________________
સ્વપ્ન શિલ્પીઓ
૬૧૭
કથા, નિબંધ જેવા સાહિત્યપ્રકારોમાં તેમણે કામ કર્યું છે. નવનીત સમર્પણ' નું સતત ૨૦ વર્ષ સુધી તેમણે સંપાદન કર્યું હતું. અત્યાર સુધીમાં તેમને સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી (ગુજરાત), સાહિત્ય અકાદમી (દિલ્હી), ભારતીય ભાષા પરિષદ (કલકત્તા) વગેરેથી અનેક પુરસ્કારો અને સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યાં છે. ઈશા હવે આપણી વચ્ચે નથી.
યશવન્ત મહેતા જેમણે ૪૫૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે અને જેમને સતત લખ્યા જ કરવું પડ્યું છે એવા યશવન્ત મહેતાને ગુજરાતી પ્રજા બાળસાહિત્યકાર, કિશોરકથા સાહિત્યકાર, રહસ્યકથા લેખક, કર્મશીલ, ગાંધી કથાકાર, વિજ્ઞાનકથા લેખક.....વગેરે જેવાં બહુવિધ નામોથી જાણે છે.
૧૯૬૪માં ‘પાલખીનાં પૈડાં’ એ તેમનું પ્રથમ પ્રકાશનજેણે તેમને પ્રસન્નકાર પારિતોષિક મેળવી આપ્યું. ત્યારથી માંડીને આજદિન સુધી અનેક પુસ્તકો તેમણે આપ્યાં છે અને ગુજરાતી દૈનિકોની પૂર્તિઓ માટે વિશેષ લેખન-સંપાદન કર્યું છે. તા. ૧૯-૬-૧૯૩૮ના રોજ લીલાપુર–લખતર સુરેન્દ્રનગરમાં તેમનો જન્મ. બી.એ. સુધી ભણ્યા બાદ ૩૦ વર્ષ સુધી નોકરી કરી પણ પછી સાચા અર્થમાં કલમને ખોળે માથું મૂક્યું. તેમની સર્વપ્રથમ મૌલિક સર્જન ટૂંકીવાર્તા “મા” ૧૯૫૬માં “સ્ત્રી જીવનમાં છપાઈ હતી. એક ટકો પ્રેરણા અને ૯૯ ટકા પરિશ્રમમાં માનનારા યશવન્ત મહેતાના માર્ગદર્શનમાં પત્રકારત્વનું શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓની અનેક પેઢી પસાર થઈ ગઈ છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં તેમણે પત્રકારત્વના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે, અને વિદ્યાર્થીઓને કામ શોધવામાં મદદ પણ કરી છે. ખભે નેપકીન નાંખેલા આ પરોપકારી દાદાને નવી ઉભરતી પત્રકારોની પેઢી અત્યંત આદર સાથે સ્મરે છે. અત્યાર સુધીમાં તેમને બે રાષ્ટ્રીય, પાંચ રાજ્ય સરકારના, એક પરિષદનું એક સંસ્કાર પરિવારનું અને અનેક ગણનાપાત્ર સન્માન મળી ચૂક્યાં છે.
રાધેશ્યામ શર્મા રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય મંડળ, કલકત્તાના અનેક એવોઝ ઉપરાંત અનેક ક્રિટીક્સ એવોર્ડ સંધાન', શ્રી ધનજી કાનજી ગાંધી એવોર્ડ, પ્રા. અનંતરાય
રાવળ વિવેચન એવોર્ડ, શ્રી અશોક હર્ષ, એવોર્ડ અને કવિલોક એવોર્ડ જેમને મળી ચૂક્યા છે અને સૌથી મોટો વાચકો, સાહિત્યકાર મિત્રોના સહૃદયી બની રહેવાનો આજન્મ એવોર્ડ જેમને મળ્યો છે તેવા શ્રી રાધેશ્યામ શર્મા ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં પોતાનું અચળ સ્થાન નિશ્ચિત કરી ચૂક્યા છે.
તેમનો ૫-૧-૧૯૩૬ના રોજ વાલોલ મુકામે થયો. રૂપાલના વતની રાધેશ્યામ શર્માએ બી.એ. (ઓનર્સ) સુધીનો અભ્યાસ કર્યા બાદ થોડો સમય નોકરી કરી પણ પછી તે લેખનને જ વ્યવસાય તરીકે સ્વીકારી વિપુલ લેખન આરંવ્યું. ‘ફેરો’ નવલકથાથી ખ્યાતિપ્રાપ્ત કરનાર લેખકના અત્યાર સુધીમાં ૩૦ થી પણ વધુ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. સાહિત્યના વિપુલ પ્રકારો જેવાં કે, કવિતા, વાર્તા, નવલકથા, વિવેચન, સંપાદન, નિબંધ, અનુવાદ, ઝેનકથાલેખન, જેવાં વિભાગોમાં તેમણે લેખન કર્યું છે. તેમને ન્યૂઝપેપર કરતાં યુઝ પેપર (views) વાંચવાં વધુ ગમે છે. | ‘યુવક', “ધર્મસંદેશ', રજનીશદર્શન, ધર્મલોકના તેઓ સહસંપાદક રહી ચૂક્યા છે અને “અક્રમ વિજ્ઞાની’ સામયિકના માનદ્દતંત્રી તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. લેખનને વ્યવસાયરૂપે અપનાવ્યું હોવાને કારણે મોટાભાગના તમામ અખબારોમાં તેમની કોલમો ચાલતી અને લેખો, વાર્તાઓ, કવિતા વગેરે છપાતાં રહ્યાં છે. તેની વિશેષ વિશેષતા એ છે કે, તેઓ પત્રવ્યવહારમાં અત્યંત ચુસ્ત છે.
શ્રી દિવ્યેશ ત્રિવેદી વ્યવસાયે પત્રકાર અને નિબંધકાર, નવલકથાકાર, ગઝલકાર-કવિ, નાટ્યકાર તથા વાર્તાકાર તરીકે પ્યાતિ મેળવનાર શ્રી દિવ્યેશભાઈ ત્રિવેદીનો જન્મ ૬-૬-૧૯૫૭ના રોજ અમદાવાદમાં થયો હતો. ગુજરાતી સાથે ભણવાની અદમ્ય ઇચ્છા હોવા છતાં અધ્યાપક-વિવેચક શ્રી પ્રો. સુમન શાહના સૂચનથી અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. એ પછી બી.એ. અને એમ.એ. મનોવિજ્ઞાન સાથે કર્યું અને મનોવિજ્ઞાનને સાચા અર્થમાં જીવનમાં ઉતારી મહત્તમ લોકોને મળવાનું, ઓળખવાનું, સમજવાનું, સમજાવવાનું અને એક પ્રેમની-નિઃસ્વાર્થ પ્રેમ' ની ભાગીરથી વહાવવાનું કામ દિવ્યેશભાઈએ કર્યું. પોતાના જ મોટાભાઈ ભૂપેન્દ્રભાઈના ‘પમરાટ’ પાક્ષિકથી પત્રકારત્વક્ષેત્રે પ્રારંભ કર્યો. એ પછી “જનસત્તા’ અને ‘ફ્લેશ’ સામયિકમાં પણ ખંત અને ધગશથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org