________________
અને શબ્દાર્થનું એટલું સુંદર સાયુજ્ય છે કે ભાવક એક કલાનુભવમાંથી બીજા કલાનુભવમાં સહજ ગતિ કરે છે અને સાનંદ દ્વિગુણિત બનતો રહે છે.
શ્રી સવજી છાયાનો પ્રથમ પરિચય ચિત્રો દ્વારા જ થયો. એ પણ એટલી જ રસપ્રદ બીના છે કે ચિત્રકારનો પરિચય સાહિત્યિકના માધ્યમ દ્વારા થયો ! મારા જેવા અનેક સાહિત્યરસિકો હશે, જે શ્રી સવજી છાયાને આ રીતે ઓળખે છે. નવનીત સમર્પણ અને કુમારમાં એમનાં સબળ, જીવંત રેખાંકન જોઇ થયેલું કે આ કલાકાર પાસે જીવનરસની શ્રીને વાચા આપવાની કેટલી શકિત છે ! પછી તો સમાનધર્માના નાતે એમની સાથેનો પરિચય દ્રઢ થયો અને સંબંધ મૈત્રીમાં પરિણમ્યો. વ્યકિતત્વ જ એવું સરળ અને પ્રેમાળ છે કે એમના પરિચયમાં આવનાર તુરત જ મિત્ર બની જાય. એમના મિત્રો ગુજરાત, ભારત પૂરતા સીમિત નથી. વિદેશીઓ દ્વારકા આવે એટલે શ્રી સવજી છાયાની મહેમાનગતિ કે મંત્રી પામ્યા વગર ભાગ્યે જ પાછા જાય. પોતે તૈયાર કરેલાં અદ્દભુત રસિક ચિત્રો, રેખાંકનો તેઓ નિયમિતપણે મિત્રો, સાહિત્યકારો અને કલારસિકોને સ્વખર્ચે મોકલતા રહે છે. એમનો આ ઉદ્યમ પણ પ્રશનીય છે. કલાને સ્વાનુભવને સર્વાનુભવ સુધી લઇ જવાનો એમણે નવતર પ્રયોગ સફળ રીતે પાર પાડ્યો છે. રસતુષિત હૈયાંને કલાકૃતિ ઘરે મોકલીને પરિતૃપ્ત કરવાની એમની નેમ દાદ માગી લે છે.
પણ એમનું કલાકાર્ય વ્યાપક અને સમૃદ્ધ છે. એમનું એક અત્યંત પ્રશસ્ય કાર્ય તે ગુજરાતી સાહિત્યના લગભગ તમામ સાહિત્યકારોનાં વ્યકિતચિત્રો તૈયાર કર્યા તે છે. ગુજરાત રાજયના પાઠયપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત ગુજરાતીનાં પાઠયપુસ્તકોમાં એમણે તૈયાર કરેલાં સાહિત્યકારોનાં વ્યકિતચિત્રો પ્રગટ કરવામાં આવ્યાં છે, તે નોંધનીય બાબત છે. આ ઉપરાંત તેમણે ભારતના પ્રસિદ્ધ સંગીતકારોનાં પણ વ્યકિતચિત્રો તૈયાર કર્યા છે. સૂર્યને પોસ્ટકાર્ડ જેટલા નાના કદમાં એમણે આશરે હજાર જેટલા અલગ અલગ ભાવમદ્રા-કર્મમદ્રામાં આલેખ્યા છે, એ કલાનો નવ્ય આયામ છે. એમણે દ્વારકાના પરિસરનાં, મંદિરનાં સુંદર રંગીન ચિત્રો તૈયાર કર્યા છે. આ ઉપરાંત કૃષ્ણનાં અનેક ભાવવાહી રેખાંકનો પણ સર્યાં છે. એમનાં રંગીન એક્સ્ટ્રકટ, સેમી એસ્ટ્રેકટ ચિત્રો કલાનુભવની નિરાળી પરિપાટી સિદ્ધ કરે છે. માધવપુર પાસે આવેલા પ્રસિદ્ધ મોચા હનુમાન આશ્રમની રેખાંકનયુકત સચિત્ર પુસ્તિકા પ્રગટ કરી હતી એનું સ્મરણ આ પ્રસંગે થઇ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org