________________
૬૧૨
છે. કોઈ વેપારી કે ઉદ્યોગપતિ ખોટનો ધંધો કરે નહીં. તેઓ કાળા બજાર કરે કે, અછતનો લાભ ઉઠાવવા સંગ્રહાખોરી કરે કે નફાખોરી કરે ત્યારે અખબારો જ એમને સામાજિક જવાબદારીની સલાહ આપતા લેખો અને તંત્રીલેખો લખે છે.''
“હવે ગુજરાતી દૈનિકોમાં સમાચારોને બદલે મોટીમોટી આકર્ષક તસવીરો છાપી નવી પેઢીના માનસને અનુકૂળ થવાનું આપણે પશ્ચિમના દૈનિકો પાસેથી શીખ્યા છીએ, પણ આપણે વિવેક ચૂકી ગયા છીએ. પુરુષો કરતાં મહિલાઓ વધુ ધ્યાનથી વર્તમાનપત્રો વાંચે છે, ખરીદી પણ કરે છે. એમને લગતી વધુ સામગ્રી દૈનિકોમાં અપાય તો કંઈ ખોટું નથી.'
“આજનું અખબાર મેગેઝીન બન્યું છે તો એના કારણો આ મુજબ છે : એક તો દૈનિકો હવે આબાલવૃદ્ધ સૌનું ધ્યાન ખેંચવા મથે છે. છતાં રાજકારણના પ્રમાણમાં સાંસ્કૃતિક ગતિવિધિને ઓછું સ્થાન આપણા દૈનિકોમાં મળે છે. જો કે હવે પરિસ્થિતિ સ્પર્ધા વધવાને લીધે બદલાઈ રહી છે.'
આજે ૮૨ વર્ષની ઉંમરે પણ શ્રી બળવંતભાઈને અંગ્રેજી દૈનિકો જોયા વગર ન ચાલે. ઉત્તમ પુસ્તકોના ચાહક, નાટક અને દેશ્ય કળાઓમાં પણ રુચિ ધરાવનારા, વિદ્યાર્થીઓના ‘બળવંતદાદા’ ન્યૂઝ ચેનલો પણ બધી જ જોઈ લે છે. ને કોઈ હાથ પકડીને પગથિયાં ઉતારવાની કે ચઢાવવાની વાત કરે તો– એમની અંદરનો પેલો ‘હિંદ છોડો' ૪૨ ની ચળવળવાળો યુવાન વિનયપૂર્વક ના પાડી દે છે.
બળવંતદાદા પત્રકારત્વ ક્ષેત્રે ૫૫ વર્ષથી વધુ કાર્યરત રહ્યા છે. તેમના અનુભવો અને સંસ્મરણો લખાય તો સાચે જ પત્રકારત્વ જગતને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે.
મુકુંદ પી. શાહ
તંત્રી, પત્રકાર, વિધેયાત્મક સાહિત્યના લેખક અને પ્રકાશક તરીકે પ્રશસ્તિ પામેલા મુકુંદભાઈ વાર્તાસંચય, હાસ્યલેખ સંગ્રહ, સંપાદનો અને નાની મોટી પ્રેરક પુસ્તિકાઓ પ્રકાશિત કરી ચૂક્યા છે.
‘નવચેતન’ માસિકના નિયમિત પ્રકાશન માટે વડોદરાની સંસ્કારપરિવાર સંસ્થા તરફથી અને ગુજરાત સરકાર તરફથી ૧૯૯૮–૯૯ના વર્ષ માટે શ્રેષ્ઠ માસિકનો પુરસ્કાર મળ્યો. ગુજરાત સાહિત્ય સંઘનો ‘જયભિખ્ખુ એવોર્ડ', ‘ધનજી-કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’, ‘નાનુભાઈ સુરતી સાંસ્કૃતિક ગૌરવ એવોર્ડ’,
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
જેઠાલાલ ત્રિવેદી ભિક્ષુરત્ન એવોર્ડ', અન્ય નાના મોટા પારિતોષિકો ઉપરાંત સૌથી નોખો અને મહત્ત્વનો ગણાય એવો મફત ઓઝા પ્રેરિત વિશિષ્ટ એવોર્ડ ઉત્તમ શ્રોતા એવોર્ડ' પણ મુકુંદભાઈને મળેલો છે.
‘નિષ્ઠાપૂર્વક કરેલું કોઈપણ કાર્ય એળે જતું નથી' એવું હૃદયપૂર્વક માનનારા મુકુન્દભાઈએ પત્રર ક્ષેત્રની તેમની કામગીરીનાં આટલાં વર્ષો દરમ્યાન તડકી વધારે અને છાંયડી ઓછી જોઈ છે. કારકિર્દીના આરંભે તેમણે છાપાં નાંખીને કામની શરૂઆત કરી. ગ્રાહકોનું સરનામું રેપર પર લખવાના કાળી કામગીરીના દિવસો પણ તેમણે જોયા છે. ‘સંદેશ'માં પૂરતી ગંભીરતાથી સોંપાયું એ તમામ કામ તેઓ કરતા રહ્યા છે. ઓછી આવકના એ દિવસોમાં મિલની ત્રણગણા પગારની નોકરી મળી તોપણ ન સ્વીકારી અને હિંમતપૂર્વક પત્રકારત્વમાં કામ કરતા રહ્યા. ‘નવચેતન’ નાનપણથી તેમનું પ્રિય માસિક રહ્યું. તેના તંત્રી સ્વ. ચાંપશીભાઈ ઉદ્દેશી અમદાવાદ આવ્યા અને ‘સંદેશ’માંએ છપાવા લાગ્યું. મુકુન્દભાઈને ‘નવચેતન’માં કામ કરવાની ઓફર થઈ અને તેમની પત્રકારત્વની યાત્રા ચેતનવંતી બની. ચાંપશીભાઈનાં અવસાન પછી બમણા જોરથી તેમણે આ સામયિકનું પ્રકાશન ચાલુ રાખ્યું.
તા. ૨૭-૪-૧૯૨૩ના રોજ શિનોર-વડોદરામાં જન્મેલા મુકુન્દભાઈ સ્વ. ચાંપશીભાઈના ‘માનસપુત્ર' તરીકે ઓળખાવામાં ગૌરવ અનુભવે છે. કુસુમ પ્રકાશનના નેજા હેઠળ તેમણે અનેક સુઘડ પ્રકાશનો આપ્યાં છે. મુકુન્દભાઈને શ્રી રાધેશ્યામ શર્માએ બુદ્ધિપ્રકાશમાં ‘વિધાયક વિચારની ગુરૂચાવીઓ' તરીકે, મુંબઈ સમાચારમાં હસમુખ શેઠે ‘ભાગ્યના ઘડનારા તરીકે', ડૉ. રમણલાલ જોશીએ રંગતરંગ અને ફૂલછાબમાં શબ્દલોકના એક અદના યાત્રી' તરીકે નવાજ્યા છે.
સ્વ. ઉમાશંકર જોશી તેમના અંગે કહે છે કે, ઘણી વ્યક્તિઓ પુત્રને દત્તક લે છે, જ્યારે મુકુન્દભાઈએ તો પિતાચાંપશીભાઈને દત્તક લીધા છે.' ચાંપશીભાઈના કુટુંબીજનોની સારવાર–દેખરેખનું કામ મુકુન્દભાઈ અને કુસુમબહેને વર્ષો સુધી કર્યું છે. આજે મુકુંદભાઈ આપણી વચ્ચે નથી.
સરનામું : ૬૧-એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ : ૩૮૦૦૦૭
For Private & Personal Use Only
www.jainelibrary.org