરૂ થવાની જાહેરાત વર્તમાનપત્રમાં જોવા મળી, માતુશ્રીની આજ્ઞા મેળવી પ્રથમ બે ભાઈઓના લખવામાં આવ્યા પ્રથમ મહેન્દ્ર દુર્લભજી શેઠ દ્વિતીય નામ કિશો૨ચંદ્ર દુર્લભજી શેઠ. ત્રણ દિવસ પછી ત્રણ ઓશવાળ મહાજન જ્ઞાતિના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો. સ્કૂલ ભણતર (એસ.એસ.સી.) પુરું થતાં મહેન્દ્રભાઈને કોલકાત્તા પાસે આવેલ રવીન્દ્રનાથ ટાગોરની વિશ્વભારતી યુનિવર્સિટીના શાંતિ નિકેતનમાં ભણવા જવું હતું પણ તેટલે દૂર જવાની માત–આજ્ઞા ન મળતાં ભણવું ન હતું છતાં જામગરની ડી. કે. વી. કોલેજમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org