________________
૫૯૬
કરસનદાસ મૂળજી આજ સૌરાષ્ટ્રની ઓગણીસમી સદીના ગુજરાતના પ્રખર સમાજસુધારક, નિર્ભય પત્રકાર અને લેખક હતા. તેમનું શિક્ષણ અધવચ્ચે જ છૂટી ગયું. મુંબઈની બુદ્ધિવર્ધક સભામાં તેમણે વાંચેલા નિબંધ દેશાટન'થી તેમને ઘણી ખ્યાતિ મળી. આ સભા સાથે તેઓ પછી પણ ઘણાં વર્ષો સુધી જોડાયેલા રહ્યા. ‘રાસ્તગોફ્તર’માં તેમણે અનેક વર્ષો સુધી લેખો લખ્યા. ૧૮૫૫માં તેમણે ‘સત્યપ્રકાશ’ નામનું છાપું શરૂ કર્યું હતું. તેમને હિન્દુ સુધારાવાદી આગેવાનોનો સહકાર મળ્યો હતો. કરસનદાસજીએ વૈષ્ણવોના વલ્લભસંપ્રદાયના ગુરુઓના જુલમ અને દુરાચાર અંગેના લેખો લખ્યા હતા, જેને કારણે સમાજમાં ઘણો ઉહાપોહ થયો હતો. એ અંગે ચાલેલો કેસ ભારતના પત્રકારત્વના ઇતિહાસમાં અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય સંદર્ભે અને પત્રકારની હિંમત સંદર્ભે નોંધાયેલો છે. આ કેસ ‘મહારાજ લાયબલ કેસ' તરીકે જાણીતો થયેલો. આ કેસ કરસનદાસ જીત્યા અને વલ્લભસંપ્રદાયના મહારાજો ઉઘાડા પડ્યા. તેમણે થોડાં વરસ ‘સ્ત્રીબોધ’ નામનું વર્તમાનપત્ર પણ ચલાવ્યું. ૧૮૬૩માં ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. તેને લીધે તેમને નાતબહાર મુકાવું પડ્યું. કપોળ સમાજના બહિષ્કાર છતાં તેમણે બીજી વખત ઇંગ્લેન્ડનો પ્રવાસ કર્યો. મુંબઈ સરકારે તેમને રાજકોટમાં પોલિટિકલ ખાતામાં આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ નીમ્યા હતા. ત્યાંથી તેમની લીંબડી રાજ્યમાં બદલી થઈ હતી.
તેમણે ‘નીતિવચન', ‘કુટુંબમિત્ર’, ‘નિબંધમાળા', ‘ઇંગ્લેન્ડનો પ્રવાસ', ‘વેદ ધર્મ', ‘મહારાજાનો ઇતિહાસ', ‘શબ્દકોશ' વગેરે ગ્રંથો લખ્યા હતા.
કાકાસાહેબ કાલેલકર (૧૮૮૫થી ૧૯૮૨)
રાષ્ટ્રસેવક, સાહિત્યકાર, ચિન્તક કાકાસાહેબ જન્મે મરાઠી હોવા છતાં કર્મે સવાઈ ગુજરાતી સાબિત થયેલા. ‘કાકા'ના હુલામણા નામથી જાણીતા કાકાસાહેબ કાલેલકર સમર્થ સાહિત્યકાર હોવા ઉપરાંત તેમણે પત્રકારત્વના ક્ષેત્રે આગવું પ્રદાન કર્યું હતું. તેમના નિબંધો સાહિત્યજગતમાં એક ચોક્કસ ઓળખ સ્થાપિત કરી ચૂક્યા છે. તેમની રાજકીય કારકિર્દી, ક્રાન્તિકાર તરીકેની કામગીરી અને ગાંધી–વિનોબા સાથેની કામગીરી વચ્ચે પણ તેમનું ગુજરાતી ગદ્ય જળવાઈ રહ્યું અને તેમણે ઘણું લખ્યું. ગાંધીજીની અસર હેઠળ એમનું પત્રકારત્વ ઘડાયું હતું એવો પણ એક મત છે. ‘હિમાલયનો
Jain Education International
સ્વપ્ન શિલ્પીઓ
પ્રવાસ' નામના તેમના સાહિત્યિક નિબંધો વિદ્યાપીઠના સાપ્તાહિકમાં હપ્તાવાર છપાયા હતા અને પુસ્તકાકારે પ્રગટ થયા. તેમણે ગુજરાતીમાં ૩૬, હિન્દીમાં ૨૭, મરાઠીમાં ૧૫ પુસ્તકો લખ્યાં છે. કાકાસાહેબનાં લખાણોની શૈલી ક્યારેક હળવાશભરી, પ્રાસાદિક, સરળ, વિશદ, ભાવોચિત્ત ગાંભીર્ય, ક્યારેક સંસ્કૃતમિશ્રિત તો કદી તળપદા તત્ત્વોથી ભરપૂર લાગે છે. આપણને ચોક્કસ લાગે કે, ઉમાશંકર જોશીએ કાકાસાહેબના ગદ્યને કવિતા કહી છે તે વાત સાચી છે.
