SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્ન શિલ્પીઓ ૬૨૭ સાહસિક ઉદ્યોગપતિઓ : ઉદારચરિત દાનવીશે ઃ સમદર્શી સમાજસેવકો વીસમી સદીમાં ભારતે વર્ષોની ગુલામી ત્યજી એક નવા જ રાષ્ટ્રનું નિર્માણ થયું તેમાં વિવિધ ક્ષેત્રના ખાસ કરીને ઉદ્યોગપતિઓએ પોતાનાં આગવી સૂઝ, કાર્યદક્ષતા, દીર્ઘદૃષ્ટિ અને આયોજન શક્તિ વડે એક ઇતિહાસ રચ્યો છે. એવા સ્વબળે આગળ આવેલા ગૌરવવંતા ઘણા છે જેઓ કળવકળના જાણકાર છે, પરિવારની પ્રભાવકતા, તેનો ઉછેર, ઘડતર, તેમના દઢ સંકલ્પ, આશ્ચર્યકારક કોઠાસૂઝ, સરળતા અને ખેલદિલીથી ભલભલાને પ્રભાવિત કરવાની કળા, કરુણાભાવથી છલકાતું હૈયું, ઉદારતા, દયાભાવના અને પરગજુવૃત્તિ માટે જાણીતા બન્યા હોય તેવા ઘણા પરિચયો પ્રેરણાસ્ત્રોત બની રહે તેવા છે. આવા પુરુષાર્થી પ્રતિભાઓના સગુણો અને સંકલ્પો જ આપણને આગળ વધવાનું આલંબન બની રહે છે. અત્રે એવા ઘણા પરિચયો છે કે જેમના આચાર વિચારમાં સમન્વય જોવા મળ્યો, સ્વભાવની સરળતા અને નિસ્વાર્થ ભાવના નજરે પડી. જેમની વિનમ્ર સજ્જનતાનો પ્રસંગે પ્રસંગે જાત અનુભવ થયો. સ્વ. શ્રી જિતેન્દ્રકુમાર દ્વારકાદાસ સરવૈયા અનેકોને જેમના મૃદુલ અને મિતભાષી સ્વભાવે પ્રેમથી જીતી લીધાં હતાં અને જેમની અદ્ભુત કાર્યસાધનાએ યુવાનવયે એવું જ ઉચ્ચ સમ્માન મેળવ્યું હતું એવા સદ્ગત માનનીય શ્રી જિતેન્દ્રકુમારભાઈ સરવૈયાની અજબ એવી આયોજનશક્તિ, અનેરી દીર્ધદૃષ્ટિ તેમજ અજોડ પુરુષાર્થનો પ્રભાવ વિવિધ ક્ષેત્રના વિશાળ પટ ઉપર વિકાસની વસંત પ્રફુલ્લાવી ગયેલ છે. સિકંદરાબાદ અને મુંબઈના મશહૂર ગુર્જરરત્ન તરીકેની ભવ્ય પ્રતિષ્ઠા પ્રતિપાદિત કરી જનાર સત શ્રી દ્વારકાદાસ તુલસીદાસ સરવૈયા સમા પ્રતાપી પિતાશ્રીના ગૃહે જન્મ પામી, બાલવયથી જ પ્રકારેલી પ્રતિભા વડે ધ્યેયનાં એક પછી એક સોપાન સર કરવા માટે ઉચ્ચ કૌશલ દાખવીને તેઓશ્રી કારકિર્દીની ટોચે પહોંચવા સભાગી બન્યાં હતાં, પરંતુ એ માટેના મિથ્થા ઉન્માદ કે ગર્વનો અણસારો યે ઉભાવ્યા વિના પોતાના સમય, શક્તિ અને સિદ્ધિનો લાભ વ્યાપાર-ઉદ્યોગના વિકાસ માટે જ બક્ષવાની વિરલ નીતિ અપનાવીને તેઓશ્રી સુકીર્તિ કમાયા હતા. તેઓશ્રીની તલસ્પર્શી અભ્યાસીવૃત્તિ, સતત કામ કરવાની ટેવ તેમજ ધગશને લીધે તેઓશ્રીનાં પ્રત્યેક કાર્યો હંમેશાં દીપી નીકળ્યાં હતાં. પોતાના નાનાભાઈ શ્રી દિનેશભાઈનાં સહયોગથી તેઓશ્રીએ મેસર્સ મોનિતા કોર્પોરેશન, મેસર્સ જિતેન્દ્ર બ્રધર્સ, મેસર્સ જે. એન. કાંથ એન્ડ કું; મેસર્સ જે. એન. કાંથ કેમિકલ્સ એન્ડ ડાયસ્ટસ પ્રા. લિ. તથા અજય સિલ્ક મિલની વ્યાવસાયિક પ્રગતિ માટે ભવ્ય જહેમત ઉઠાવી હતી. એથી સહુને તેમાં ભાવિની વિશેષ ભવ્યતાનાં દર્શન થતાં હતાં, પરંતુ વિધાતાએ તે બધું મંજૂર ન હોય તેમ તેઓશ્રીને આ દુનિયામાંથી કાયમને માટે ઊંચકી લીધા. સહુને શોકના સાગરમાં ગરકાવ કરી જનાર તેઓશ્રીનાં જીવન અને કાર્યોને સ્મરણાંજલિ અર્પણ કરી કૃતાર્થ થઈએ છીએ. મહામૂલા યુગપુરુષ સ્વ. નારાયણજી દામજીભાઈ પીઠડિયા, રાયપુર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy