________________
સ્વપ્ન શિલ્પીઓ
માતૃભાષા મરાઠી હતી. પણ હિન્દીભાષા પ્રત્યેના લગાવને કારણે હિન્દીમાં પત્રવ્યવહાર, બોલચાલ કરતા. એકવાર તેમણે ગાંધીજીને પત્ર લખ્યો. ઉગતી તરુણાવસ્થામાં જ ગાંધીજીને ગુરુ તરીકે સ્વીકાર્યા. ગાંધીજીએ તરુણ અનન્તને લખ્યું. જો તમે હિન્દી સેવાનું
કાર્ય સ્વીકારો તો મને કેવો આનંદ થાય?’' ને આમ અનંત શેવડે કોંગ્રેસ, હિન્દીસેવા અને પત્રકારત્વ એમ ત્રેવડી કામગીરી ઘણી નાની વયમાં સંભાળવા લાગ્યા. ૧૯૩૫માં કેટલાંક મિત્રો સાથે મળીને તેમણે ‘ઇન્ડિપેન્ડન્ટ' નામનું સાપ્તાહિક ચાલું કર્યું. અંગ્રેજોને તકલીફ થતી સ્વાભાવિક હતું. ૧૯૪૪માં ‘ઇન્ડિપેન્ડન્ટ’ને નાગપુર ટાઈમ્સમાં ભેળવી દેવામાં આવ્યું.
‘નાગપુર ટાઈમ્સ’ એક નાનકડું વૃતપત્ર હતું. તેમની સાથે અનેક યુવાનો જોડાયા હતા. અનેક કાયદાકીય ગૂંચ અને કેસમાં પણ તેઓ ફસાયા હતા. અંતે તેમનો દરેક મોરચે વિજય થયો. તેમણે તેમના પત્રકારત્વના ક્ષેત્રમાં સંઘર્ષના અનુભવોને આધારે ‘ડસ્ક બિફોર ડૉન' (‘ઉષા પહેલાંનું અંધારું’) નામની નવલકથા લખી છે.
આ દિવસોમાં ‘નાગપુર ટાઈમ્સ' એક અંગ્રેજી દૈનિક તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું. સાચા સમાચારો તેની નિષ્પક્ષ રજૂઆત, વિવેચન અને સમસ્યાઓ પ્રત્યે વિધાયક અભિગમ રાખવાથી ઘણો આદર પામ્યું હતું.
એક સમયે સાડા ચારસો કર્મચારીઓના તેઓ માલિક હતા. તે સૌની સાથે કુટુંબજન જેવો વ્યવહાર રાખતા. એકવાર મધ્યપ્રદેશ સરકારે તેમને જાહેરાતો આપવાનું બંધ કર્યું. અખબાર આર્થિક સંકટમાં આવી ગયું પણ તેમણે પોતાનો પગાર ઓછો લેવાનું નક્કી કર્યું અને દરેક કર્મચારીઓ તેમને અનુસર્યા. અખબાર ટકી ગયું. આમ “કોઈ સાહેબ નહીં કોઈ નોકર નહીં’ સૂત્ર મુજબ ત્યાં જે કોઈ જોડાયા તે સૌનો વિકાસ થયો. “તેમને ત્યાં પ્રૂફ રીડર તરીકે જોડાયેલી વ્યક્તિ એજ અખબારમાં તંત્રીપદ સુધી પહોંચી શકે” તેવું શંકરરાવ બેદરેકરે પોતાના અનુભવમાં ટાંક્યું હતું.
ગ્રામીણ પ્રજાના પ્રશ્નોને જાગૃતિ આપવા તેમણે ‘નાગપુર પત્રિકા' નામનું મરાઠી દૈનિક શરૂ કર્યું. જે પણ એટલું જ સફળ રહ્યું હતું.
આઝાદી આંદોલન દરમ્યાન, શાંતિસેનાની કૂચ દરમ્યાન તેમની ધરપકડ થઈ. તેમણે ત્રણ વર્ષ જેલાવાસ પણ ભોગવ્યો.
