________________
સ્વપ્ન શિલ્પીઓ
એમના જીવનની ફલશ્રુતિ એ છે કે સાહિત્ય અને સદ્ભાવનો પ્રચાર-પ્રસાર કરવો. ધરતી ઉપર સ્વર્ગ બને અને આ સ્વર્ગ ઉપર આદમી બનીને નગરે–નગરે માનવપ્રેમની ગલીનું નિર્માણ કરવું છે.
આવી વિશાળ દૃષ્ટિના માલિક, સૌને સ્નેહ કરનારા શ્રી વસંતભાઈ પાઠકને હાર્દિક શુભકામનાઓ, અભિનંદન. અખંડ સ્વાધ્યાયી, વિદ્યાર્થીવત્સલ, ખંતીલા ‘જ્ઞાનતુલા’ અભિયાનના પ્રણેતા શ્રી ગિજુભાઈ ભરાડ જૂનાગઢ એટલે ગઢ જૂનો ગિરનાર. આ પ્રદેશના પાજોદ ગામમાં
તા.
૨૦-૮-૧૯૪૦ના રોજ શ્રી ગિજુભાઈ ભરાડનો જન્મ થયો. રાજકોટ જિલ્લાના હડમતિયા ગોલિયા જેમનું વતન છે, એવા આ શિક્ષણવિદ્દ્નાં માતા હીરાબહેન અને પિતા કાનજીભાઈ. તેઓએ ફિઝિક્સ અને મેથ્સ વિષયો સાથે એમ.એસ.સી.નો અભ્યાસ કર્યો છે.
તેઓએ ૧૯૬૧માં ભાવનગર જિલ્લાના ગઢડા સ્વામીના ગામે શ્રીમતી ચંપાબહેન સાથે સંસારના શ્રી ગણેશ કર્યા. ચંપાબહેન બી.એ. સુધી ભણ્યા છે. તેઓને ત્રણ સંતાનોમાં પ્રતીક્ષા, જતીન અને હીના છે.
શ્રી ગિજુભાઈ સ્પષ્ટપણે માને છે કે, કમ્પ્યૂટર યુગ ઉત્તમ યુગ છે. વિશ્વ કક્ષાના તમામ વિકાસ સંદર્ભોમાં તેજ ગતિ આવી ગઈ છે. ‘સમય નથી' નો ડોળ કરનારાં લોકો વાચનનો સમય બચાવી શકતાં નથી પરંતુ શ્રી ગિજુભાઈ વાચન માટે ચોક્કસ સમય કાઢે છે. ટી.વી. સિરિયલ જોવા કરતાં તેઓને ‘ડિસ્કવરી’ જોવાનું વધુ ગમે છે. બાધા, આખડી, માનતા કે આસ્થામાં ન માનનારા તેઓ કોઈ ચોક્કસ વ્રતના અનુસંધાને નહીં પણ આરોગ્ય માટે કોઈક વખત ઉપવાસ કરે છે.
પાઠ-પૂજા કે ધાર્મિક વિધિ સામે તેઓનો પ્રત્યુત્તર ખૂબ જ પ્રેરક છે. બાળકો, તરુણો, કિશોરો અને યુવાનોના વિકાસ માટે સતત વ્યસ્તતા એ જ પાઠ-પૂજા તથા ધાર્મિક વિધિ.
ભારતનાં બધાં જ તીર્થાટનો ઉપરાંત વિદેશોમાં પણ પ્રવાસો તથા પર્યટનો કરી ચૂકેલા શ્રી ગિજુભાઈ લગભગ
Jain Education International
૬૫૧ ચાલીસ સંસ્થાઓ સાથે સીધા જોડાણથી અને સૌથી વધારે સંસ્થાઓ સાથે આડકતરી રીતે તેઓ જોડાયેલા છે. તેઓને તેમની સાથે કોઈ યાદગાર અકસ્માત થયો હોય તેવો ખ્યાલ નથી. કુદરતની તાકાત પર પૂરો વિશ્વાસ ધરાવતા તેઓએ અંધશ્રદ્ધા, ચમત્કારો તથા સામાજિક કુરૂઢિના ખંડન માટે અનેક કાર્યક્રમો આપ્યા છે, લેખન કર્યું છે તથા વર્કશોપ–સેમિનારો પણ યોજ્યાં છે. જાહેર કે ગુપ્તદાનની કોઈ વિગત તેઓ ક્યારેય જણાવતા નથી. અલબત્ત વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે સતત જાગૃતિ એ જ જીવન છે. તેમ તેઓનું માનવું છે.
હકારાત્મક જીવન, સતત કાર્યશીલ રહેવું, અન્યને ઉપયોગી બનવું એટલે કે, પડેલાંને ઊભા કરવાં અને ઊભેલાંને ગતિમાં લાવવાં, ગતિમાં રહેલાંને સાચી દિશા બતાવવી એ એમનો જીવનમંત્ર છે.
જીવનસ્વપ્નની ફલશ્રુતિ એ છે કે, જે કંઈ સારું કે નરસું કાર્ય કરીએ છીએ તેનું ફળ અચૂક તેના જેવું મળે છે. એવો મત તેઓ ધરાવે છે.
ગણિત-વિજ્ઞાનના ભેખધારી ગુરુજનોમાં શિરમોર એવા અનેક અજાણ્યાંનાં આંસુ લૂછવાનો રૂમાલ હાથમાં રાખનારા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને મેડિકલ-એન્જિનિયરિંગમાં મોકલવામાં અગ્રદૂત અને વિદ્યાર્થીઓ માટે અમાસની રાતના શુક્રતારક જેવા એકલવાયા પથદર્શક શ્રી ગિજુભાઈ- ભરાડ સાહેબ છે.
પોતાના વિદ્યાર્થીઓએ મેળવેલી બહુગામી સફળતાઓને કારણે ખરા યશના ગૌરવવંતા અધિકારી વિદ્યાવિદ્ તરીકે પ્રતિષ્ઠિત છે અને તેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત આખાના સુજ્ઞજનોની એકમતે સર્વસંમતિ છે.
નિવાસી શાળા-કોલેજનું ઉચ્ચસ્તરીય શિક્ષણ આપનારી શ્રી ભરાડ વિશ્વવિદ્યાપીઠ તેમનું એકલે હાથે પાર પાડેલું સાકાર સ્વપ્ન છે, જ્યાં તેઓ અહર્નિશ સરસ્વતીનો સમર્પણ યજ્ઞ કરે છે. આ વિદ્યાપીઠમાં રાજકોટ નજીકના ત્રંબા ખાતેના કેમ્પસમાં બે નવી કોલેજો બી.એડ્. અને એન્જિનિયરિંગ કોલેજ શરૂ થવાની છે. તેમની પાસે ટોચના નિષ્ણાત વિષયશિક્ષકોની દૃષ્ટિસંપન્ન ટીમ છે.
શ્રી ભરાડ - વિદ્યામંદિર તથા ભરાડ વિશ્વવિદ્યાપીઠનાં યુનિટો તેમના યુવાન પુત્ર શ્રી જતીનભાઈ ભરાડ સંભાળે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org