SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪ અશોક હર્ષ વિવેચક, વાર્તાકાર, એકાંકીકાર, પત્રકાર અને સંપાદક શ્રી અશોક હર્ષ અંગે રાધેશ્યામ શર્મા નોંધે છે કે, “વિવેચનનું એકેય પુસ્તક બહાર પાડી, બહાર આવવાની પરવા કરી નથી છતાં જેમણે જીવનનાં બહુવિધ ક્ષેત્રોનું આકરું વિવેચન અહર્નિષ આપ્યા કર્યું છે. તેવા અશોક હર્ષને અમુક અર્થમાં એંગ્રી ઓલ્ડ મેન એટ એઈટી ટુ કહેતાં હર્ષ થાય છે.” પત્રકારત્વ અને સાહિત્યિક પત્રકારત્વનું નિર્ભીક ખેડાણ કરનારા અને વખત આવ્યે નોકરી છોડવાની પણ તૈયારી રાખનારા શ્રી અશોક હર્ષનો જન્મ ૨૩-૯-૧૯૧૫માં મુંદ્રાકચ્છમાં થયો. મેટ્રિકમાં હતા ત્યારે રાજકીય ચળવળને કારણે અભ્યાસ છોડ્યો. તેમની “લખમી' નામની પ્રાણી કથા કુમાર'માં છપાઈ. તેમની વય એ સમયે ૧૪ વર્ષની. આશરે ત્રીસથી વધુ પુસ્તકોના લેખક શ્રી અશોક હર્ષે “ચાંદની” માસિકનું પચ્ચીસ વર્ષ સુધી સંપાદન કર્યું. એ ઉપરાંત “ગતિ અને રેખા', “ભારતી’ ‘વર્તમાન દૈનિક’, ‘પ્રતિમા, ‘સર્જન’ અનેક વૈમાસિકો અને “રંગતરંગ' નું પણ સંપાદન તેમણે કર્યું. આ દરમ્યાન જાણીતા દૈનિકોમાં વિવેચનાત્મક લેખન પણ ચાલુ તો રહ્યું જ. સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે અપાતા મોટાભાગના નામી-અનામી એવોર્ડ્ઝ તેમને મળી ચૂકેલ છે. ૧૯૩૦માં ગાંધીજી દાંડીકૂચ વખતે એવું બોલેલા, “કાગડા-કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વગર અહીં (આશ્રમમાં) પાછો નહીં આવું.” ૧૯૩૫માં ગાંધીજી કોઈ કામથી અમદાવાદ આવ્યા ત્યારે ૨૦ વર્ષના અશોક એમને પૂછી બેઠેલા, ‘તમારું વચન યાદ છે?.......તમે તો.....આવું બધું કહીને ગયેલા ને.....' બાપુ હસ્યા હશેને? લેખક તરીકે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રણી બની રહી લેખનના માધ્યમથી ગુજરાતમાં આહલેક જગાડવાનું કામ કર્યું હતું. જયંતિ દલાલ, બી. કે. મજમુદાર, નીરુભાઈ દેસાઈ, દિનકર મહેતા, ધનવંત ઓઝા સાથે ચળવળોમાં સક્રિય રસ લીધો હતો. સરદાર પૃથ્વીસિંહ આઝાદને ગુપ્તવાસમાં પણ રાખ્યા હતા. ક્રાંતિકારી વિચારસરણીવાળી તેજાબી કલમે પત્રિકાઓ લખી ઠેર ઠેર વહેંચી પણ ખરી. રાષ્ટ્રીય ચળવળને ખાતર અભ્યાસ છોડનાર અશોક હર્ષની લખેલ નૃવંશશાસ્ત્ર પરનો ગ્રંથ અત્યારે એમ. એ. સ્તરે પાઠ્યપુસ્તક છે એજ એમની