________________
૬
સોળ વર્ષની નાની ઉંમરે શ્રી ભોગીભાઈએ સંયુક્ત કુટુંબની જવાબદારી લીધી. એક માત્ર સાહસ, સેવાવૃત્તિ અને કુટુંબભાવનાનો દીપક જલતો રાખી આ કર્મવીરે જીવનમાં સૌને માટે નવી જ કેડી કંડારી આપી.
જીવનકાળમાં ઝંઝાવાતભરી સાધનાઓ પછી ઘણી યશસ્વી સિદ્ધિઓ હાંસલ કરી. આ જોટાણી પરિવારની યશગાથા આ ગ્રંથમાં જ અન્ય પાના ઉપર નજરે પડે છે. ધંધાકીય અવિરત આગેકૂચ સાથે તેમના અંતરમાં ઊછળતી સેવા ભાવનાથી ભાઈઓને સાથે રાખી જટિલ જવાબદારીઓ વચ્ચે પણ સુકીર્તિ પ્રાપ્ત કરી છે.
શ્રી ભોગીભાઈનું દાન ધર્મક્ષેત્રે જે કાંઈ યોગદાન છે તેના પાયામાં વિશાળ કુટુંબનો સહકાર ધરબાયેલો છે. આજના કળિકાળમાં સૌને સાથે રાખી કાર્ય કરવું એ જ જીવનની મોટી સિદ્ધિ છે.
વલ્લભીપુર ચેમ્બર ઑફ કોમર્સના ૪૦ વર્ષ સુધી બિનહરીફ પ્રમુખપદે રહીને વેપારીવર્ગની અનન્ય ચાહના મેળવી છે. હાલ ભોગીભાઈના મોટા પુત્ર લલિતભાઈ ૧૫ વર્ષથી તેમનું સ્થાન શોભાવી રહ્યા છે.
શ્રી ભોગીભાઈ વલ્લભીપુર શ્વે. મૂ. જૈન સંઘ, વીશાશ્રીમાળી જ્ઞાતિ, પરબ કિમિટ, મેરૂધાન તીર્થ લોલિયા, પાલિતાણા તથા જૈન આર્યતીર્થ વગેરેમાં પ્રમુખપદે રહીને નિસ્વાર્થ સેવા આપી ચૂક્યા છે. આજે સૌ કોઈ તેમને મોટાભાઈ'ના હુલામણા નામથી બોલાવે છે.
વલ્લભીપુર પાસે જૈન આર્ય તીર્થ અયોધ્યાપુરમ્ અને કંચન કીર્તિધામ આ બંને તીર્થની આશરે સાડા સાત લાખ ચોરસ ફૂટ જગ્યા વિનામૂલ્યે શાસનને ભેટ આપી શાસનસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજે ૭૮ વર્ષની ઉંમરે પણ શ્રી ભોગીભાઈ જરાપણ થાક્યા વગર અવિરતપણે સમાજ અને ધર્મકાર્યોમાં સક્રિય રહ્યા છે તે પણ પરમકૃપાળુ પરમાત્માની કૃપા જ સમજવી.
પાટણનિવાસી ધન્ય રાજુભાઈ પંડિત
દહીંસરમાં વસવાટ કરતા રાજુભાઈ પંડિત ધાર્મિક અભ્યાસમાં ખૂબ જ આગળ નીકળી ગયા છે.
શ્રી રામચંદ્રસૂરિ સમુદાયના પ્રભાવક આચાર્યશ્રી વિજય પ્રભાકરસૂરિજી મ.સા.ની પ્રેરણા અને પ્રોત્સાહનથી તેમનું
Jain Education Intemational
વ્યક્તિત્વ ઝળહળી રહ્યું છે. તપસ્યામાં પણ હંમેશાં આગળ રહ્યા છે. ૪૫ ઉપવાસ, ૬૮ ઉપવાસ, ૧૮ ઉપવાસ ને પારણાએ આયંબિલ કરતા રહ્યા છે અને પોતાના તરફથી ૧૮૦૦ સાધર્મિકોની ભાવથી ભક્તિ કરી હતી, જે ઘટના ઐતિહાસિક બની ગઈ. જીવદયાનું પણ એવું જ સુંદર કામ કરી રહ્યા છે. તેની વારંવાર અનુમોદના કરીએ છીએ.
તેમની ચાર બહેનોએ નીતિસૂરિ સમુદાયમાં પૂ.સા. લાવણ્યશ્રીજી મ.સા. પાસે દીક્ષા લીધી જેઓ ઉત્તમ સંયમજીવન પાળી રહ્યાં છે.
ધન્ય તપસ્વીપરિવાર !
ધન્ય જૈન શાસન !!
ડૉ. જે. વી.
શુક્લ
આ વ્યક્તિનું નામ છે ડૉ. જિતેન્દ્રભાઈ વી. શુક્લ ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ ફિઝિશિયન. તેમનો જન્મ શિહોરમાં, પ્રાથમિક શિક્ષણ અને હાઇસ્કૂલનો અભ્યાસ શિહોરમાં જ માતા-પિતાની છત્રછાયામાં મેળવ્યો.
પિતાનો વારસો તેમને તેમજ તેમના ચારેય ભાઈઓને મળ્યો છે. પિતા શિહોરની એલ.ડી. મુનિ હાઇસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, તેથી શિક્ષણ જ સાચી સંપત્તિ છે, બાકી બધી વિપત્તિ છે, તેવું તેઓ દૃઢપણે માનતા હતા, તેથી તેઓએ તેમના દરેક પુત્રોને ઉચ્ચ અભ્યાસ કરાવ્યો અને દરેક પુત્રોએ ઉચ્ચપદને હાંસલ કરીને-પિતાની ઇચ્છાને પૂર્ણ કરેલ છે.
ડૉ. જિતેન્દ્રભાઈ શુક્લ સાહેબે મેડિકલનો અભ્યાસ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં કરેલો છે.
એમ.ડી. (મેડિસિન)ની ડિગ્રી ઉચ્ચ ગુણાંક સાથે ઉત્તીર્ણ કરીને ઇરવીન ગ્રુપ ઑફ હૉસ્પિટલમાં જુનિયર લેક્ચરર તરીકે જોડાયા, ત્યારબાદ ૧૯૭૧માં ભાવનગરને પોતાની કર્મભૂમિ તરીકે સ્વીકારી. પ્રાઇવેટ પ્રેક્ટિસનો આરંભ કર્યો, ત્રણ વર્ષના ગાળામાં તેમની નિદાનની સચોટતા અને સારવારની સુવાસ પ્રસરવા લાગી.
૧૯૭૩ લાયન્સ ક્લબ (મેઇન)ના હેલ્થકમિટિના ચેરમેન તરીકે ડૉ. શુક્લ સાહેબને પસંદ કરવામાં આવેલા અને આજુબાજુનાં અનેક ગામોમાં અનેક કેમ્પો દ્વારા દર્દીઓના હમદર્દ બની સેવા કરેલી, જેથી તેમને બેસ્ટ ચેરમેનના એવોર્ડથી સન્માનિત કરાયેલા. ઇન્ડિયન મેડિકલ
For Private & Personal Use Only
www.jainelibrary.org