________________
૬૧૮
કામ કર્યું. પૈસાની ખેંચ શું હોય એ અનુભવેલી હોઈ પૈસાની છૂટ થતાં એવા તમામ પત્રકારોને પાંખમાં લીધા અને અનેકને કારકિર્દીનો, કુટુંબ તરીકેનો અને મિત્ર તરીકેનો સધિયારો આપ્યો. છેલ્લા તમામ વર્ષો ‘સભભાવ’માં કામ કર્યું. તેમણે પત્રકારત્વની કામગીરી દરમ્યાન સ્વતંત્ર સર્જનશક્તિને પણ મુરઝાવા દીધી નહીં. સ્વતંત્ર લેખનમાં પણ તેમણે વૈવિધ્ય આપ્યું છે.
તેમના પ્રકાશિત પુસ્તકોમાં નંદનવન (લલિતનિબંધ), સદ્ગતિ (નવલકથા), હાઉ ટુ પ્લે ફૂટબોલ, અંધકારનો ઉજાસ, રજની વ્યાસ ના ‘ગુજરાતની અસ્મિતા' નું અંગ્રેજી રૂપાંતર ગ્લોરી ઓફ ગુજરાત', શેરવૈભવ, સાઈકોગ્રાફ, સેલ્ફમેનેજમેન્ટ, ટાઈમમેનેજમેન્ટ અને શિખરયાત્રા મુખ્ય છે.
પત્રકારત્વના શિક્ષણક્ષેત્રે પણ એમનું એટલું જ મહત્ત્વનું યોગદાન છે. ગુજરાત યુનિ.ના પત્રકારત્વ વિભાગ સાથે અને ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ અને સમૂહપ્રત્યાયન વિભાગ સાથે તેઓ ઘણાં વર્ષો સુધી સક્રિય રીતે જોડાયેલા રહ્યા. તેમના માર્ગદર્શન હેઠળ નાનાં મોટાં અનેક શોધકાર્યો પણ થયાં છે. દિવ્યેશભાઈ માનતા કે, જીવન પોતે જ એક ઉત્તમ શિક્ષક છે.......અંગત જીવનની ઊથલપાથલો, યાતનાઓ અને બીમારીઓએ ઘણું શીખવ્યું છે......'
દિવ્યેશભાઈએ કૉલેજકાળમાં મરી જવાની મજા' નામનું લાભશંકર ઠાકરનું નાટક ભજવ્યું હતું. જીવનના રંગમંચ પર વિદ્યાર્થીઓ, પત્રકારમિત્રો, પત્ની ડૉ. સ્મિતા, ભૂપતભાઈ વડોદરિયા અને ‘સમભાવ' પરિવાર સાથે મજેદાર ભરપૂર અને સંપૂર્ણ ભૂમિકા ભજવી. મૃત્યુ એમને મારી શક્યું નથી. દેહદાન કરીને તેમણે સૌની વચ્ચે એક ઉત્તમ દાખલો બેસાડ્યો
છે.
શ્રી રજની વ્યાસ
૧૯૭૭ થી ૧૯૮૦ સુધી ‘બુલબુલ’ અને ૧૯૮૧ થી ૧૯૮૪ સુધી રમકડું બાલપાક્ષિકોના સંપાદક રહેલ, ‘ગુજરાત સમાચાર' ‘સંદેશ'માં પોતાની ચિત્રકલાથી રંગત લાવનારા, ૧૯૮૬ થી ‘સમભાવ' દૈનિકની વિશિષ્ટ પૂર્તિઓ સાથે જોડાયેલા રહેલા અને ખાસ તો લે-આઉટની કળાના માહિર શ્રી રજની વ્યાસને ગુજરાતમાં સૌ સંચિત્ર માહિતી-જ્ઞાનકોશ અને ગ્રંથોના સ્વપ્નશિલ્પી તરીકે અને એક ચિત્રકાર-પત્રકાર તરીકે ઓળખે છે.
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
તેમની ઓળખ ચિત્રકાર, બાલ સાહિત્યકાર, પત્રકાર તરીકેની હોવા ઉપરાંત ચરિત્રકાર, પ્રવાસલેખક અને સંદર્ભગ્રંથકાર તરીકેની પણ છે જ. ૧૯૭૯ થી ૧૯૮૭ સુધીમાં તેમણે ‘મિજબાની’, ‘સોનેરી વાતો', ‘રૂપેરી વાતો’, ‘પંચતારક કથાઓ’, ‘પંચશીલ કથાઓ’ જેવું બાલસાહિત્ય, ‘અવિસ્મરણીય’ (૧૯૮૮) પુસ્તકમાં તેમણે વ્યક્તિ ચરિત્રોને સુપેરે આલેખ્યાં છે. ‘ઊર્મિઓના દેશમાં' અને ‘વાદળના વેશમાં' (૧૯૯૦) તેમના પ્રવાસ વર્ણનો છે.
૧૯૮૯માં બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી'ના નિમંત્રણથી ત્યાં જઈ ગુજરાત અંગેનાં ચિત્રો અને તસવીરોનું પ્રદર્શન યોજ્યું. કેટલાય સાહિત્યકારોના જીવન-કવન પર તેમણે ડૉક્યુમેન્ટરી બનાવી. ૧૯૯૬માં ધી ગુજરાત લિટરરી એકેડેમી ઑફ નોર્થ અમેરિકાના આમંત્રણથી અમેરિકા, કેનેડા તથા લંડનનો સાંસ્કૃતિક પ્રવાસ કર્યો. આથી તેમને શ્રી રાધેશ્યામ શર્મા ‘કલ્ચરલ-કમ-લિટરરી એમ્બેસેડર તરીકે પણ નવાજે છે.
‘ગુજરાતની અસ્મિતા’ નામના તેમના ગ્રંથને નવાજતા શ્રી ઉમાશંકર જોશીએ લખેલું, ‘ભાઈશ્રી રજની વ્યાસની પ્રેરણા એક કલાકારની પ્રેરણા છે.....કહો કે પહેલાં એમણે ગુજરાતને પોતાની અંદર ઉતાર્યું છે અને પછી કાગળ પર ઉતાર્યું.”
પત્રકાર તરીકે તેમની કારકિર્દી ‘સમભાવ’ ‘અભિયાન’ ‘જનસત્તા’આદિના તંત્રી શ્રી ભૂપતભાઈ વડોદરિયા પાસે ઘડાઈ. ભૂપતભાઈએ તેમના અંગે લખ્યું છે કે, પંદરવીસ માણસની ટીમ જે કરે તે કામ એકલે હાથે લેખકે પાર પાડી ‘સુવર્ણમુગટ સમો ગ્રંથ' ગુજરાતને જ નહિ, ભારતને પણ આપ્યો છે.
આચાર્ય રજનીશને માનનારા રજની વ્યાસની વિચારધારા પર રજનીશની, વિજ્ઞાનની, જ્યોતિષની અને અન્ય વિષયોની બહુવિધ અસર છે.
એક નાના અખબારના મોટેરા તંત્રી
અનંત ગોપાલ શૈવડે
મહાત્મા ગાંધીએ જે કોઈને સ્પર્શ કર્યો તે સૌ પોતપોતાના ક્ષેત્રમાં દિપી ઊઠ્યા અને ગાંધીજીએ સૂચવેલા કાર્યો આજીવન કર્યા. ગાંધીજીના હિન્દી પ્રચારના સમર્થક એવા અનંત ગોપાલ શેવડેનો જન્મ છિંદવાડા જિલ્લામાં સૌરસ ગામે ૧૯૧૧માં થયો હતો. વતનમાં જ શિક્ષણ-નાગપુર જઈને એમ.એ. કર્યું. તેમની
For Private & Personal Use Only
www.jainelibrary.org