________________
૬૬૪
રાધેશ્યામ સ્કૂલમાં શિક્ષિકાનું પદ શોભાવે છે. બે પુત્રો અને એક પુત્રીનાં માતાપિતા રાજેશ-બીનાની પુત્રી સુરભિ નામ જેવા જ ગુણ ધરાવે છે. બી.એ. વીથ મ્યુઝિક, સંગીતવિશારદની પદવીથી વિભૂષિત સુરભિ ઇન્ડિયન આઇડોલની સ્પર્ધામાં બોમ્બે ઝોન સુપર સિંગરમાં સ્થાન પામી હતી. ઉપરાંત શ્રેષ્ઠ ગાયિકા તરીકે તેને અનેક પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.
કમ્પ્યૂટર યુગ આજે અનિવાર્ય છે, જરૂરી છે. શ્રી રાજેન્દ્ર જોષી વાચન માટે સમય બચાવી લે છે, રાત્રે વાંચે છે.
‘તમસ' તેમને ગમતી ટી.વી. સીરિયલ છે. શ્રદ્ધાપૂર્વક ઇશ્વરભક્તિ તથા ધર્મ કરે છે. વૈજ્ઞાનિક રીતે શરીર સ્વસ્થ રાખવા ઉપવાસ પણ કરવામાં તેઓ માને છે. જાતે પણ પાઠપૂજા અને ધાર્મિક વિધિ કરતા શ્રી રાજેન્દ્ર જોષીની વિશેષતા એ છે કે તેઓ શીઘ્ર કવિ છે, શ્રેષ્ઠ કંપોઝર છે, ફિલ્મી ગીતો, લોકગીતો, સંતવાણી, જૈન સ્તવનો અને ગઝલો એક અનોખી શૈલીથી પ્રસ્તુત કરવામાં શ્રી જોષી માહિર છે.
બંગાળ, ઓરિસ્સા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સંખ્યાબંધ સમ્માનપ્રાપ્ત કાર્યક્રમો રજૂ કરી ચૂકેલા આ કલાકાર મલ્ટીપલ અવાજના માલિક છે અને વળી સ્વતંત્ર કાર્યક્રમો આપે છે.
તેમનાં સુખદ સંભારણાંઓ વાગોળતાં તેઓ કહે છે કે ‘૧૯૮૪થી ૧૯૯૫ સુધી પૂ. મોરારિબાપુના સાન્નિધ્યમાં નવરાત્રિ ઉત્સવમાં મને મહુવા ખાતે મુખ્ય ગાયક તરીકે સ્થાન પ્રાપ્ત થયું. તેને મારું સદ્ભાગ્ય ગણું છું.” હાલ પણ તેઓ પૂ. બાપુ સાથે સંકળાયેલા છે.
શ્રી રાજેન્દ્ર જોષી કિશોરકુમારનાં ગીતોને આગવી છટાથી પેશ કરે છે. ઈશ્વર પર અપાર શ્રદ્ધા અને સમાજમાં સમૂહ
લગ્ન કરાવી ખોટા ખર્ચાથી, દેખાડાથી સમાજને બચાવવો અને લોકોની સેવા, સુંદર કાર્યો કરવાની તેમની પ્રબળ ઇચ્છા છે.
જીવનસ્વપ્નની ફલશ્રુતિ પછીનું મનન-ચિંતન રજૂ કરતાં શ્રી જોષી કહે છે કે “આનંદની અંતર-અનુભૂતિ થાય, સંતોષ થાય તેવું કામ કરતાં રહેવું છે.'
પૂ. મોરારિબાપુના ચરિત્ર ઉપર ‘સંતના શરણે’ નામક ભજનો બાપુએ આપેલા ‘રાજદેવ’ના નામે બનાવ્યાં હતાં અને આશીર્વાદ મેળવ્યા હતા.
શ્રી રાજેન્દ્ર જોષીને પ્રસિદ્ધ ભજનગાયક સ્વ. મુગટલાલ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ જોષીના આશિષ મળેલા છે. શ્રી જોષી અચ્છા રેડિયો, ટી.વી. કલાકાર છે. તેમની પ્રાદેશિક કક્ષાની ટેલિફિલ્મોમાં ૧૯૯૨માં ‘પ્રતીક્ષા' અંતર્ગત ટેલિફિલ્મ દિલ્હી દૂરદર્શન ઉપરથી અનેકવાર પ્રસારિત થઈ છે, જેમાં માર્કેટ ચાર્ડ, નશાબંધી, દહેજપ્રથા જેવા વિષયો નોંધનીય છે. ‘આવ તને ઉલ્લુ બનાવું' (માનવ ઉદારતા માટે) ઊઘડે અંતરના દ્વાર' (અંધશ્રદ્ધા ઉપર) (૧૯૮૯-૯૦) ડોક્યુમેન્ટરી પણ બનાવી છે, જે અમદાવાદ-રાજકોટ દૂરદર્શન ઉપરથી પ્રસારિત થઈ હતી.
કલાક્ષેત્રના ઉમદા વ્યક્તિત્વ ધરાવતા નમ્ર, મિલનસાર, સંવેદનશીલ શ્રી રાજેન્દ્ર જોષીને અનેકાનેક અભિનંદન, શુભેચ્છા.
કરુણા જેમના હૈયે સતત વસે છે એવા શિક્ષણ-સૂત્રધાર
શ્રી ભરતભાઈ ગાજીપરા
જરૂર પડે ત્યાં દાનની સાથે
દયાની સરવાણી વહાવતા શ્રી ભરતભાઈ ગાજીપરા ગરવા ગીરના ગઢાળી ગામે તા. ૨૯-૧૦-૬૫ના રોજ જન્મ્યા. પિતા મોહનભાઈ અને માતા શાંતાબહેનની અમૂલ્ય પાઠશાળામાંથી સંસ્કારસિંચન પામેલા. તેઓ ગણિત વિષયમાં એમ.એસ.સી. થયા અને બી.એડ,ની ઉપાધિ મેળવી છે.
ભર્યા-ભર્યા વ્યક્તિત્વના આ માલિક રાજકોટમાં પોતાની સર્વોદય સ્કૂલમાં ચેરમેનપદ શોભાવી શિક્ષણસરિતાને વહાવી રહ્યા છે. રથના બંને પૈડાં સરખાં હોય તો રથ બરાબર ચાલે. શ્રી ભરતભાઈએ તા. ૮-૫-૧૯૯૦ના રોજ ગીરના ધાવા ગામે ગીતાબહેન સાથે સંસારરથ જોડ્યો. ગીતાબહેને બી.એ.ની ઉપાધિ મેળવી છે અને પતિશ્રી ભરતભાઈની શિક્ષણસેવાયાત્રામાં સહપ્રવાસી તરીકે સહાયભૂત થાય છે. બે સંતાનોનાં આ માબાપ સંતાનોની પ્રગતિમાં હંમેશાં સકારાત્મક વલણ અપનાવે છે અને એ પણ શિસ્તબદ્ધ રીતે.
શ્રી ભરતભાઈ કહે છે કે “આજના ઝડપી યુગમાં કમ્પ્યૂટરથી કાર્યની ઝડપ વધે છે, પરંતુ સહૃદયથી કાર્યક્ષમતા પૂરવાર થતી નથી. મને વાચન માટે ખૂબ જ ઓછો સમય મળે છે. ‘બુનિયાદ’, ‘નુક્કડ' જેવી સીરિયલો જોવી ગમતી. હું
For Private & Personal Use Only
www.jainelibrary.org