કાર્ટૂનિસ્ટ ડૉ. ઇન્દ્રદેવ આચાર્ય ‘ગુજરાત સમાચાર’નાં પાનાંઓમાં ‘આચાર્યની
આજકાલ' ન હોય એ સ્થિતિ વાચકો કલ્પી જ ન શકે એ હદે એકેએક ગુજરાતીના ઘરમાં જાણીતા થઈ ગયેલા ઇન્દ્રદેવ આચાર્ય એટલે આપણા માનીતા કાર્ટૂનીસ્ટ ‘આચાર્ય’. એવું કહેવાય છે કે, કલાગુરુ રવિશંકર રાવલે તેમને તેમના કામ અંગે બિરદાવતાં કહ્યું હતું કે, “જાદુગરની જેમ તમને હવામાંથી વિષય લાધે છે.” આચાર્યનાં કટાક્ષચિત્રોએ ગુજરાતી પત્રકારત્વમાં એક ચોક્કસ જગ્યા સ્થાપિત કરી છે. સુરુચિનું તત્ત્વ જાળવીને ઘણું કરીને સંયમી કટાક્ષચિત્રણ તેઓ આટલાં વર્ષોથી કરતા આવ્યા છે.
મૂળે તો તેઓ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી. મુંબઈ યુનિ.માંથી પીએચ.ડી. કર્યા બાદ તેમણે કરેલા કેટલાક મોજણીઅહેવાલો બદલ દેશની ઉચ્ચકક્ષાની કંપનીઓએ તેમને આર્થિક સલાહકાર-પદે નિયુક્ત કર્યા હતા. આમ અર્થશાસ્ત્રની સાથે સમાજની ઘટનાનો વિશેષ ‘અર્થ’ કાર્ટૂનના માધ્યમથી સમજાવતાં તેમને સારું ફાવી ગયું હતું. ૧૯૪૭થી તેઓ ચિત્રકલા તરફ વળ્યા હતા. લોકનાદ, સંદેશ, સેવક, પ્રભાત, નવ સૌરાષ્ટ્ર જેવાં અનેક અખબારોમાં તેઓ અવારનવાર વ્યંગચિત્રો આપતા. ગુજરાતી દૈનિકોમાં ‘સાંજવર્તમાન’ મુંબઈના પ્રથમ પ્રયોગ જેવું હતું. ‘દાસકાકા’ નામની દૈનિક ચિત્રપટ્ટીએ ઘણી નામના મેળવી હતી. ૧૯૬૦થી ‘હસે તેનું ઘર વસે' નામની દૈનિક કાર્ટૂન કૉલમથી જનસત્તા' દૈનિકમાં કટાક્ષ ચિત્રમાળા શરૂ કરી. ૧૯૫૯થી ૧૯૮૪ સુધી હળવાં લખાણો અને કાર્ટૂનનો વિભાગ ‘આનંદમેળો' સંભાળ્યો. ૧૯૮૫થી ‘ગુજરાત સમાચાર' સાથે જોડાયા. ‘ગુજરાત સમાચાર'ની રવિવારની પૂર્તિમાં ‘ગામની ગમ્મત' નામે ચાર કાર્ટૂનની પટ્ટી ઘણાં વર્ષોથી આવતી રહી છે. તેઓ કહે છે કે, ‘માનવીની નબળાઈ, મૂર્ખતા, બાઘાઈ, જડતા વિશે રમૂજી
For Private & Personal Use Only
www.jainelibrary.org