________________
સ્વપ્ન શિલ્પીઓ
આવી ગયો હતો. હું અહમથી ઢંકાઈ ગયો હતો. મને થતું હતું કે મેં મારી મા પાછળ કેટલું કર્યું? અહંકારમાં દિવસો પસાર થતાં હતાં. મેં દુબઈમાં મરસીડીઝ કાર નોંધાવેલી. કાર લેવા જવાના દિવસે સવારે અગિયાર વાગે ઇન્ડિયાથી મોટાભાઈનો ફોન આવ્યો : “ભાઈ કિશોર, તું બપોરે જમતો નહીં. આપણી બાની આજે વરસી છે!' સાંભળીને હું સોફા ઉપર બેસી ગયો. રડ્યો, ભાંગી પડ્યો. મને થયું, અરેરે! મારી મા, તારી વરસી વાળ્યાં પહેલા તે મને મરસીડીઝ ગાડી આપી દીધી ?''
‘ડુનેક્ષ’માં કામ કરતા એન્જિનિયર, ડિઝાઇનર, મશીનિસ્ટ, મેનેજર, ક્લાર્ક, ચોકીદાર વગેરે મળીને મારા બસો હાથ છે. ઝાડ પાંદડાંથી શોભે છે. પાન ન હોય તો તે ઠૂંઠું લાગે છે. સૌને બારેમાસ રોજીરોટી મળી રહે કે માટે તે સતત ધ્યાન રાખું છું.
તેઓને નાની ઉંમરે ૧૯૯૧માં કેનિયાનો ઇન્ટરનેશનલ એરપોર્ટ ડ્યુટી ફ્રી શોપ કોન્ટ્રેક મળ્યો હતો. પછી તો પ્રગતિનાં પગથિયાં ચઢતા શ્રી કિશોરભાઈને દુબઈમાં સૌથી મોટા ગ્રુપ અલગુરે દ્વારા ડ્યુટી ફૂી શોપ બનાવવા માટેનો આશરે સાઇઠ લાખ ડોલરનો કોન્ટ્રેક હાંસલ થયો હતો.
ઇન્ડિયામાં હાર્ડવેરનો સૌથી પહેલો સ્ટેનલેસ સ્ટીલનો પ્રોજેક્ટ ૧૯૯૫માં ‘કીચ' નામે શરૂ થયો હતો પછી ‘ ુનેક્ષ’ એટલે કંઈક નવું કરો. શ્રી કિશોરભાઈએ ભવિષ્ય માટે વિચાર્યું છે કે, હાર્ડવેરની રેંજ દુનિયામાં મોટી છે. લક્ઝુરિયસ માણસોને તેની જરૂર પડે જ છે. વરસાદની રાહ જોવી પડે તેમ મારા ધંધામાં રાહ નહીં જોવી પડે તેમણે સ્ટેનલેસ સ્ટીલ હાર્ડવેરમાં એવી-એવી શોધ કરી છે તેના કોપીરાઈટ પોતાની પાસે રાખ્યા નથી. ભલે બધા મારી ટેક્નિકનો લાભ મેળવે. ખરેખર આ વિશાળ દૃષ્ટિને ફરીવાર અભિનંદન.
શ્રી કિશોરભાઈને અંધશ્રદ્ધા બાબતે બહુ જ દુ:ખ છે. અંધશ્રદ્ધાથી લૂંટાતાં લોકોને જાગૃત થવા તેઓ હાકલ કરે છે. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. વ્યવહાર અને વ્યવસાયમાં છેતરાઈએ નહીં. તેથી દરેક વ્યક્તિએ અંગ્રેજી શીખવું જ જોઈએ. શિક્ષણ તેમનો પ્રિય વિષય છે. આવનારી પેઢી શિક્ષિત બને તે માટે તેઓ ચિંતિત છે, જ્યાં શિક્ષણની જરૂરિયાત ઊભી થાય છે ત્યાં તેઓ તત્પર રહે છે.
મિત્રો તેમને બહુ ગમે છે. બાળપણના મિત્રો શ્રી ધીરુભાઈ છનિયારા, શ્રી વિનોદભાઈ ખંભાયતા છે. તેમની સાથે
Jain Education International
૬૬૩
આજે પણ જીવંત સંપર્ક છે. ઉદ્યોગપતિ શ્રી અમુભાઈ ભારદિયા દિલોજાન દોસ્ત છે. મિત્રોનું મોટું ઝુંડ તેઓ ધરાવે છે.
ટોયલેટ, કપડાં ધોવાના, નહાવા તથા વાસણ ધોવાના પાણીની બચત ધરમાંથી જ થાય અને એ પણ ૫૦ ટકા જેટલી થાય. તેના માટે તેમની પાસે યોજના છે. જે પાણી બચે તેનો ઉપયોગ વૃક્ષ ઉછેરમાં, ખેતી માટે થાય. ઉપરાંત પાણી ઉપરનાં તરતાં ઘી-તેલને ફરનેસવાળાને કે રાંધણગેસને વેચીએ એટલે આર્થિક ઉપાર્જન થાય.
‘ડુનેક્ષ’મેટલ્સને ઉદ્યોગક્ષેત્રમાં ઉત્તમ કારીગરી અને ઉત્પાદન માટે રાષ્ટ્રીય એવોર્ડ્ઝ મળ્યા છે. ઔદ્યોગિક ક્ષેત્રે કંઈક નવીનતા દર્શાવવા માટે જર્મનીનો રેડ ડોટ' એવોર્ડ મેળવવા ઘણી મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ સ્પર્ધામાં હોય છે, પરંતુ તાજેતરમાં જ શ્રી કિશોરભાઈના સુપુત્ર શ્રી કેતનભાઈ ‘ડુનેક્ષ’ મેટલ્સને ઉત્પાદન-ગુણવત્તા તથા નવીનતા માટે જર્મનીનો ‘રેડ ડોટ' એવોર્ડ અપાયો છે. હાર્ડવેર માટે ભારતને મળનારા આ પહેલા એવોર્ડે દેશના ગૌરવશિખરને વધુ ઊંચું કર્યું છે.
ઉદારદિલ, મુઠ્ઠી ઊંચેરા માનવી, સફળ ઉદ્યોગપતિ શ્રી કિશોરભાઈ ખંભાયતાને અભિનંદન તેમજ અનેકાનેક શુભેચ્છાઓ.
સંગીતની સૌરભ સમા ગાયક, કંપોઝર, શીઘ્ર કવિ શ્રી રાજેન્દ્ર જોષી
જેમને સંગીતનો સમૃદ્ધ વારસો પ્રાપ્ત થયો છે તેવા યુવાન ગાયક શ્રી રાજેન્દ્ર જયંતીલાલ જોષીનો (રાજદેવ) જન્મ કલાનગરી ભાવનગરમાં તા. ૧૬-૬-૧૯૫૬ના રોજ થયો છે. માતા તારાબહેન અને પિતા જયંતીલાલના આશિષથી સંગીતવિશ્વમાં કાઠું કાઢ્યું
છે. તેમનો અવાજ ગુજરાતના સીમાડા વટાવી ચૂક્યો છે.
શિહોર મૂળ વતન ધરાવતા આ કલાકારે અભ્યાસમાં બી. કોમ કર્યું છે. ઉપરાંત ઇલેક્ટ્રિશ્યન વિષયનો સર્ટિફિકેટ કોર્સ પણ કર્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા ખાતે તેઓ જનરલ હોસ્પિટલ એમ. એસ. યુ.માં સીનિયર એક્સ-રે ટેક્નિશ્યન પદે સેવાઓ આપે છે. તેમની પત્ની શ્રીમતી બીનાબહેને બી.એ., બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે અને હાલ તેઓ મહુવાની
For Private & Personal Use Only
www.jainelibrary.org