કર્મઠતાનો પુરાવો છે. સ્વપ્ન શિલ્પીઓ તેમની હયાતીમાં જ ગુજરાતી સાહિત્ય સંગમે અને ખાસ તો નરેન્દ્ર દવે (સૌરાષ્ટ્રના સિંહ છેલશંકર દવેના પુત્ર) એ શિષ્યભાવે “સાહિત્યબ્રહ્મા અશોક હર્ષ એવોર્ડ' નવોદિતો માટે ખુલ્લો મૂક્યો છે. સતત ત્રણ દાયકા સુધી ગુજરાતી સાહિત્યકારોની પ્રથમ રચનાને-૨ચનાઓને પ્રકાશિત કરી તેમનામાં પ્રોત્સાહનનો પ્રાણવાયુ પૂરનાર અશોક હર્ષનું ઋણ નાના મોટા તમામ વાર્તાકારો સ્વીકારે છે. રાજેન્દ્ર દવે સતત માહિતીપ્રદ લેખો સુંદર અક્ષરે લખીને અખબારે ફાળવેલી જગ્યાને ધ્યાનમાં રાખીને લખનારા રાજેન્દ્રભાઈ દવે ગુજરાતી પત્રકારત્વમાં તથ્યના સંકલનકાર અને એથીયે આગળ વધીને કહીએ તો સંપૂર્ણ માહિતગાર પત્રકાર છે. માત્ર શુદ્ધ માહિતી પૂરી પાડવી અને વાચકની રસક્ષતિ ન થાય એનું ધ્યાન રાખવું એ રાજેન્દ્રભાઈ સારામાં સારી રીતે કરી શક્યા છે. વર્તમાન સમયમાં માધ્યમો જ્યારે મતનિર્માણની પ્રક્રિયામાં એકબીજા પર ભારે થવા જાય છે ત્યારે રાજેન્દ્ર દવેના લેખો વાચકને પોતાનો સ્વતંત્ર મત ઘડવાની છૂટ આપે છે. જે સૌથી મોટું આશ્વાસન છે. ૨૨-૭-૬૧ના રોજ સાવરકુંડલામાં જન્મેલા રાજેન્દ્ર દવેની કર્મભૂમિ હવે રાજકોટ છે. હાલ ફૂલછાબની પૂર્તિઓના સંપાદક તરીકે તેઓ કાર્યરત છે. ૧૯૯૩માં તેમને અમરેલીના ડૉ. જીવરાજ મહેતા ટ્રસ્ટનું “સન્માનપત્ર’ મળેલું છે. પરિચય પુસ્તિકાઓમાં બાંગ્લાદેશ (૯૩), ભારતના રાષ્ટ્રપતિઓ ('૯૪), ભારતના વડાપ્રધાનો ('૯૫), ગુજરાતના મુખ્યપ્રધાનો ('૯૬) જાણીતી છે. કાલિન્દી પારેખ સાથે રાજવી કવિશ્રી કલાપી લખાયું. ગોરધનદાસ સોરઠિયાના અમરેલીની આરસી, અનેક સામયિકો (અઠવાડિક, માસિક તમામ...)માં રાજેન્દ્ર દવેના માહિતીપ્રદ લેખો સતત આવ્યા કરે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા (ગુજરાતી)માં તેમની પરિચય કૉલમમાં તેમણે દેશવિદેશની મહિલાઓની સંઘર્ષ–સફળતા ગાથાનો વાચકોને સીધો સંપર્ક કરાવ્યો હતો. અમેરિકામાં ઈન્ટરનેટ પર ચાલતા અંગ્રેજી સાપ્તાહિકમાં પણ તેઓ “અભિષેક' નામે કૉલમ લખે છે. અમરેલીના કવિ રમેશ પારેખ રાજેન્દ્ર દવે અંગે કહે છે કે, “જે વિષય તે હાથ પર લે છે તેમાં છેક તળિયા સુધી પહોંચી જાય છે. તેનાં દરેક લખાણોમાં ઊંડાણ હોય છે. કદાચ Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy