________________
૬૫૨
અર્ધજાગ્રત મનની શક્તિઓ, મેમરી, કારકિર્દી માર્ગદર્શન જેવા વિષયોમાં તેઓ આદ્ય પ્રવર્તક છે અને રસનિષ્ઠ ઉત્તમ વક્તા છે. તેમના પરિસંવાદો-શિબિરોમાં જોડાવું તે જીવનપરિવર્તન દ્વારા સફળતાને આહ્વાન આપવા સમાન છે.
સૌરાષ્ટ્રના બે લાખ વિદ્યાર્થીઓને મેડિકલએન્જિનિયરિંગમાં તેમ જ અન્ય સ્પર્ધાત્મક શિક્ષણમાં જવા માટેનું પ્રેરણાબળ તેમણે આપ્યું. તેમાંના એક લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપ્યું છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને મેડિકલ-એન્જિનિયરિંગમાં મોકલનારા તેમ જ દસ લાખથી વધારે વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ તથા માર્ગદર્શન આપનાર તેઓ એક માત્ર શિક્ષક-અધ્યાપક છે. તેમના વિદ્યાર્થી હોવું એ એક ગૌરવ છે.
તેઓ સ્વભાવે અખંડ સ્વાધ્યાયી, ખંતીલા, એકલવીર, પરિશ્રમી અને વિદ્યાર્થીવત્સલ છે. તેમની શૈક્ષણિક પ્રવૃત્તિને ઈ.સ. ૧૯૬૧થી શરૂ કરી ઈ.સ. ૨૦૧૨માં ૫૦ વર્ષ પૂરાં થશે. શૈક્ષણિક સેવાઓનું લગભગ પૂરું થવા આવેલું આ અર્ધશતક આધુનિક સૌરાષ્ટ્રના શિક્ષણના ઇતિહાસનું એક સોનેરી પ્રકરણ છે. શ્રી ગિજુભાઈને અભિનંદન, શુભેચ્છાઓ.
વિવિધ પ્રતિભાસંપન્ન કલાકાર શ્રી રમેશભાઈ ભોરણિયા જ્યારે વ્યક્તિ–સૌરભની અનુભૂતિ કરતાં–કરતાં વ્યક્તિને પૂછવામાં આવે કે આપનો વ્યવસાય શું? જવાબ મળે કે, ‘હું ખેતી કરું છું.’ પ્રકૃતિ સાથે રમમાણ રહેતા અને કુદરતના ખોળાને ખૂંદનારા શ્રી રમેશ ભોરણિયાનો જન્મ તા. ૫-૩-૬૦ના
રોજ રાજકોટ પાસે નારણકા (પડધરી) ગામે થયો હતો. પિતા ત્રિભોવનભાઈ, માતા શાંતાબહેનના સુપુત્રે બાર સાયન્સ સુધીનો અભ્યાસ કર્યો, પણ બારમા ધોરણમાં નાપાસ થયેલા.
શ્રી રમેશભાઈને ખેતી કરવી ખૂબ ગમે છે. તેઓ રેતીચિત્રો કલાત્મક રીતે સર્જે છે. વળી, પત્રકારને પાછા તસવીરકારેય ખરા! આર્થિક અખબાર કોમોડિટીવર્લ્ડમાં તેઓ સક્રિય કૃષિ પત્રકાર અને તસ્વીરકાર તરીકે કાર્યરત છે.
જીવનસાથી ગીતાબહેન સાથે તા. ૮-૫-૮૪ના શુભદિને
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ તેઓએ ગૃહસ્થજીવનનો પ્રારંભ કર્યો. બે પુત્રો અને પુત્રી સાથે હર્યુંભર્યું જીવન જીવતાં આ દંપતી પાસે જીવન જીવવાની કળા બોધપ્રેરક છે.
શ્રી રમેશભાઈ, ઝડપી જમાના સાથે કદમ મિલાવવા માટે કમ્પ્યૂટર અગત્યનો ભાગ ભજવે છે તેમ સ્પષ્ટપણે માને છે. વાચન માટે સમય બચાવવો પડે છે. તેમ કહેતાં તેઓને નેશનલ જ્યોગ્રાફી અને ડિસ્કવરી ચેનલો સિવાયની સીરિયલો જોવી ગમતી જ નથી.
બાધા, આખડી, માનતા કે આસ્થામાં શ્રદ્ધા ન ધરાવતા તેઓને પૂછ્યું કે ઉપવાસ, વ્રત અને એકટાણાં કરો છો? આ પ્રશ્નનો જવાબ આપતાં કહે છે કે, “રિપોર્ટિંગની રખડપટ્ટી વખતે બે ટંક ખાવા ન મળે ત્યારે આપોઆપ ઉપવાસ થઈ જાય છે.”
જાતે પૂજા-પાઠ કે ધાર્મિક વિધિના સંદર્ભ આપતાં તેઓ ઉમેરે છે કે, “કર્મ એવાં કરવાનાં કે પાઠ-પૂજાની જરૂર જ ન રહે.”
તેમને મુંબઈને બાદ કરતાં ગુજરાત બહાર જવાની તક મળી નથી. પત્રકાર તરીકે ગામડાં રખડું છે. તે જ તેમને મન સાચો પ્રવાસ છે. શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સિદસર દ્વારા દર મહિને પ્રકાશિત થતાં મુખપત્ર ‘ઉમિયા પરિવાર’માં સંપાદક તરીકેની ઉમદા સેવા પ્રદાન કરી રહ્યા છે. ઈશ્વર, દેવ, ગુરુગ્રંથ પર વિશ્વાસ ધરાવતાં શ્રી રમેશભાઈને પ્રતિષ્ઠા, પ્રદર્શન કે સામાજિક કુરૂઢિઓ ગમતી નથી. જાહેર કે ગુપ્તદાન અંગે સ્પષ્ટ વિગત આપતાં તેઓ કહે છે કે, “દાન કરવા જેવી ત્રેવડ નથી.” ખિસ્સાખર્ચની રકમમાંથી કોઈને સંજોગો પ્રમાણે મદદ કરી હોય પણ તેની નોંધ ન હોય.'
પત્રકારત્વવિશ્વમાં ગુરુ છે શ્રી કાંતિ ભટ્ટ. તેઓ શ્રી કાંતિ ભટ્ટના શબ્દોમાં જ કહે છે કે, ખરા દિલનું કર્મ એ જ યોગ કે ઈશ્વરની પ્રાર્થના.” શ્રી રમેશભાઈને ન ધારેલી પ્રતિષ્ઠા મળે ત્યારે અનહદ આનંદ થાય છે અને તે સહજ આનંદના અનેક પ્રસંગો લખી શકે તેમ છે.
જીવનસ્વપ્નની પ્રેરક ફલશ્રુતિ આપતાં તેઓએ સરસ વાત જણાવી : “કોઈ પણ કર્મ પૂરી લગનથી કરવું. કોઈને મદદરૂપ થવાય તો ઠીક છે પણ, કોઈને નડવું તો નહીં જ.”
આવકારીએ શ્રી રમેશભાઈ ભોરણિયાને અને તેમનાં ક્ષેત્રો ઊંચાઈ સુધી તેઓ આંબી જાય તેવી શુભેચ્છા પાઠવીએ.
For Private & Personal Use Only
www.jainelibrary.org