________________
સ્વપ્ન શિલ્પીઓ
૧૯૯૦માં સંદેશમાં સમાચાર તંત્રી તરીકે ડેસ્ક ઉપર કામ કર્યું. નિવૃત્તિ બાદ પણ હાલમાં ‘સંદેશ'માં પ્રવૃત્તિ છે. તંત્રીલેખનું લેખન ઉપરાંત જ્યાં જે વિભાગમાં જરૂર જણાય ત્યાં મદદ કરે છે.
કામગીરી એમની બહુઆયામી કારકીર્દીના સીમાસ્તંભો છે.
અમેરિકા ખાતે એમના લગભગ બે દાયકાના નિવાસ દરમિયાન એમણે 'ઇન્ડિયા પોસ્ટ', 'ગુજરાત ટાઈમ્સ' અને
એજન્સીની કામગીરીના તેમના અનેક યાદગાર અનુભવો‘ઇન્ડિયા ટ્રિબ્યુન' જેવા માતબાર સાપ્તાહિકોમાં સંપાદક તરીકે સેવા આપી હતી. શિકાગો ખાતે ભારતીય રેડિયો સ્ટેશન અંગ્રેજી “ઇન્ડિયા પોસ્ટ” અને ગુજરાતી-ગીત ગુજરી'માં એકઝીક્યુટીવ ડાયરેક્ટર તરીકે કામગીરી કરતાં અમેરિકામાં વસતા ગુજરાતી સમાજની નવી ઊગતી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યોની સમજ આપવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.
છે. ગુજરાતના તેમના મોકલેલા કેટલાંય સમાચાર સમગ્ર દેશમાં હેડલાઈન બન્યા છે. મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે પણ વિદ્યાપીઠમાં આવતા રોકાય તે તમામ દિવસોના પ્રાર્થના અને ભાષણોના કવરેજની જવાબદારી એજન્સી તરફથી તેમણે સંભાળી હતી. દિગંત ઓઝાની સાથે તેમણે કેટલાંક પુસ્તકોના પ્રકાશન માટે પણ કામ કર્યું છે. ૧૯૮૫થી એક જ વખત ભોજન લેવાનો નિયમ લેનારા મિલિન્દભાઈ આ ઉંમરે સંગીત શીખી રહ્યા છે, ડ્રાઇવીંગ શીખ્યા છે અને અત્યંત નિયમિત જીવન શૈલીમાં પ્રવૃત્ત શ્રી પત્રકારત્વ કરી રહ્યા છે. તેમનો સંપર્ક ૯૮૨૪૫૦૧૩૪૫ નંબર પર એ-૧૩, અર્જુન એપાર્ટમેન્ટ્સ, કર્મચારી નગર સ્કૂલ પાછળ, ઘાટલોડિયા, અમદાવાદ-૬૧ ખાતે થઈ શકશે.
ડૉ. કાન્તિ રામી
બાલ્યવયની
જ અભ્યાસમાં તેજસ્વી એવા કાન્તિભાઈએ બી.એ. અને એમ.એમ.ની પરીક્ષાઓ પ્રથમ વર્ગ સાથે પસાર કરી હતી. ગુજરાતના મહાકવિ ઉમાશંકર જોશીના અંતરંગ શિષ્ય એવા વિદ્યાપુરુષ ડૉ. રમણલાલ જોશીના માર્ગદર્શન હેઠળ શ્રી ઉમાશંકર જ સૂચવેલા “એલેજી”-કરૂણ પ્રશસ્તિ એ વિષય પર એમણે શોધનિબંધ લખી પી.એચડી.ની ઉપાધિ ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી.
પોતાની વ્યાવસાયિક કારકિર્દી શ્રી કાન્તિભાઈએ બે ક્ષેત્રોમાં પૂરી કરી છે. વડનગર, કડી અને ઊંઝાની કોલેજોમાં આચાર્ય તરીકેની શસ્વી કામગીરીની જેમ જનસત્તા'માં મુખ્ય તંત્રી તરીકે, ગુજરાત સમાચાર'માં સહતંત્રી તરીકે અને ‘સંદેશ”માં સામયિક તંત્રી તરીકે એમણે પોતાની યાદગાર સેવાઓ આપી છે.
