SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ નમ્રતાપૂર્વકના તેમના આ નિવેદનમાં જ તેમના પત્રકારત્વમાં કેવી સુવાસ હશે તેનો આભાસ થાય છે. સ્રોત : શ્રી બળવંતભાઈ શાહ સાથેની વાતના આધારે તથા ‘કુમાર’ અંક નં-૫૫૬ એપ્રિલ-૧૯૭૦) વાસુદેવ મહેતા વીતેલી પેઢીના પ્રેરણાદાયી પત્રકારોમાં જેમનું નામ પ્રથમ પંક્તિમાં મૂકી શકાય એવા પત્રકાર એટલે વાસુદેવભાઈ મહેતા. તેમના વ્યક્તિત્વની જેમ તેમનું પત્રકારત્વ પણ સ્વતંત્ર રહ્યું. તેમની સમગ્ર જિંદગી વ્યવસાયી પત્રકાર તરીકે જ પસાર થઈ. તેમ છતાં વ્યાવસાયિકતાથી અલગ અને આગવી ખુમારી કેવી હોય તેનું પત્રકારો સામે જો કોઈ ઉદાહરણ મૂકવું હોય તો તે વાસુદેવભાઈ હતા. “પત્રકારે ગરમ રોટલી ખાવાની આશા રાખવી નહીં અને ગરમ રોટલીની ખેવના હોય એણે પત્રકારત્વમાં ઝુકાવવું નહીં' એ તેમનું ધ્રુવવાક્ય. આ વાક્ય પત્રકારો અને પત્રકારત્વ જગતમાં જાણીતું છે. સ્થાપિત છે. નાનાં મોટાં અનેક અખબારોમાં તેમણે કામ કર્યું પણ તેમની શક્તિનો સાચો પરિચય સૌને તેમની ‘જનસત્તા’ ની કામગીરીમાંથી જ થયો. ધ ઇન્ડિયન એક્સપ્રેસ' જૂથના માલિક રામનાથ ગોએન્કાજીએ ૧૯૭૭ પછી તેમને ‘જનસત્તા’ દૈનિકની નેતાગીરી સોંપી. તેઓ તંત્રી બન્યા. સારું અખબાર ચલાવવા અને અખબાર સારી રીતે ચલાવવા એક સરસ મઝાની ‘ટીમ' જોઈએ. એ માટે તેમણે તરત મથામણ ચાલુ કરી દીધી. વિષ્ણુ પંડ્યા, શિવ પંડ્યા, શેખાદમ આબુવાલા, નિરંજન ભગત વગેરેની સાથોસાથ ગુજરાતના અને ગુજરાત બહારના જાણીતા પત્રકારોનું મંડળ તેમનાં માર્ગદર્શન તળે એકત્ર થયું. તેમના સમકાલીન વિષ્ણુ પંડ્યા નોંધે છે કે, મોડી રાત સુધી મથાળાં અને સામગ્રીની મથામણ ચાલે. (જનસત્તા કાર્યાલયની કામગીરી સંદર્ભે) તંત્રીલેખમાં જરીકેય આઘુંપાછું ના ચાલે. રવિપૂર્તિને મનોરંજન કરતાં માહિતીપ્રધાન વૈચારિકતાનો અસબાબ પૂરો પડાયો. તંત્રી તરીકેની તેમની આ મહેનત થકવી નાંખે તેવી હતી. રાત્રે અમે પાછા ફરીએ ત્યારે લાલ દરવાજા સુધી ચાલતા જઈએ. એકવાર તેમણે સાંપ્રત રાજકારણ અને પત્રકારત્વ વિશેની વાતચીતમાં કહ્યું હતું, આપણે મરેલા ઘોડા પર તો અસવાર નથી ને?’ વાસુદેવભાઈની એ સમયની એ વાત અને એ સંજોગોને વર્તમાન અને સંજોગો સાથે સાંકળી જોઈએ તો? Jain Education International સ્વપ્ન શિલ્પી તેઓ આશાવાદી પૂરા. ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ સ્થિર પણ રહી શકે તેની પ્રતિક્રિયા આપે અને લેખન પર તેની અસર સુદ્ધાં પડવા ન દે. ‘અલ્પવિરામ’ની તેમની ટચુકડી નોંધ તેઓ જે અખબારમાં હોય ત્યાં સદૈવ લોકપ્રિય રહી. તત્કાલીન સમાજના અનેકવિધ પ્રવાહો અંગે તેમણે લેખનકાર્ય પૂરતી સજ્જતા અને ગંભીરતાથી કર્યું. તેમણે પત્રકાર જ બની રહેવાનું ઇષ્ટ સમજ્યું હોઈ તેમની ભાષા પત્રકારની જ રહી. ભાષામાં સાહિત્યિક શબ્દો કે પાંડિત્ય ન આવી જાય એ માટે તેઓ પુરતા સજાગ હતા. અત્યંત વાચન અને અભ્યાસને કારણે તેઓ કોઈપણ વિષયમાં જે તે વિષયના નિષ્ણાત જેટલું જ્ઞાન ધરાવતા પણ કેન્દ્રસ્થાને વાચકને રાખ્યો હોઈ વાચક સમજી શકે એ ભાષામાં જ લખતા. તેમની શૈલી દિલદિમાગને હચમચાવી દે એવી હતી. તેમની આ પ્રકારની લેખનશૈલીએ જ તેમના રાજકીય લેખનને એક નવો આયામ આપ્યો હતો. વ્યવસાયી પત્રકારત્વના શરૂઆતના વર્ષોમાં કરેલી તનતોડ મહેનતને પરિણામે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો હતો. એ દિવસોમાં આ રાજરોગ અસાધ્ય ગણાતો. તેમણે જાતે જ રોગમુક્ત થવાનું નક્કી કર્યું. ક્ષયનાં મૂળિયાં શોધતું આયુર્વેદશાસ્ત્ર તેમણે ઉથલાવી માર્યું અને પોતાનો ઇલાજ જાતે કરીને સાજા થયા. પત્રકારત્વમાં સંપૂર્ણતાના તેઓ આગ્રહી હતા. તત્કાલીન અખબારોમાં ચાલતી પત્રકારત્વના લેખનની અરાજકતાથી તેઓ ખૂબ દુ:ખી હતા. તેમના મંતવ્ય અનુસાર, “જેમણે ચોવીસે કલાક પત્રકારત્વમાં અખબારી કુરુક્ષેત્ર અનુભવ્યું હોય, મથાળાંથી માંડીને સામગ્રીનો આકાર, અસબાબ અને મિજાજ લગીની ઓળખ હોય એ પત્રકાર હોવાનો દાવો કરી શકે ત્યાં લગી ઠીક છે.” તેમનું માનવું હતું કે ‘આવી ધારદાર કસોટીના આધારે પત્રકારત્વની તાલીમશાળાઓ ચાલવી જોઈએ.’ વાસુદેવભાઈ છેવટ સુધી લખતા રહ્યા. વિષ્ણુભાઈ તેમને ‘શબ્દના અપરિગ્રહી યોદ્ધા' તરીકે નવાજે છે. પોતાના ચોખ્ખા અને સાફ શબ્દોમાં તેમણે ગુજરાતના વિકાસની વાત અનેક રાજકીય વ્યક્તિ, મંચ સુધી પહોંચાડી હતી. તેમની શબ્દો પ્રત્યેની સમર્પિતતાની વાત પણ એટલી જ મહત્ત્વની છે. લખવું એ દેખીતી રીતે ભલે સહેલું લાગતું હોય પણ એ એટલું જ અઘરું કામ પણ છે. લખવાની મથામણ અને સચોટ અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005122
Book TitleBahumukhi Pratibhaono Kirti Kalash Swapn Shilpio
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages820
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy