________________
૬૬૦
વંશપરંપરાગત કામધંધો. તેથી દૂધૈયા કુટુંબમાં કોઈ ક્યારેય ભણ્યું-ગણ્યું નહીં. તોય ‘વૂડક્રાફ્ટ’માં વ્યસ્ત આ અભણ કુટુંબના જ શિવજીએ ‘એરક્રાફ્ટ' ટેક્નોલોજીમાં માસ્ટરી મેળવી. રાષ્ટ્રના સંરક્ષણ માટે સર્વપ્રથમ સ્વદેશી લડાકુ વિમાન ‘લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ' (LCA)ની ડિઝાઇનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. હતું. આ અપૂર્વ સિદ્ધિ બદલ વિશ્વ-વિખ્યાત મિસાઇલમેન પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામે તેમનું સમ્માન કર્યું હતું. ‘સુતાર થી સાઇન્ટિસ્ટ’ અને ‘વૂડક્રાફ્ટ'થી ‘એરક્રાફ્ટ'ના વિકાસ સુધીનો શાનદાર ઊંચાઈ સર કરી. પોતાનું નામ દેશ-વિદેશમાં રોશન કર્યું.
તેઓ ફક્ત ત્રણ જ વર્ષના થયા ત્યાં તો પિતા સ્વર્ગવાસી થયા. શરૂઆતથી જ શિક્ષણનો ખૂબ જ શોખ પણ ફી ભરવાની પરિસ્થિતિ નહીં. તે સાંજે લાકડાની લાતીમાં વુડવર્ક કરે, રમકડાં બનાવી વેચી ફી ભરે. આમ વુડક્રાફ્ટનું કામ કરી જ્ઞાન-વિજ્ઞાનનું શિક્ષણ મેળવી આવી આકરી મહેનત કરી. કચ્છ-ભૂજની લાલન કોલજમાં સાયન્સ રાજકોટની એ.વી. પારેખ ઇલેક્ટ્રોનિક્સ અને દિલ્હીની આઈ.ઈ.ટી.થી રડારને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ પદવી મેળવી. કારકિર્દીની શરૂઆતમાં દૂધૈયાએ એક વર્ષ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબ (PRL)માં વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક ડૉ. વિક્રમ સારાભાઈ હેઠળ સ્પેસ સાયન્સ ને ઇલેક્ટ્રોનિક્સ ટેક્નોલોજીમાં અમૂલ્ય અનુભવ મેળવ્યો હતો. કારકિર્દી દરમ્યાન શિવજી દૂધૈયાને DRDOના તાત્કાલીન ઇનચાર્જ ભારતરત્ન ડૉ. અબ્દુલ કલામના સાથે કાર્ય કરવાની તક, લાભ અને સાંનિધ્યનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું.
શિવજી દૂધૈયા એરક્રાફ્ટને કમ્પ્યૂટર ડિઝાઇન માટે છછ વખત DRDOના રિપબ્લિક-ડે એવોર્ડઝ'થી સમ્માનિત થયા છે. તેમને ૧૯૭૭માં આર્ટિલરી માટે દેશનો પ્રથમ કમ્પ્યૂટર, ૧૯૮૧માં રડાર માટે રિયલ-ટાઇમ પ્રોસેસર, ૧૯૯૦માં સિસ્ટમ–ડિઝાઇનના સિમ્યુલેશન માટે સુપર કમ્પ્યૂટર, ૧૯૯૬માં એરક્રાફ્ટ ટેસ્ટિંગ માટે વર્ચુઅલઇનસ્ટ્રુમેન્ટેશન અને સોફ્ટવેયર, ૧૯૯૭માં એરક્રાફ્ટ ડિઝાઇન માટે એન્જિનિયરિંગ અને ક્વોલિટી કન્ટ્રોલ તથા ૧૯૯૯માં ડિફેન્સ સિસ્ટિમ્સના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ રિપબ્લિક-ડે એવોર્ડઝથી સમ્માનિત થયેલા. દેશના સર્વપ્રથમ સ્વદેશી કમ્પ્યૂટરની ડિઝાઇન માટે ૧૯૮૦માં દિલ્હી ખાતે નેશનલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ તર્ફે NRDCનો ‘એનોવેટિવ ઇન્વેનશન'નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
આ કચ્છી વૈજ્ઞાનિકને તેમની કમ્પ્યૂટર ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ માટે ગુજરાત વિધાનસભાના શ્રી ધીરુભાઈ શાહના હસ્તે. મુંબઈમાં કચ્છ-શક્તિના ટેક્નોલોજી એવોર્ડ-૯૮'થી સમ્માનિત કરવામાં આવેલા. ગુજરાતના નાણાપ્રધાન વજુભાઈવાળાની સાથે રાજકોટમાં ૨૭મા રાજ્ય-વિજ્ઞાનમેળાનું ઉદ્ઘાટન ૧૯૯૯માં દૂધૈયાના હસ્તે થયું હતું. તાજેતરમાં જ રાજકોટ ભરાડ વિશ્વવિદ્યાલયમાં ‘જ્ઞાનતુલા’ અભિયાનમાં તેઓનું વૈજ્ઞાનિક તરીકે સમ્માન કરવામાં આવ્યું હતું.
કચ્છથી કેલિફોર્નિયા, વૂડન ટોયની કામગીરીથી લઈને સુપરસોનિક વિમાનનો વિકાસ સાકાર કરી શિવજી દૂધૈયાએ ‘વૂડક્રાફ્ટ'થી લઈને ‘એરક્રાફ્ટ’ ડિઝાઇન સુધીની કારકિર્દીમાં ઉચ્ચ નામના મેળવી સમસ્ત ગુજરાતને પ્રતિષ્ઠા ને પ્રસિદ્ધિ અપાવી છે. તેઓ એક પ્રતિભાશાળી વૈજ્ઞાનિક તો છે જ, પણ સાથોસાથ સારા ચિત્રકાર, કાર્ટૂનિસ્ટ ને લેખક છે. કારીગરીથી શરૂઆત કરી જ્ઞાન, વિજ્ઞાન અને કળામાં આટલી સિદ્ધિ અને સમ્માન મેળવ્યા પછી પણ તેઓ વતન, જ્ઞાતિ કે સમાજને ભૂલતા નથી. વૈજ્ઞાનિક શિવજી દૂધૈયા આજે ૭૨ વર્ષની વયે પણ શિક્ષણ અને જ્ઞાન-વિજ્ઞાનની અભિવૃદ્ધિ માટે સતત પ્રયત્નશીલ રહે છે. પ્રતિભાસંપન્ન શ્રી શિવજીભાઈ દૂધૈયાને અભિનંદન. શુભેચ્છા.
ઋજુ હૃદયના ઉદાર શિક્ષક શ્રી રૂગનાથભાઈ દલસાણિયા
જે કંઈ કરીએ તે ઈશ્વરનું જ એમ માનીને કરીએ એવો પ્રતિભાવ આપનાર શ્રી રૂગનાથભાઈ દલસાણિયાનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના નાના અંકેવાળિયા ગામે ૨૯-૦૮-૧૯૫૦ના
રોજ થયો. પિતા ભગવાનભાઈ અને માતા અણદીબહેનની અસીમ કૃપાઓ
તેમના ઉપર ઊતરી છે એમ.એ., એમ. એડ્, પી.ટી.સી.ની ઉપાધિ સાથે સજ્જ તેઓ નિવૃત્ત છે, છતાં પ્રવૃત્ત છે.
૧૯૬૭માં લખતર તાલુકાના લીલાપુર ગામે તેઓએ કાંતાબહેન સાથે લગ્ન કર્યાં, કાંતાબહેન સાત ધોરણ સુધી ભણ્યા છે. દલસાણિયાને દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org