________________
Jain Education International
WOR
આવે છે. આ બધા પરથી શ્રી સવજી છાયાના બહુઆયામી વ્યકિતત્વનો ખ્યાલ આવે છે.
રેખાંકનોની આગવી વિશેષતા તેનાં સૌદર્યમય આલેખન-નિરૂપણમાં સમાયેલી છે. આ લેખકશ્રીની દ્રષ્ટિ સિદ્ધાંતો સ્થાપવાની નથી. તેમ ચિંતન રજૂ કરવાની પણ નથી. અત્રતત્ર જે સૌંદર્ય વિહરે છે તેમાંથી શ્રી સવજી છાયાએ કેટલીક કલાત્મક સામગ્રીને ખપમા લઇ સૌંદર્યયાત્રા સુલભ કરાવી આપી છે. આ યાત્રા એક પંથ, દો કાજ, જેવી છે. સમૃદ્ધ રૈખિક વૈભવને ઘશબ્દાંકનમાં રસીને કલાનુભૂતિ દ્વિગણિત કરી આપી છે. માત્ર સંવેદનાઓથી સભર આલેખનો જ નહીં, આસ્વાદ આપીને નિહિત સૌંદર્ય અને પૃષ્ઠભૂમિને ઉજાગર કરી આપવાનો અત્રે સ્તુત્ય પ્રયાસ થયેલો છે.
રેખાંકન માટેની વિષયસામગ્રીમાં ખાસ્સું વૈવિધ્ય છે. કેટલાંક રેખાંકન પ્રત્યક્ષ વસ્તુ-વ્યકિત પરથી થયેલાં છે, કેટલાંક તસ્વીરો પરથી અનુકૃતિરૂપે અવતર્યાં છે, કેટલાંક ચિત્રકૃતિ પરથી તૈયાર થયાં છે, થોડાંક શિલ્પ અને સ્થાપત્યકલા પરથી અવતરણ પામ્યાં છે, કાષ્ઠકલાના નમૂનાને ખપમાં લેવામાં આવ્યા છે. પાળિયા અને કબર જેવાં વિશિષ્ટ અંગોને સમાવાયાં છે, વિદેશી કલાકૃતિની અનુકૃતિઓ કરવામાં આવી છે એમ કલ્પનાચિત્ર પણ છે. કેટલાંક સ્થળ કે વ્યકિતવિશેષના રેખાંકનોમાં લેખકે અનેકસ્તરીય ભાવભંગિનો વિનિયોગ કર્યો છે.
આ સર્વમાંથી વિશેષ ધ્યાન ખેંચે છે વ્યકિતચિત્રો-માનવીય રેખાંકનો, એમાં દૈહિક સૌંદર્યની સાથે સાથે આલેખકશ્રીએ આંતરિક ચારૂતાની શ્રુતિ પણ કુશળતાપૂર્વક રેખાયિત કરી આપી છે. અંગવિન્યાસ અને હાવભાવના આલેખનમાં એટલી ચોકસાઇ, જીવંતતા છે કે આપણો ચાક્ષુષ અનુભવ બહુપરિમાણીય બની રહે છે. માત્ર શ્વેતશ્યામ ફલક હોવા છતાં જીવનના કેટકેટલાય રંગ મુખર બની જાય છે અને એ જ તો છે કલાકારની સિદ્ધિ. માનવપાત્રના આલેખનની સમાંતરે વસ્ત્રાભૂષણ, આવાસ, રીતરિવાજ, પ્રણાલિકાગત વ્યવસાય, દૈનિક કાર્ય ઇત્યાદિના સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભો પણ ચિત્રિત કરવામાં આવ્યા છે અને આસ્વાદનમાં નિરૂપવામાં આવ્યા છે. આ અર્થમાં આલેખનોનું સાંસ્કૃતિક-સામાજિક સૌંદર્ય નીખરી રહે છે. અને દસ્તાવેજીકરણની મૂલ્યવત્તા પ્રાપ્ત થાય છે. એમ પણ કહી શકાય કે લોજીવનનું
For Private & Personal Use Only
www.jainelibrary.org