એમ.એ.ના અભ્યાસકાળ દરમ્યાન ગુજરાતના પ્રથમ વિજ્ઞાન માસિક 'વિજ્ઞાનબંધુ' જેવી પહેલની જેમ અમદાવાદ દૂરદર્શન પર શરૂ થયેલી ગુજરાતી ટેલી સિરિયલોના પ્રથમ એપીસોડ કોને હતી એવી ખબર'ના લેખક અને દિગદર્શક તરીકેની
Jain Education International
૬૨૩
સામાજિક ન્યાય અંગેની સભાનતા, સામાજિક સમરસતા અંગેની નિસબત અને આધ્યાત્મિક-નૈતિક ચિંતન એ એમના રસના વિષયો રહ્યા હોઈ એમણે લખેલું પંદરેક પુસ્તકોમાં એ વિષયોને વાચા મળી છે. આ પુસ્તકો ઉપરાંત જીવનોપયોગી સૂક્તિઓના સંકલનની એમની પચીસ જેટલી નાનકડી પુસ્તિકાઓને પણ સારી લોકચાહના સાંપડી છે. હાલ તેઓ મુંબઈના માતબાર અખબાર ‘મુંબઈ સમાચાર'માં દર ગુરુવારે ધૂપછાંવ' નામે કટાર લખે છે અને ગુજરાત અને ગુજરાત બહાર પણ ગુજરાતી મહિલાઓમાં અત્યંત લોકપ્રિય સામયિક 'સ્ત્રી’માં 'દર્પણ' નામની કટાર આલેખે છે. લેખન ઉપરાંત સમાજસેવાનાં કાર્યોમાંની એમની સક્રિયતા નોંધપાત્ર છે.
સ્વ. મનુભાઈ જોધાણી
૧૮૫૭નું વર્ષ આપણે માત્ર હિંદના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ જાહેર આક્રોશ કે દેખાવના વર્ષ તરીકે વિપ્લવ' વર્ષ તરીકે યાદ રાખીએ છીએ. ગુલામ હિંદમાં એ દિવસોમાં બીજી અનેક પ્રગતિશીલ ઘટનાઓ બની રહી હતી. સ્ત્રીઓની સામાજિક સ્થિતિ દયાપાત્ર હતી અને આર્થિક સહરતા કે રાજકીય સક્રિયતા અંગેનો વિચારવાનું જ નહીં. એ દિવસોમાં ગુજરાતી ભાષામાં પત્રકારત્વ મારફતે શિક્ષિત બહેનો દ્વારા મહિલાઓ અને પુરુષવર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ થયો. સૌના આશ્ચર્ય વચ્ચે ૧૮૫૭ના જાન્યુઆરી માસમાં સ્ત્રી કેળવણીના હિમાયતીઓ મારફતે સ્ત્રી માસિક શરૂ થયું. સ્ત્રીબોધ' માસિકની શરૂઆત પુરુષો દ્વારા થઈ. તેના તંત્રી તરીકે છેલ્લે શ્રી કેખુશરો કાબરા રહ્યા. તેમના અવસાન પછી તેમની પુત્રી શીરીનબહેનને હસ્તક તેનું સંચાલન આપ્યું. સીરીનબહેન એ રીતે ગુજરાતના પ્રથમ સ્ત્રીતંત્રી ગણાય. તેમણે 'સ્ત્રીબોધ' મારફતે તત્કાલીન સ્ત્રીસમાજની સેવા કરી. તેમના પછી તેમના સ્ત્રીતંત્રી વિમળાબહેન સેતલવાડ અને પછી પૂતળીબહેન કાબરાજીએ ‘સ્ત્રીબોધ’ના તંત્રી તરીકે કામ કર્યું. પૂતળીબાઈના
For Private & Personal Use Only
www.jainelibrary.org