SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૦ નામ જેવા જ ગુણ ધરાવતા શિક્ષણદ્રષ્ટા શ્રી વસંતભાઈ પાઠક જેમની સૌમ્યતા, પ્રસન્નતા, સરળતા સૌના હ્રદયને સ્પર્શી જાય છે તેવા ઉત્તમ ઋતુ વસંતની જેમ શિક્ષણક્ષેત્રમાં ખીલેલા શિક્ષણદ્રષ્ટા શ્રી વસંતકુમાર પાઠકને મળવાનો આનંદ હોય છે. અમરેલી જિલ્લાના મોટા આંકડિયા ગામમાં તા. ૧૬-૪-૧૯૬૪ના રોજ જન્મેલા શ્રી વસંતભાઈનાં માતા શારદાબહેન અને પિતા કાંતિલાલ. અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું માત્ર એક હજાર વસ્તી ધરાવતું ગામ નવું અનીડા શ્રી વસંતભાઈનું મૂળ વતન છે. એમ.એસ.સી.માં ગણિત વિષયને વળીપાછો તેમાં પ્રથમ વર્ગ ખરો., બી.એડ્.માં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિ.માં ડિસ્ટ્રિક્શન મેળવી ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વલ્લભ કન્યા વિદ્યાલય, રાજકોટ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સતત પંદર વર્ષ સુધી ગણિત વિષયના શિક્ષક તરીકે ફરજ અદા કર્યા બાદ હાલ શ્રી વસંતભાઈ પાઠક છ વર્ષથી રાજકોટમાં પાઠક વિદ્યાલયનું સંચાલન તેમ જ વિદ્યાર્થીઓને ગણિત વિષયનું શિક્ષણ આપવાનું કાર્ય કરી રહ્યા છે. તેમનાં ધર્મપત્ની વર્ષાબહેને એમ.કોમ., એલ.એલ.બી.ની ઉપાધિ મેળવી છે. પાઠક દંપતીને સંતાનોમાં દિશા અને સંસ્કૃતિ એમ બે પુત્રીઓ છે. શ્રી વસંતભાઈ કમ્પયૂટર યુગને આવકારતાં કહે છે કે, “કમ્પ્યૂટરથી વ્યક્તિની વ્યાવસાયિક સજ્જતા વધી છે અને કામો સરળ થયાં છે. જો કે ઇન્ટરનેટથી માહિતીનો ધોધ છૂટે છે, પણ માત્ર કોરી માહિતી (સાહિત્યિક ટચ વગરની) જે માણસને શુષ્ક બનાવે છે.” સમય નથી, એવો જો ડોળ કરીએ તો જીવનનો સહજ આનંદ લૂંટી ન શકાય. વાચન મનુષ્યનો આત્માનો ખોરાક છે. શ્રી વસંતભાઈ વ્યસ્તતા વચ્ચેય દરરોજ એકાદ કલાક વાચન માટે સમય બચાવી લે છે. ‘તારક મહેતાનાં ઊલટાં ચશ્માં' જેવી તંદુરસ્ત હાસ્ય પીરસતી ટી.વી. સિરિયલ જોઈ લેતા શ્રી પાઠક ભગવાનમાં Jain Education International સ્વપ્ન શિલ્પીઓ શ્રદ્ધા રાખે છે અને માને છે કે, વિશ્વમાં ફેલાયેલી સારી ચેતના, સારાં કામો પાર પાડવામાં ઈશ્વર-શ્રદ્ધા ચોક્કસ મદદ કરે છે. એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે. બાધા, આખડી,માનતા, આસ્થા, ઉપવાસ, વ્રત, એકટાણાં વિશેની તેમની શ્રદ્ધામાં તેઓ ધો. ૧૧માં અભ્યાસ કરતા ત્યારથી સોમવાર, લગભગ ૨૫ વર્ષથી અગિયારસ, શ્રાવણમાસ અને નવરાત્રિનાં એકટાણાં કરે છે. કબીર વસ્ત્રો વણતાં–વણતાં પણ હિરભજન કરી લેતા. તે વાતને યાદ કરીને તેઓએ જણાવ્યું હતું કે, “નિત્ય પાઠ–કામ હોય કે ડ્રાઇવિંગ હોય પણ ઈશ્વરસ્મરણ કરી લઉં છું.” પર્યટનો, પ્રવાસ કે તીર્થાટનોમાં તેઓ વિદેશના પ્રવાસે ગયા નથી પણ ગુજરાતમાં તેમ જ ભારતભરમાં ફર્યા છે. પોતાની જ્ઞાતિસંસ્થામાં ઉપપ્રમુખનું પદ શોભાવી સેવા અદા કરે છે અને પાઠક વિદ્યામંદિરના મેનેજિંગ ટ્રસ્ટમાં ડાયરેક્ટર છે. શ્રી વસંતભાઈના સ્મરણમાં એક યાદગાર પ્રસંગ આજે પણ તાદેશ છે. તેઓ પ્રસંગને તાજો કરતાં કહે છે કે, “હરદ્વારના પ્રવાસ વખતે પરિવાર સાથે રીક્ષામાં હતા. અચાનક જ ટાટા–સુમો સાથે રિક્ષા અથડાઈ. મને અને મારી દીકરીઓ સિવાય મારાં પત્ની, બહેન, બા-બાપુજીને નાનીમોટી ઈજા થઈ, પણ અમે બધાં આબાદ બચી ગયાં હતાં.'' તેઓએ કોઈ ગુરુ ધારણ કર્યાં નથી પણ શ્રીમદ્ ભગવદ્ગીતા પર અપાર વિશ્વાસ ધરાવે છે. કાર્યક્રમ, સમારોહ કે પ્રસંગોમાં સ્ટેજ પર બેસવાનો તેઓ મોહ રાખતા નથી. તેઓએ ઘરમાં લાજની પ્રથા બંધ કરાવી છે. મુહૂર્ત કે ચોઘડિયાં જોવાનાં, જન્માક્ષર મેળવવા જેવી બાબતોમાં મહત્ત્વ આપતા નથી. સૌએ નોંધ લેવા જેવી વૈજ્ઞાનિક બાબત તો એ છે કે શ્રી વસંતભાઈ દક્ષિણ બારના મકાનમાં વર્ષોથી રહે છે. ઋજુ હૃદયના તેઓ દર વર્ષે યોગ્ય વિદ્યાર્થીઓને પોતાની શાળામાં ફી ભરવામાં રાહત કરી આપે છે, ઉપરાંત ભૂકંપ, પૂર, વાવાઝોડું, સુનામી જેવી કુદરતી આપત્તિઓમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં માનવતાપૂર્ણ દાન કરે છે અને પોતાની જ્ઞાતિના મંડળમાં પણ દાન આપવાનું ભૂલતા નથી. એક પ્રેરક અવતરણમાં તેઓ કહે છે કે, ‘ફૂલને જોઈ તમે ગાંડા થનારા, કરો એવું કે, ફૂલ તમને જોઈ થાય ગાંડું.'' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy