SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ સાહસની પાંખ ઉપર ઊડીને જીવનસિદ્ધિઓ સર્જનારા રાયપુર (છત્તીસગઢ)ના ઉદ્યોગપતિ શ્રી નારાયણજીભાઈ દામજીભાઈ પીઠડિયાએ સેવાજીવનની અનોખી સૃષ્ટિ સર્જી છે. મૂળ ગુજરાતના કચ્છ અંજાર ગામના રહેવાસી શ્રી મચ્છુકઠિયા સઈ સુતાર જ્ઞાતિના શ્રી દામજીભાઈ શિવજીભાઈ પીડિયા. આજથી લગભગ ૯૦ વર્ષ પહેલાં નારાયણજીભાઈ દામજી પીઠડિયાનો જન્મ ઈ.સ. ૧૯૧૩ના નવેમ્બર માસની બીજી તારીખે નૈનપુરમાં થયો હતો. શ્રી નારાયણજીભાઈએ પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નૈનપુર તથા મહાસમુંદમાં મેળવ્યું. ત્યારબાદ તેમનો પરિવાર ધંધાર્થે રાયપુર મુકામે આવતાં તેઓશ્રી પોતાનો અભ્યાસ રાયપુરની સેન્ટપૉલ સ્કૂલમાં ચાલુ રાખી સને ૧૯૨૮માં મેટ્રિકની પરીક્ષામાં ફર્સ્ટ ડિવિઝનમાં ઉત્તીર્ણ થયા હતા. તેમની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ તેજસ્વી હતી. મેટ્રિકની પરીક્ષામાં ગણિત, ભૌતિકશાસ્ત્ર તથા ડ્રોઇંગનાં વિષયોમાં પોતાની મેધાવી પ્રતિભા બતાવી ડિસ્ટ્રિક્શન ગુણાંક મેળવેલ, જે સિદ્ધિ સ્કૂલના છેલ્લાં ૨૦ વર્ષના ઇતિહાસમાં મેળવનાર તેઓ સર્વપ્રથમ હતા. આના ફલસ્વરૂપ બ્રિટિશ સ્કૂલ તરફથી બીવોન બોય સ્કીમની યોજના હેઠળ તેઓને ઉચ્ચ અભ્યાસ અર્થે મેરિટ સ્કૉલરશિપ સાથે ઇંગ્લેન્ડ મોકલવાની દરખાસ્ત આવેલ પરંતુ તેઓ પોતાના પિતાશ્રીના એકમાત્ર પુત્ર હોવાને કારણે તથા કૌટુંબિક સંજોગોને કારણે તેઓ સદર યોજનાનો લાભ લઈ શકેલ નહીં. અભ્યાસ બાદ તેઓને યાંત્રિક ક્ષેત્રે રસ હોવાથી રાયપુર મધ્યે ઈ.સ. ૧૯૩૦થી મોટર–ઓટોમોબાઇલના ધંધાના શ્રી ગણેશ કર્યા હતા. ઈ.સ. ૧૯૩૦માં આજના સમૃદ્ધ, સુપ્રસિદ્ધ અને સિદ્ધિવંત રાયપુર મોટર એન્જિનિયરિંગ વર્ડ્સ(આર.એમ.ઇ.વર્ડ્સ)ની શુભ સ્થાપના કરેલ. સાહસ, સખત પરિશ્રમ, ઊંડી ધંધાકીય સૂઝબૂઝ તથા પોતાની પ્રચંડ વ્યવસ્થાશક્તિને કારણે વ્યવસાય ક્ષેત્રે આગવી જ્વલંત સિદ્ધિઓ મેળવી, જેમાં ફોર્ડ મોટર, સિમ્સન ગેસ પ્લાન્ટ, ફિયાટ મોટરકાર, ડોઝ મોટરકાર, સ્ટાન્ડર્ડ મોટરકાર, ફર્ગ્યુસન ટ્રેક્ટર તથા સ્વરાજ માઝદા ગાડીઓ, રોટાવેટર કૃષિ યંત્ર, સ્પોર્ટિફ મોપેડ વગેરે વગેરેની એજન્સીઓનો સમાવેશ થાય છે અને સાથે સાથે તેઓએ રાયપુર મધ્યે મોટર ગાડી રિપેરિંગનું એક વિશાળ વર્કશોપ ઊભું કર્યું, જેમાં ગાડીનું દરેક જાતનું કામ થતું હતું, જે એ જમાનાનાં ગણ્યાંગાંઠ્યાં વર્કશોપ પૈકી Jain Education International સ્વપ્ન શિલ્પીઓ સુપ્રસિદ્ધ અને વિશ્વસનીય હતું, જે આજે પણ તેટલી જ સારી સેવાઓ આપી રહેલ છે. મોટર ગાડીઓ રિપેરિંગ સાથે એસ્સો કંપનીની પેટ્રોલ પંપની એજન્સી પણ હતી. આ ઉપરાંત તેઓએ માઇનિંગ ક્ષેત્રે મેંગેનીઝના ખાણઉદ્યોગનું તથા લાકડાઉઘોગ તથા બાંધકામ ક્ષેત્રે આજના વિશાળ ભિલાઈના કારખાનામાં કેટલાંક કાર્યો સફળતાપૂર્વક કરેલ હતાં. આટલું જ નહીં, પરંતુ રાયપુરની પ્રખ્યાત હિમ્મત સ્ટીલ ફાઉન્ડ્રી તથા એમ.પી. રોલિંગ મિલના ડાયરેક્ટરપદે બેસી તેઓએ પોતાની કાબેલિયતથી સફળતાનાં શિખરો સર કરેલ. આટઆટલી ધંધાકીય પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા હોવા છતાં પણ તેઓએ સંગીત, ચિત્રકળા, રમતગમત, જ્યોતિષવિદ્યા જેવા પોતાના રસના વિષયોનો શોખ જાળવી રાખેલ. ટેનિસ તથા બ્રિજની રમતના તેઓ કુશળ ખેલાડી હતા. આ ઉપરાંત ધાર્મિક ક્ષેત્રમાં પણ તેઓને ઊંડી લાગણી તથા ભક્તિભાવ હતો. સાધુ સંતોને સમ્માનવા તથા અભ્યાગતોને અન્નદાન આપવાની એમની પ્રવૃત્તિ અવિરતપણે છેવટ સુધી ચાલુ રહેલ. સામાજિક ક્ષેત્રે પણ તેઓએ અદમ્ય ઉત્સાહથી પોતાની અમૂલ્ય સેવાઓ અર્પણ કરેલ છે. ગુજરાતી શિક્ષણ મંડળમાં વર્ષો સુધી એકધારી સેવાઓ અર્પણ કરનારા સ્વર્ગસ્થ શ્રી નારાયણજીભાઈએ આ સંસ્થાનું પ્રમુખપદ સફળતાપૂર્વક સંભાળ્યું હતું, જેમાં તેમનું માર્ગદર્શન, સૂચનો અને સહકાર પ્રવૃત્તિમય અને પ્રેરણારૂપ બની ગયેલ છે. તેઓ ગુજરાતી સંરક્ષણ કમિટીના પ્રમુખપદે પણ રહી ચૂકેલા હતા. આ ઉપરાંત તેઓ છત્તીસગઢ એજ્યુકેશન કોલેજની કાર્યવાહી કમિટીના તેમજ રવિશંકર વિશ્વવિદ્યાલયની કમિટીમાં પણ સભ્યપદે રહી ચૂકેલ હતા. સંસ્થાકીય ક્ષેત્રમાં પણ તેઓએ પોતાનો અમૂલ્ય ફાળો આપેલ, જેમાં ૧૦ વર્ષ સુધી યુનિયન ક્લબ અને રોટરી ક્લબના પ્રમુખપદે રહી સેવા આપેલ છે. આ ઉપરાંત મેસોનિક લોજના પ્રમુખપદનું ગૌરવ પણ તેઓને મળેલ. ૧૯૬૯થી ૧૯૭૦ સુધી તેઓને ઓનરરી મેજિસ્ટ્રેટનું ગૌરવવંતુ પદ આપી રાજ્ય સરકારે તેઓની સેવાઓની કદર કરેલ. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસ પાર્ટીની આંતર્ ચૂંટણીઓ માટે રિટર્નિંગ ઓફિસરની કામગીરી પણ સંભાળેલ. રાયપુરમાં વસવાટ દરમ્યાન એમણે લોકોપયોગી સેવા ક્ષેત્રે પણ પોતાનું ઉત્તમ અનુદાન આપેલું. જ્યારે તેઓએ જોયું હશે કે કચ્છ અંજારમાં પાણીની વ્યવસ્થા સમુચિત ન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy