________________
૬૨૬
બેલ્જિયમ, હોલેન્ડ, ઇટાલી, ગ્રીસ, સ્વીટ્ઝર્લેન્ડ, હોંગકોંગ, સિંગાપુર, થાઇલેન્ડ, ફિલીપાઇન્સ, ઇજિપ્ત, કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝાંઝીબાર વગેરે દેશોનો પ્રવાસ.
ન્યૂયોર્ક ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ-યુનોની જનરલ એસેમ્બલીમાં ૧૯૯૩માં ભારતીય રાજદૂત સાથે બેસીને ભાગ લીધો. સલામતી સમિતિની બેઠકની મુલાકાત. આ રીતે મુલાકાત લેનાર ગુજરાતના પ્રથમ પત્રકાર હતા. વોશિંગ્ટન ખાતે અમેરિકાની પાર્લામેન્ટની તથા વ્હાઇટહાઉસની મુલાકાત. બ્રિટનમાં પાર્લામેન્ટની તથા બીબીસી સ્ટુડિયોની મુલાકાત. કેન્યાના પાટનગર નૈરોબીમાં પાર્લામેન્ટની મુલાકાત તથા વોઇસ ઑફ કેન્યા દ્વારા મુલાકાત પ્રસારિત કરવામાં આવી હતી.
ગુજરાત પત્રકાર સંઘ તરફથી અમદાવાદમાં પત્રકારત્વ ક્ષેત્રે વિશિષ્ટ કાર્ય બદલ ૨૦૦૯માં સમ્માન કરવામાં આવ્યું. શુદ્ધ આયુર્વેદ સંમેલન તરફથી ૧૯૭૩માં સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. મોરબી ખાતેની ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મોરબી ખાતે ૨૦૦૮માં યોજાયેલા સમારંભમાં સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતી અખબાર જગતતા પિતામહ સ્વપ્નદૃષ્ટા શ્રી શાંતિભાઈ શાહ ‘ગુજરાત સમાચાર'ને ગુજરાતની પ્રજાનો અવાજ બનાવી દેનાર શ્રી શાંતિભાઈ શાહની દીર્ઘકાલીન કારકિર્દી સ્વયં એક દંતકથા છે. ગુજરાતને સર્વશ્રેષ્ઠ પત્રકારોની ભેટ આપનાર ‘શાંતિભાઈ’ માત્ર ઉદ્યોગપતિ જ નહીં પરંતુ સ્વયં એક ‘સંસ્થા’ છે.
શ્રી શાંતિભાઈના સફળતાનાં અનેક રહસ્યો પૈકીનું એક રહસ્ય એ હતું કે તેઓ એ વાત સમજતા હતા કે કોઈપણ અખબારની તાકાત માત્ર તેની યંત્ર સામગ્રી નથી પરંતુ બુદ્ધિસભર પત્રકારો અને શ્રેષ્ઠ લેખકો જ તેની અસલી તાકાત છે તેમણે તે સમયના સ્વશ્રેષ્ઠ પત્રકારો અને લેખકોની ફોજ ખડી કરી દીધી હતી. જયભિખ્ખુ, જીવરામ જોષી, મધૂસુદન પારેખ, પન્નાલાલ પટેલથી માંડીને બકુલ ત્રિપાઠી, વાસુદેવ મહેતા, ચન્દ્રકાંત શાહ અને જયવદન પટેલ એ બધા લેખકોનું સર્જન પણ
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
કર્યું અને સંવર્ધન પણ કર્યું. એ કારણે ‘ગુજરાત સમાચાર વાંચનની બાબતમાં સમૃદ્ધ બન્યું.
શાંતિભાઈની પત્રકારત્વની લાંબી દડમજલની પછી જબરદસ્ત સફળતાનું બીજું રહસ્ય એ હતું કે તમામ રાજકીય પક્ષો અને નેતાઓ સાથે તેમનો અંગત ઘરોબો રહ્યો પરંતુ કોઈનીય શેહ કે શરમમાં તેઓ તણાયા નહીં. ઇન્દિરા ગાંધીથ માંડીને વી.પી.સિંહ અને મોરારજી દેસાઈથી માંડીને રાજીવ ગાંધી પણ તેમની સાથે વાતચિત કરવાનું પસંદ કરતાં હતા.
શ્રી શાંતિભાઈ શાહ એક પત્રકાર, તંત્રી કે ઉદ્યોગપતિ જ નહોતા પરંતુ આવતીકાલના સમયને પારખનાર જબરદસ્ત ‘સ્વપ્ર દેષ્ટા’ પણ હતા. વાચકોની બદલાતી લોકરૂચિને અગાઉથી પારખી જનાર શાંતિભાઈ શેઠે ગુજરાતના પત્રકાર જગતમાં અનેક પહેલ કરી.
આઝાદી પહેલા જન્મેલા શાંતિભાઈએ કદીયે રૂઢીગત ખ્યાલો પર અખબાર ચલાવ્યું નહીં. એની ભવ્ય પરંપરાઓને કાયમી રાખીને અખબારને આધુનિક સ્પર્શ પણ આપ્યો. તેમણે સર્વશ્રેષ્ઠ ટેકનોલોજી અને લેટેસ્ટ કોમ્પ્યૂટરથી ગુજરા સમાચારને સજ્જ કરી દીધું. અમેરિકામાં વસતા ગુજરાતી માટે આંતરરાષ્ટ્રીય આવૃત્તિ પણ એમના જ સમયમાં શરૂ થઈ આજે આ અખબાર અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર સુરત અને મુંબઈથી એક સાથે જ પ્રગટ થાય છે.
‘ગુજરાત સમાચાર' ને એક અખબાર તરીકે જ નહ પરંતુ એક વ્યાવસાયિક કંપની તરીકે પણ સમૃદ્ધ બનાવી દેનાર શ્રી શાંતિભાઈ શાહ અંગત જીવનમાં સાદગીના સાચુકલા પ્રતીક બનીરહ્યા. ખાદીનો સફેદ ઝભ્ભો, સફેદ ધોતી એ એમર્ન ઓળખ બની રહી, બહાર જાય ત્યારે જ ખાદીની શ્વેત બંડ પહેરતા. જિંદગીમાં કદીયે હાથના કાંડા પર ઘડીયાળ બાંધ્યું નહીં ૮૪ વર્ષની વય સુધી જાતે જ ગાડી ચલાવતા રહ્યા, લિફ્ટન ઉપયોગ પણ ટાળતા. તેમની ઓફિસના બારણાં હંમેશા ખુલ્લ રહેતાં. દિલ્હી કે મુંબઈ જાય તો પણ ફાઈવસ્ટાર હોટલમાં કઈ ઉતરતા નહીં. સંતાનોના લગ્ન હોય કે બીજા કોઈ સામાજિ પ્રસંગે શ્રીમંતાઈનું પ્રદર્શન ટાળતા. જ્યોતિષશાસ્ત્રના અભ્યાર્ હોવા ઉપરાંત તેમની પાસે છઠ્ઠી ઇન્દ્રિયનું જ્ઞાન હતું. આવનાર દિવસોમાં શું બનવાનું છે તેનો આભાસ તેમને અગાઉથી થઇ જતો. કંપનીની આવનારા વર્ષોની બેલેન્સશીટની આગાહી તે અગાઉથી કરી દેતા અને પરિણામ પણ તે પ્રમાણે જ હાંસલ થતું છયાંસી વર્ષ સૌની સાથે રહ્યાં.
(તા. ૨૭-૨-૧૦ના ગુજરાત સમાચારમાંથી સાભાર
For Private & Personal Use Only
www.jainelibrary.org