________________
સ્વપ્ન શિલ્પીઓ
અભિનંદનીય છે. તેઓશ્રીમાં કોઠાસૂઝ અને કુશલતાની સાથોસાથ વિચાર અને યોજનાશક્તિનું ઊંડાણ પણ અસાધારણ છે. વિકાસના પંથે આગળ વધવા માટે તેઓશ્રી મક્કમ નિર્ધાર કરે પછી પીછેહઠ કરવાનું એમણે કદી મુનાસિબ માન્યું નથી. તેઓશ્રી જે કામ હાથ ઉપર લે છે તેમાં પોતાનો આત્મા અર્પણ
કરી દે છે. એથી જ ભાગ્યદેવીની એમના ઉપર કૃપા ઊતરી છે અને સર્વત્ર તેઓશ્રી પ્રગતિ અને પ્રતિષ્ઠાના સર્જક તરીકે ખ્યાતનામ બની શક્યા છે. તેઓશ્રીના જીવનમાં કદી હાર નહીં માનનારી ધીરજ અને ધગશના પારસમણિએ ટિમ્બરના વ્યાપારી આલમમાં સુવિખ્યાત એવા એમના મહાન વ્યવસાયગૃહ અને નિકાસગૃહ મેસર્સ પટેલ બાબુલાલ પ્રાણલાલ એન્ડ બ્રધર્સ (હુબલી–કોચીન–મુંબઈ)ના વિકાસપંથને અજવાળ્યો છે. વ્યાપાર–વાણિજ્યનાં બહોળાં જ્ઞાન અને અનુભવના પ્રકાશ વડે તેઓશ્રી ટિમ્બરના ક્ષેત્રે નિકાસની ક્ષિતિજને તેજોમય બનાવી શક્યા છે. એથી તેઓશ્રી સમા મહાનુભાવથી વ્યાપારી આલમનું મુખ ઊજળું છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
પોતાની જન્મભૂમિ ચાણસ્માના વિકાસ માટે જેમનું હૈયું નિરંતર ઝંખના કરતું રહ્યું છે એવા વિરલ વતન–પરસ્ત મહાનુભાવ શ્રી કાન્તિલાલભાઈ પટેલે ચાણસ્મામાં પોતાના પિતાશ્રીના નામે હાઇસ્કૂલ ઊભી કરી આપીને શૈક્ષણિક ક્ષેત્રે અનુપમ કહી શકાય તેવું ઉમદા કાર્ય કર્યું છે. વેપારવાણિજ્યનાં અને સમાજનાં અનેક કાર્યોમાં વ્યસ્ત રહેવા છતાં તેમ જ વતનથી દૂર વસ્યા હોવા છતાં એમની વતનપરસ્તી ઉત્તરોત્તર વધતી જ રહી છે. અમારી સંસ્થા પ્રત્યેના એમના પ્રેમ અને સદ્ભાવ માટે આભારની લાગણી અભિવ્યક્ત કરીએ છીએ.
શ્રી ઉત્તમલાલ એન. મહેતા
સામાન્ય રીતે વ્યક્તિનું જીવન આસપાસના અનુકૂળ સંજોગને પ્રમાણે ઘડાતું હોય છે. કેટલીક વ્યક્તિ કપરા સંજોગોનો સામનો કરીને પણ આગળ વધે છે. આવી વ્યક્તિઓમાં એક તે સાહસિક ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતા છે. શ્રી યુ. એન. મહેતાને માત્ર સાહસિક ઉદ્યોગવીર તરીકે જ ઓળખાવી શકાય નહીં, બલ્કે તેઓ સાચા અર્થમાં ‘સાહિંસક જીવનવીર' હતા. આનું કારણ એ કે એમણે જીવનમાં એક નહીં, પણ અનેક અવરોધોનો સામનો કરી અસાધારણ સિદ્ધિ મેળવી છે.
Jain Education International
૬૭૯
જીવનમાં એક પછી એક આપત્તિ અને મુશ્કેલી આવતી રહે અને એ આપત્તિ અને મુશ્કેલીમાંથી માર્ગ કંડારતાં કંડારતાં સિદ્ધિનાં શિખરો સર્જનારા શ્રી યુ.એન. મહેતાનો જન્મ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામમાં તા. ૧૪-૧-૧૯૨૪ના રોજ થયેલ. હાઇસ્કૂલ સુધીનું શિક્ષણ પાલનપુરમાં મેળવી વધુ અભ્યાસ માટે મુંબઈ ગયા અને ત્યાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન કોલેજમાં ભણ્યા. બી.એસ.સી. થઈને ૧૯૪૫ થી ૧૯૫૮ સુધી દવા બનાવનારી કંપની મે. સેન્ડોઝ લિ.માં કામ કર્યું પરંતુ વ્યવસાયી વિચારો તથા સાહસિકતાના ગુણોને વરેલા શ્રી ઉત્તમભાઈ મહેતાએ નોકરીને પકડી ન રાખતાં દવા બનાવવાના ધંધામાં ઝંપલાવ્યું અને ૧૯૫૯માં ‘ટ્રિનિટી લેબોરેટરીઝ’ના નામે ધંધો શરૂ કર્યો. જે આજે ‘ટોરન્ટ ગ્રુપ'ના નામે વિશાળ વડલા સ્વરૂપે આપણે નિહાળી રહ્યા છીએ. આ વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યના સર્જકના જીવનમાં આપણને વિશાદ અને ઉલ્લાસ, ભરતી અને ઓટ, ભવ્ય સફળતા અને ઘોર નિષ્ફળતા જોવા મળે છે. કેન્સર જેવી બિમારી હોવા છતાંય સહેજ પણ ડગ્યા વિના પુરુષાર્થ અને દૃઢ મનોબળથી ઔદ્યોગિક પ્રગતિની આગેકૂચ જારી રાખી. તેમની આ સફળતા અને પ્રગતિનાં સોપાનો સર કરવામાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી શારદાબહેન મહેતાનો ફાળો એટલો જ અમૂલ્ય રહેલ છે, જેઓએ રાતદિવસ જોયા વિના તેમના પડખે રહીને દરેક પરિસ્થિતિમાં હૂંફ આપેલ છે.
૧૯૬૭માં એમણે ‘ટોરન્ટ લેબોરેટરીઝ’ની સ્થાપના કરી. ‘ટોરન્ટ’ એટલે ‘ધોધ', હકીકતમાં શ્રી યુ. એન. મહેતાની રાહબરી હેઠળ જુદા જુદા પ્રકારની દવાઓ અને તેના અવિરત વિકાસનો એક ધોધ શરૂ થયો. માનસિક રોગોની દુનિયામાં ‘ટોરન્ટ’નું નામ સર્વત્ર છવાઈ ગયું. એમણે રોગોની ઉપચાર પદ્ધતિમાં નવી ક્રાંતિ કરી અને આ વિશિષ્ટ ક્ષેત્રમાં યાદગાર સિદ્ધિ મેળવી.
જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જ્વલંત ઇતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળતેજપાળ તથા મહારાજા કુમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા વહેવડાવી હતી અને તેમનાં આ શુભ કાર્યોમાં તેમનાં ધર્મપત્ની શારદાબહેનનો સાથ અને સહકાર એટલો જ અદ્વિતીય છે.
માનવ સ્વભાવ પ્રમાણે માનવી સ્વધન કુટુંબ માટે જ વાપરે પરંતુ શ્રી ઉત્તમભાઈએ સ્વધનનો ઉપયોગ મેડિકલ,
For Private & Personal Use Only
www.jainelibrary.org