તેઓ માત્ર આંદોલનકારી જ ન હતાં. પત્રકારત્વના માધ્યમથી તેમણે કલાકારોને પણ અખબારમાં સ્થાન આપ્યું અએ
Jain Education International
૬૧૯ પ્રોત્સાહિત કર્યાં તેમને ‘પદ્મશ્રી' ઉપરાંત અનેક રાજકીય અને સાંસ્કૃતિક સન્માન મળ્યાં હતા.
પ્રશિષ્ટ સાહિત્યકાર તરીકે હિંદીમાં દસ નવલકથાઓ, બે નવલિકા સંગ્રહ, બે નિબંધ સંગ્રહો પ્રકાશિત થયા છે.
અંગ્રેજી નવલકથાઓ ધ સાયલન્ટ સોંગ્સ' અને ગ્રેટ સ્મોલ વર્લ્ડ' પણ તેટલી જ સ્થાપિત અને પ્રચલિત રચનાઓ હતી.
ગાંધી શતાબ્દિ વર્ષ દરમ્યાન દેશના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે તેમણે અનેક દેશોનો પ્રવાસ કરી ભારતીય સમાજ અંગે વ્યાખ્યાનો આપ્યાં હતા.
આમ, શબ્દ બ્રહ્મના ઉપાસક, કુટુંબપ્રિય ગાંધીજીના સૈનિક, પત્રકાર, સાહિત્યકાર, કલારસજ્ઞ અનંત ગોપાલ શેવડે ૧૦ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ દેવલોક પામ્યા. ૬૮ વર્ષનું આયુષ્ય તેમણે તમામ કાર્યો ઉત્તમ રીતે પૂર્ણ કરીને ઉજાળ્યું. ઊર્મિ'ના તંત્રી કવિશ્રી ઇન્દુલાલ ગાંધી
ગાંધીયુગની અસર અને લોકજાગૃતિ હેઠળ અનેક યુવાનો દેશની આઝાદી માટે મનપસંદ હાથવગા સાધનોથી કાર્ય કરી રહ્યાં હતા. કવિતાના માધ્યમથી લોકજાગૃતિ માટે કામ કરનાર કવિશ્રી ઇન્દુલાલ ગાંધી વાંકાનેર પંથકના. કરાંચી જઈને વસેલા. પણ હૃદય નિત્ય કવિતા રચે તેવું.
પ્રાથમિક શિક્ષણ-અંગ્રેજી પાંચ ચોપડી અને સંસ્કૃત, અંગ્રેજી, હિંદી, સિંધી ભાષા પરનો મહત્વનો કાબૂ. તેનાથી તેઓ નાનીવયથી જ સહજપણે લેખન તરફ વળ્યા. એ કાળમાં (૧૯૩૦માં) કરાંચી ગુજરાતી સાહિત્યના પ્રખર ઉત્સાહી અભ્યાસી ડૉલરરાય માંકડ, ભવાની શંકર વ્યાસ, ચીમનલાલ ગાંધીનો સહયોગ મેળવીને ચારેયના સંયુક્ત તંત્રીપદ નીચે ‘ઉર્મિ’ માસિકની શરૂઆત થઈ.
તે સમયનું કરાંચી ગુજરાતની નાની આવૃત્તિ જેવું ગણાતું. ‘ઉર્મિ’ માસિક ત્યાં ઘણું પ્રચલિત થયું અને પ્રસ્થાપિત પણ થયું. સાહિત્યની સેવામાં ઇન્દુલાલ ગાંધીએ આર્થિક સદ્ધરતાની પરવા કર્યા વગર ખંતથી કામ કર્યું.
તેવામાં જ દેશના ભાગલા થયા. કરાંચી કમને છોડીને જન્મભૂમિમાં હાથવગું જે કાંઈ હતું તે લઈને આવવું પડ્યું. આઘાતમાંથી બહાર આવતાં તેમને ઘણો સમય લાગ્યો. મોરબીમાં સ્થિર થવાનો પ્રયાસ કર્યો. ૧૯૫૦માં મચ્છુ નદીમાં આવેલ પૂરને લીધે તેમનું સાહિત્ય, સંચય, ગ્રંથો, ઘરવખરી બધું જ તણાઈ ગયું. કારમી ગરીબી અને એક પછી એક દુઃખદ ઘટનાઓ તેમનો
For Private & Personal Use Only
www.jainelibrary.org